Gujarat: 13 શહેરોને મહાનગર નહીં બનાવીને અન્યાય કરતા ભૂપેન્દ્ર પટેલ
દિલીપ પટેલ
અમદાવાદ, 2 જાન્યુઆરી 2025
Gujarat ગુજરાતમાં 12 વર્ષ પછી જિલ્લાના ભાગલા પડ્યા છે. 14 વર્ષ બાદ નવી મહાનગરપાલિકા બની છે. નવા મહાનગરોમાં ગ્રામ પંચાયતો, નગરપાલિકાની ચૂંટાયેલી પાંખનું વિસર્જન કરાયું છે.
22 મહાનગરો બનવાના હતા
Gujarat એપ્રિલ 2024માં સરકાર ગુપ્ત રીતે મહાનગરો જાહેર કરવાનું આયોજન બનાવી રહી હતી. જે હિસાબે
અગાઉની જાહેરાત બાદ નવી 8 મહાનગરપાલિકા ઉમેરવામાં આવે તો 14 મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે ગુજરાતમાં કુલ 22 મહાનગરપાલિકાઓ બનવાની હતી.
5 મહાનગરો બનવાના હતા
29 જૂન 2023માં નવસારી, ગાંધીધામ, સુરેન્દ્રનગર, વાપી અને મોરબી એમ 5 નગરપાલિકા બનાવવા પ્રધાન મંડળમાં નિર્ણય લેવામાં આવ્યો હતો.
એકાએક બે વધી ગઈ
માર્ચ 2024ના અંદાજપત્રમાં ગુજરાત સરકારે 7 નગરપાલિકા જાહેર કરવાનું કહ્યું હતું. જેમાં મહેસાણા, ગાંધીધામ, આણંદ, મોરબી, નવસારી, વાપી અને સુરેન્દ્રનગર-દૂધરેજ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવા જાહેર કરાયું હતું. પણ, 10 મહિનામાં એવું કંઈક થયું કે 7ના બદલે 2 શહેરોને એકાએક 1 જાન્યુઆરી 2025માં મહાનગર પાલિકાને જાહેર કરી છે. જેમાં પોરબંદર અને નડિયાદનો સમાવેશ થાય છે.
13 શહેરોને અન્યાય
સામાન્ય રીતે 1 લાખથી વધારે વસ્તી હોય તેને મહાનગર જાહેર કરવામાં આવે છે. ગુજરાતમાં દોઢ લાખ સુધીની વસ્તી ધરાવતા 13 શહેર છે. છતાં તેમને મહાનગરનો દરજ્જો આપવામાં આવ્યો નથી.
પોરબંદરની વસતી 2,79,245 છે. તેનાથી વધારે વસતી ભરૂચ અને પાટણની છે છતાં તેમને મહાનગરો જાહેર કરાયા નથી. સરકારની ભેદભાવભરી નીતિ અહીં દેખાઈ આવે છે. જો તમામને સરખો ન્યાય આપવામાં આવે તો 17 મહાનગરો જાહેર થયા અને બીજા 13 મહાનગરો જાહેર કરવામાં આવે તો 30 મહાનગરો બનાવવા જોઈએ.
ભરૂચ – 2,90,000
પાટણ – 2,83,000
ભુજ – 2,44,000
વેરાવળ – 2,41,000
વલસાડ – 2,21,000
ગોધરા – 2,11,000
પાલનપુર – 1,84,000
હિંમતનગર – 1,81,000
કલોલ – 1,74,000
બોટાદ – 1,69,000
અમરેલી – 1,53,000
ગોંડલ – 1,45,000
જેતપુર – 1,53,000
વર્ષો સુધી અન્યાય
વર્ષો સુધી 6 મહાનગરપાલિકા હતી. બાદમાં જુનાગઢ મહાનગરપાલિકા બનાવવામાં આવી. ગુજરાત વડીઅદાલતમાં લોકોએ દાવો લાખલ કરીને તેના આદેશથી ગાંધીનગર મહાનગર પાલિકા નરેન્દ્ર મોદીની સરકાર પાસેથી મેળવી હતી. ગુજરાતમાં 100 જેટલાં ટાઉન છે તે નગર પાલિકા બની શકે તેમ છે.
