- અમદાવાદ મહાનગર પાલિકામાં સૌથી વધુ 37 હજાર છે
દિલીપ પટેલ
અમદાવાદ, 12 ઓગસ્ટ 2024
Gujarat: ભૂપેન્દ્ર પટેલની ભાજપ રાજ્ય સરકારે ફરી એક વખત દાવો કર્યો છે કે, સરકારી શાળાઓ સુધીરી હોવાથી બાલકો હવે ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળામાં આવી રહ્યાં છે. પણ ભૂપેન્દ્ર પટેલનાં આંકડા સાચા છે પણ સારી શિક્ષણ અને સારી શાળાઓ રાતોરાત બની ગઈ હોવાનો દાવો સાવ પોકળ છે.
વર્ષ 2024-25માં ગુજરાતમાં બાલવાડીકાથી ધોરણ 12 સુધીના કુલ 2,29,747 વિદ્યાર્થીઓએ ખાનગી અને સરકારી શાળાઓમાં પ્રવેશ લીધો છે. 10 વર્ષમાં 7 લાખ 50 હજાર વિદ્યાર્થીઓએ સેલ્ફ ફાઈનાન્સ ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં પ્રવેશ લીધો છે.
2024-25માં અમદાવાદ શાળા બોર્ડમાં સૌથી વધુ 37,786 વિદ્યાર્થીઓએ ખાનગીમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે.
સ્થળાંતર
જીલ્લો-શહેર – વિદ્યાર્થી
અમદાવાદ શહેર – 37786
સુરત શહેર – 22,892
વડોદરા શહેર – 10,602
રાજકોટ શહેર – 6,204
બનાસકાંઠા જિલ્લો – 10,228
મહેસાણા જિલ્લો. – 8,267
ભાવનગર – 8,242
જૂનાગઢ – 7,892
આણંદ- 7,269
અમદાવાદ ગ્રામ્ય – 6,910
રાજકોટ ગ્રામ્ય 6,881
ગાંધીનગર જિ. 6,811
કચ્છ જિ. 5,952
ખેડા જિ. 5,910
સુરત જિ. 5,777
વિદ્યાર્થીઓએ ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ લીધો છે.
ખર્ચ
રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ માટે કુલ રૂ. 55,114 કરોડની રકમ આપવામાં આવી છે, જે ગત વર્ષ 2023-24ની બજેટ જોગવાઈની સરખામણીમાં રૂ. 11,463 કરોડનો વધારો દર્શાવે છે.
ખર્ચ
દિલ્હીમાં 27 ટકા શિક્ષણ પાછળ ખર્ચ થાય છે. ગુજરાતમાં માંડ 7 ટકા ખર્ચ રાજ્યના કુલ બજેટમાં થાય છે. દિલ્હીમાં 90 ટકા બાળકો સરકારી શાળામાં ભણે છે. ગુજરાત અને કેન્દ્ર મળીને શિક્ષણ પર જીડીપી નો 6% ખર્ચ થવો જોઈએ.
સ્માર્ટ શાળા
ટેકનિકલ શિક્ષણ મેળવવા માટે ગુજરાતમાં 1 લાખ સ્માર્ટ ક્લાસ છે. 5 હજારથી વધુ સ્માર્ટ ક્લાસ પર કામ ચાલી રહ્યું છે. રાજ્યના બાળકોને કમ્પ્યુટર આધારિત શિક્ષણ આપવા માટે 16,000 શાળાઓમાં લગભગ 240,000 કોમ્પ્યુટર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. જ્યારે ચાર હજારથી વધુ શાળાઓમાં 70 હજાર કોમ્પ્યુટર આપવાની કામગીરી ચાલી રહી છે.
સરકારી શાળાની સારી બાબતો –
રાજ્યની સરકારી શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણની સાથે સાથે પીવાનું પાણી, કોમ્પ્યુટર લેબ, પુસ્તકાલય, રમતગમતનું મેદાન, પૌષ્ટિક મધ્યાહન ભોજન, ગણવેશ, સ્માર્ટ ક્લાસ રૂમ, રૂમ અને સ્વચ્છતા જેવી પ્રાથમિક સુવિધાઓ છે.
શૈક્ષણિક સુવિધા અને માળખાગત સુવિધામાં પણ વધારો થઈ રહ્યો છે.
મફત શિક્ષણ મળે છે. સરકારી શાળાઓ સ્માર્ટ શાળામાં પરિવર્તિત થઇ રહી છે.
શિક્ષણ પ્રણાલી સુધારવા આવી છે.
સ્કોલરશીપ યોજના, મિશન શાળા ઓફ એક્સેલન્સ, સ્માર્ટ શાળા, હાઈટેક કોમ્પ્યુટર લેબ, સહિતની માળખાકિય સુવિધાના કારણે વાલીઓ બાળકોને સરકારી શાળામાં મુકતા થયા છે.
રાજ્યની શાળાઓમાં આધુનિક પ્રયોગશાળા, નમો લક્ષ્મી, નમો સરસ્વતી, જ્ઞાન સાધના સ્કોલશીપ, ઉચ્ચ લાયકાત વાળા શિક્ષકો, ઈ-લાયબ્રેરી સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિદ્યાર્થીઓને મળી રહે છે.
રમતગમતના મેદાનો, હાઈટેક ટીચિંગ ક્લાસ, સ્કિલ ડેવલપમેન્ટ અંગને અભ્યાસક્રમ અને ખાસ કરીને શાળા મેનેજમેન્ટ કમિટીની સક્રિયતાને કારણે આ રીતનું પરિવર્તન જોવા મળ્યું છે.
સરકારી શાળાોમાં મળી રહેલી મફત સુવિધાને કારણે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સરકારી શાળામાં આવી રહ્યા છે. આ બધાને કારણે વાલીઓને ભરોસો થયો છે કે ખાનગી શાળાઓ કરતાં સરકારી શાળામાં એમના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ અને સુરક્ષિત છે.
આર્થિક પરિસ્થિતિ
ખાનગી શાળાઓમાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવવા પાછળ સૌથી મોટું કારણ માતા-પિતાની આર્થિક પરિસ્થિતિ છે. કોરોના પછી સરકારી શાળામાં પ્રવેશ વધી રહ્યો છે. કિસ્સામાં દીકરો હોય તો એ ખાનગી શાળામાં અને દીકરીઓને સરકારી શાળામાં અભ્યાસ કરાવે છે. મોંઘવારીના કારણે પણ લોકો સરકારી શાળા તરફ વળ્યા છે. મજબૂરી પણ છે. મોટાભાગે બળજબરીથી જઈ રહ્યા છે.
વિદ્યાસહાયકોના યુવા શિક્ષકો આવ્યા છે, એ ઘણું સારું કામ કરે છે. સરકાર કઇ આપે એના કરતાં શિક્ષકો જે રીતે અભ્યાસ કરાવે છે એની સારી અસર થઈ રહી છે. જોબ સિક્યોર, પેઢી બદલાઈ ગઈ, પુસ્તકો નવા આવ્યા, નવા શિક્ષકો નવીનતા સાથે અભ્યાસ કરાવતા થયા.
ખાનગી શાળાની શાખ ઘટવાના કારણો –
રાજ્યની 8 હજાર ખાનગી પ્રાથમિક શાળામાંથી 5500 શાળાઓ પાસે રમતના મેદાનો નથી. જ્યારે 12,599 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ પૈકી 6004 શાળાઓ પાસે મેદાન નથી. 40 ટકા શાળા એવી છે કે જ્યાં બાળકોને રમવાના મેદાનો નથી. અમદાવાદમાં 1200 ખાનગી શાળા પાસે રમતના મેદાનની સુવિધા નથી. દરેક શહેરની આવી હાલત છે.
મોંઘું શિક્ષણ છે.
મનમાની કરીને ફી, યુનિફોર્મ, પુસ્તકો, કપડા, સ્વેટર સુધી તમામ સ્ટેશનરી અને અન્ય વસ્તુઓ શાળામાંથી જ લેવાની વાલીઓને ફરજ પાડવામાં આવે છે.
આરટીઈ – રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ મેળવતા બાળકોને પણ શાળા અન્ય ખર્ચ માટે દબાણ કરે છે.
છોકરીઓ વધી
31 ડિસેમ્બર 2018ની સ્થિતિએ 1થી 5 ધોરણ સુધીમાં છોકરાઓની સંખ્યા 16.03 લાખ હતી. જ્યારે છોકરીઓની સંખ્યા 16.05 લાખ હતી. છોકરીઓની સંખ્યા 2418 વધુ હતી. બાજુ ધોરણ 6થી 8 સુધીમાં 5983 છોકરા વધું હતા. 9.63 લાખ છોકરીઓની સામે 9.57 લાખ છોકરી હતી.
આમ 1થી 8 ધોરણ સુધી કુલ 48,57,499 બાળકો ભણતા હતા.