નગરો
રાજ્યમાં અનેક નગરો એવા છે કે જેને મહાનગર બનાવવાની જરૂરીયાત છે એટલે કે તેને મહાનગર પાલિકાની બનાવવાની જરૂરીયાત છે.
11 શહેરો મહાનગર કેમ નહીં
પાટણ, પાલનપુર, હિંમતનગર, દાહોદ, ગોધરા, ખંભાત, છોટાઉદેપુર, ભરૂચ, વલસાડ, ભુજ, અમરેલી શહેરો મહાનગરપાલિકા બનવાની લાયકાત ધરાવે છે. છતાં બનાવી નથી. કારણ માત્ર એટલું જ કે તે રાજકીય રીતે ભાજપને મદદ કરી શકે તેમ નથી.
નીચલી કક્ષાના અધિકારીઓ નગરપાલિકાઓને મળે છે. જેને કારણે જે તે નગરનો એટલો વિકાસ થઈ શકતો નથી. જો તેને મહાનગર પાલિકા બનાવવામાં આવે તો જે તે શહેરની આવકમાં સુધારો થઈ શકે છે.
ગુજરાતની 60 ટકા વસતી જ્યાં વસે છે એવા શહેરો અને કસ્બા છે. જે તાલુકા, જિલ્લા મથકો, નગરપાલિકી કે મહાનગરો છે.
મહાનગર ક્યારે
સામાન્ય રીતે એવો માપદંડ છે કે જે શહેરની વસતી એક લાખથી વધારે હોય તો તેને મહાનગર પાલિકા બનાવવી જોઈએ. ગુજરાતમાં 156 નગરપાલિકામાંથી 1 લાખથી વધારે વસતી હોય એવા શહેરોને પણ મહાનગરો જાહેર કરવા જોઈએ એવી માંગણી ઘણી વખત થતી રહી છે.
નગર ક્યારે
નગરની વસતી 10 હજારથી વધારે હોય તે નગરને નગરપાલિકા આપવી જોઈએ પરંતુ રાજ્યમાં નગરપાલિકાઓ બનાવવા માટે પણ આ બાબતને ધ્યાનમાં લેવામાં આવતી નથી. 10 હજારથી વધારે વસતી હોય એવા 102 ટાઉન હોવાનો અંદાજ છે.
ગામો
અનેક ગામો એવા છે કે જે નગરપાલિકા બની શકે તેમ છે. અનેક નગરો એવા છે કે જે મહાનગર પાલિકા બની શકે તેમ છે. સરકારે સરવે કરવો જોઈએ કે કયા ગામને નગરપાલિકા અને કયા નગરને મહાનગર પાલિકા આપવાની જરૂરીયાત છે.
ગુજરાતના 207 શહેરો કે કસબાની યાદી
અમદાવાદ, ગાંધીનગર,જૂનાગઢ,પાલનપુર,ભાવનગર,વડોદરા,સુરત શહેર, અંકલેશ્વર, અંજાર, અમરેલી,
અમલસાડ, અમીરગઢ, અલંગ, આણંદ, આદિત્યાણા, આદિપુર, આમોદ, આહવા, ઉંઝા, ઉચ્છલ, ઉના, ઉપલેટા, ઉમરપાડા, ઉમરેઠ, ઓખા, ઓલપાડ, કંડલા બંદર, કઠલાલ, કડાણા, કડી, કપડવંજ, કરજણ, કલોલ, કલ્યાણપુર, કામરેજ, કાલાવડ, કાલોલ, કુતિયાણા, કેશોદ,કોડીનાર, ખંભાળિયા, ખાંભા, ખેડબ્રહ્મા, ખેડા, ખેરાલુ, ગઢડા, ગણદેવી, ગરબાડા, ગાંધીધામ, ગાંધીનગર, ગારીયાધાર, ગોંડલ, ગોધરા, ઘોઘંબા, ચકલાસી, ચાણસ્મા, ચિખલી, ચુડા, ચોટીલા, ચોરવાડ, છાંયા, છોટાઉદેપુર, જંબુસર, જલાલપોર, જવાહરનગર,
જસદણ, જાંબુઘોડા, જાફરાબાદ, જામ રાવલ, જામકંડોરણા, જામજોધપુર, જામનગર, જુનાગઢ, જેતપુર, જોડિયા, ઝાલોદ, ઠાસરા, ડભોઇ, ડીસા, ડેડીયાપાડા, તલોદ, તળાજા, તારાપુર, તાલાલા, તિલકવાડા, થરા, થાનગઢ, દસાડા, દસ્ક્રોઇ, દહેગામ, દાંતા, દાંતીવાડા, દાહોદ, દેત્રોજ, દેવગઢબારિયા, ધંધુકા, ધનસુરા, ધરમપુર, ધાનપુર, ધાનેરા, ધોરાજી, ધોળકા, ધ્રાંગધ્રા, ધ્રોલ, નખત્રાણા, નડીઆદ, નવસારી, નવા ભીલડી, નસવાડી, પડધરી, પલસાણા, પાટણ, પાદરા, પારડી, પાલનપુર, પાલીતાણા, પાવી જેતપુર, પોરબંદર, પ્રભાસ પાટણ, પ્રાંતિજ, ફતેપુરા, બગસરા, બહુચરાજી, બાબરા, બાયડ, બારડોલી, બાલાસિનોર, બાવળા, બીલીમોરા, બોટાદ, ભચાઉ, ભરૂચ, ભાણવડ, ભાભર, ભાયાવદર, ભાવનગર, ભિલોડા, ભીલડી, ભુજ, ભેંસાણ, મહુધા, મહુવા, મહુવા, મહેમદાવાદ, મહેસાણા, માંગરોલ,
માંગરોળ, માંડલ, માંડવી, માંડવી-સુરત, માણસા, માણાવદર, માતર, માલપુર, માળિયા, માળીયા હાટીના, મુન્દ્રા, મુળી, મેંદરડા, મેઘરજ, મોડાસા, મોરબી, મોરવા, રાજકોટ રાજપીપલા, રાજુલા, રાણપુર, રાણાવાવ, રાધનપુર, રાપર, લખતર, લાઠી, લાલપુર, લીંબડી, લીમખેડા, લુણાવાડા, લોધિકા, વંથલી, વઘઇ, વડગામ, વડનગર, વડાલી, વડોદરા, વઢવાણ, વલસાડ, વલ્લભીપુર, વાંકાનેર, વાંસદા, વાગરા, વાઘોડિયા, વાપી, વાલિયા, વાલોડ, વાવ, વિજયનગર, વિજાપુર, વિરપુર-મહિસાગર, વિરમગામ, વિસનગર, વેરાવળ, વ્યારા, શંખેશ્વર, શહેરા, શિનોર, સંખેડા અને સંતરામપુર.
ક્યારે શું થયું
રાજ્યમાં 1950માં અમદાવાદ અને વડોદરાને મહાનગર પાલિકા જાહેર કરી હતી. 1962માં ભાવનગર, 1966માં સુરત, 1973માં રાજકોટ, 1981માં જામનગર, 2002માં જૂનાગઢ અને 2010માં ગાંધીનગરને મહાનગરો જાહેર કરાયા હતા.
શું કરી પ્રક્રિયા
નવા જિલ્લા બનાવવા કે હદ બદલવા બાબતે ગુજરાત સરકાર આખરી સત્તા છે. ભારત સરકારની મંજૂરી લેવી પડતી નથી.
રાજ્ય સરકારના ગૃહ મંત્રાલય બીજા વિભાગોને દરખાસ્ત મોકલે છે. વિભાગોની મંજૂરી મળી ગયા બાદ ના વાંધા પ્રમાણપત્ર જાહેર કરવામાં આવે છે.