કોરોના પછી લોકોની આર્થિક હાલત ખરાબ થતા સરકારી શાળામાં છોકરીઓની સંખ્યા સતત વધવા લાગી છે.
10 વર્ષમાં ઘટી
2008-09થી 2017-18 દરમિયાન 10 વર્ષમાં સરકારી શાળાઓમાં 6 લાખ 17 હજાર 721 બાળકોની સંખ્યા ઘટી હતી. વર્ષ 2008-09માં સરકારી પ્રાથમિક શાળાઓમાં 59 લાખ 14 હજારથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. વર્ષ 2017-18 દરમિયાન વિદ્યાર્થીઓની સંખ્યા ઘટીને 52 લાખ 96 હજારની આસપાસ પહોંચી હતી. આમ 10 વર્ષમાં ખરેખર તો 70 લાખ વિદ્યાર્થીઓ હોવા જોઈતા હતા. તેથી ખરા અર્થમાં તો સરકારી શાળામાં 10 લાખ વિદ્યાર્થીઓ ઘટી ગયા હતા.
સરકારી પ્રાથમિક શાળામાં ભરતી થયેલા બાળકોની સંખ્યા
વર્ષ – બાળકોની સંખ્યા
2008-09 – 59,14,542
2009-10 – 57,94,737
2010-11 – 58,13,213,
2011-12 – 58,80,522
2012-13 – 61,03,442
2013-14 – 59,63,267
2014-15 – 58,01,899
2015-16 – 56,68,877
2016-17 – 54,92,893
2017-18 – 52,96,821
અમદાવાદમાં કોરોના સુધી ઘટાડો
કોરોના સુઘી અમદાવાદમાં વિદ્યાર્થી ઘટતા હતા. તો શું ત્યાર પછી શાળા અને શિક્ષણમાં ધરખમ વદારો થયો છે? 2020 સુધીમાં અમદાવાદની શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો હતો. 2020 સુદીના છ-વર્ષોમાં 32,924 વિદ્યાર્થીઓનો ઘટાડો થયો હતો. 21 ટકા વિદ્યાર્થીઓ ઘટી ગયા હતા. દર વર્ષે 3.50 ટકાનો ઘટાડો થયો હતો. દર વર્ષે 5 ટકા વિદ્યાર્થીઓ અમપાની શાળામાં ઘટી રહ્યા હતા.
2013-14માં શાળાઓમાં કુલ 1,55,713 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જે સપ્ટેમ્બર 2019 સુધીમાં ઘટીને 1,22,789 વિદ્યાર્થી થઈ ગયા હતા.
શાળા બંધ – અમદાવાદમાં શાળાઓની સંખ્યા પણ 2013-14માં 450 થી ઘટીને સપ્ટેમ્બર 2019 સુધી 381 થઈ ગઈ છે, એટલે કે, નાગરિક સંસ્થાએ આ દરમિયાન 63 શાળાઓને બંધ કરી દીધી હતી.
કુપોષણ વધ્યું
ગુજરાતમાં 5 વર્ષથી ઓછી ઉંમરના 38.5% બાળકો કુપોષિત છે. શાળાનું શિક્ષણ અને કૂપોષણ એક બીજા સાથે જોડાયેલું છે. કુપોષણ વધતાં સરકારી શાળાઓમાં બાળકીઓ વધારે જવા લાગી છે.
શાળા બંધ કરવાનું ષડયંત્ર
રાજ્યમાં શાળાઓને એક બીજામાં ભેળવી દેવાના નામે 5223 પ્રાથમિક શાળાઓ બંધ કરી છે. સૌથી વધુ પ્રભાવિત આદિવાસી, દલિત અને લઘુમતી વિસ્તાર થઈ રહ્યા છે. 5 હજાર શાળા બનાવવી હોય તો તેમાં ઓછામાં ઓછા આજના બજાર ભાવ પ્રમાણે રૂ. 15 હજાર કરોડની સરકારને જરૂર પડે તેમ છે.
2002ની સરખામણીએ 2019માં સરકારી પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ દર વર્ષે બંધ બંધ થતી જાય છે. વર્ષ 2011થી 2017 સુધીમાં કૂલ 13,500 કરતાં વધુ સરકારી પ્રાથમિક શાળાઓ બંધ થઈ છે.
શાળા છોડી દેતાં બાળકો
એક સરવે પ્રમાણે ગુજરાતમાં 15-18 વર્ષની લગભગ 40% બાળકીઓ શિક્ષણ મેળવવા શાળાએ જતી નથી. શાળાઓ બંધ થતાં ગુજરાત અભણ બની રહ્યું છે.