દિલીપ પટેલ
અમદાવાદ, 18 ઓગસ્ટ, 2024
Gujarat પશ્ચિમ બંગાળમાં મહિલા પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટનાથી ગુજરાત સહિતના બધા હતપ્રભ છે.
Gujarat માં ભાજપ પશ્ચિમ બંગાળની ઘટનાનો રાજકીય ફાયદો ઉઠાવવા મામલો ચગાવી રહ્યો છે. તે પહેલા કર્ણાટકમાં ભાજપના સાથી પક્ષના લોકસભાના સાંસદ સામે સેંકડો યુવતીઓ પર બળાત્કાર કરી તેની ફિલ્મો ઉતારવાનો આરોપ છે.
પશ્ચિમ બંગાળની ઘટના બાદ ગુજરાતમાં ભાજપના નેતાઓ મહિલાઓ સાથેના કેવા ગુનના આરોપીઓ છે તે ચર્ચામાં છે.
ટ્વીટર હેંડલ પર 2019માં હું ચોકીદાર એવું સૂત્ર ભાજપના કરોડો કાર્યકરોએ મૂક્યું હતું. ચોકીદાર ચોર મટીને સેક્સી ચોકીદાર સૂત્ર બની શકે તેમ છે. હવે X પર મોદીનો પરિવાર સૂત્ર મૂકાયું છે ત્યારે મોદીના આ કહેવાતા રાજકીય પરીવાર દ્વારા 2800 મહિલાઓ સાથે બળાત્કાર કર્યા હોવાના વિડિયો બહાર આવ્યા છે. ગુજરાત ભાજપના અનેક નેતાઓના આવા કુકર્મો અને વિડિયો બહાર આવ્યા છે જે કર્ણાટકના નેતા કરતાં પણ મોટા સેક્સ કાંડ માનવામાં આવે છે.
કચ્છ અને ડિસામાં તો રીતસર નેતાઓના સેક્સની વિડિયો બનાવવાના છૂપા સ્ટુડિયો બનાવવામાં આવ્યા હતા.
કર્ણાટકમાં ભાજપના સાથી પક્ષ જેડીએસ સાંસદ પ્રજ્વલ રેવન્નાના 2800 મહિલાઓ સાથે ‘અશ્લીલ વીડિયો’ની તપાસ માટે કર્ણાટક સરકારે વિશેષ તપાસ દળ બનાવ્યું છે. ભારતના પૂર્વ વડાપ્રધાન દેવ ગૌડાનું આખુ કુટંબ રાજકારણમાં છે. નરેન્દ્ર મોદીએ તેમની સાથે સરકાર બનાવવા સમજૂતી કરી છે. તેનો પૌત્ર હવે 2800 મહિલાઓ સાથે જાતિય શોષણ કરવાનો અને તેના વિડિયો ઉતારવાનો આરોપ છે. પ્રજ્વલ વિદેશ ભાગી ગયો છે.
નરેન્દ્ર મોદીએ જેને જીતાડવા માટે અપીલ કરીને પોતાનો હાથ મજબૂત કરવા કહ્યું છે તે, ભાજપનો સાથી પક્ષ છે. સાંસદ રેવન્ના પર મહિલાઓના ઉત્પીડનના આરોપ પણ લાગી રહ્યા છે.
કર્ણાટકના મુખ્ય મંત્રી સિદ્ધારમૈયાએ એક નિવેદનમાં કહ્યું, ‘હાસન જિલ્લામાં અશ્લીલ વીડિયો શૅર કરાઈ રહ્યા છે, એવું પ્રતીત થઈ રહ્યું છે કે મહિલાઓ સામે ગુના થયા છે.’
ગુજરાત ભાજપના નેતાઓએ આવા કુકર્મ કર્યા હોવાની ફરીથી ચર્ચા ઊભી થઈ છે.
મધ્ય ગુજરાતના ભાજપના એક સાંસદનો વિડિયો થોડા દિવસ પહેલાં જ બહાર આવ્યા હતા. જેમાં તે ઓન લાઈન એક મહિલા સામે નિર્વસ્ત્ર થઈને હરકત કરતાં હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે તેને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા. છતાં તેમની ટિકિટ આપી હતી. તેઓ ચૂંટણી લડી રહ્યાં છે.
અસંસ્કારી અને ગેરશિસ્ત ધરાવતાં કચ્છ ભાજપની વધું એક સેક્સ ભવાઈ બહાર આવી છે. અંજાર નગર પાલિકાના ભાજપના 32 સભ્યોના વોટ્સએપ જૂથના એક સભ્યએ અશ્લિલ વીડિયો મુકી દીધો હતો.
નલિયા ભાજપ સામુહિક બળાત્કાર કે, ભાનુશાળી બળાત્કાર કેસ, છબીલ પટેલ, બળાત્કાર કેસ અને બીજા આવા 4 જાતીય ગુનાઓ કચ્છ ભાજપમાં બન્યા બાદ ગુજરાતની વિજય રૂપાણીની સરકારનાં પ્રવાસન પ્રધાન અંજાર નિવાસી વાસણ આહીરની અશ્લિલ ઓડિયો ક્લિપ બહાર આવી હતી.
આ બધું શરૂ થયું માનસી જોનીની જાસૂસીથી. સાહેબની ઓડિયો ટેપ પોલીસ અધિકારીએ જ કોબ્રા દ્વારા બહાર પાડી હતી.
હવે હેવાનિયતનો કાળો નાગ ચારેબાજુથી ભરડો લઈ ચૂક્યો છે.
ત્સમના વિરોધ પક્ષના નેતા શંકરિસંહ લાઘેલાએ ભાજપના નેતાની 20 સેક્સ કૌભાંડના પૂરાવાની સિડી નીતિન પટેલને પહોંચાડી હતી. 15 ફેબ્રુઆરી 2017 પછી તે અંગે ક્યારેય પગલાં ભાજપે લીધા નથી.
સત્તાના નશામાં શબાબ અને કબાબના શોખીન એવા ભાજપના આગેવાનોએ ટૂરિઝમને નામે કચ્છને સેક્સનું હબ બનાવી દીધું હોવાનો આરોપ ત્યારે તેમણે મૂક્યો હતો.
વિધાનસભામાં બ્લૂફિલ્મ જોતાં રંગે પકડાયેલા ગુજરાતના ભાજપ સરકારના મંત્રી સહિતના ડઝનબંધ મંત્રીઓ તથા આગેવાનો નલિયા સેક્સ કાંડમાં ખરડાયેલા હતા.
વિરોધ પક્ષના અનેક નેતાઓ ભાજપને વિકૃત પક્ષ તરીકે આરોપ મૂકી ચૂક્યા છે. અર્જુન મોઢવાડિયા, પરેશ ધાનાણી, અમિત ચાવડા અને શંકરસિંહ વાઘેલા જેવા અનેક નેતાઓએ ભાજપનું ચરિત્ર ખુલ્લું પાડ્યું હતું.
શંકરસિંહે કહ્યું હતું કે કચ્છ-નલિયા સેક્સકાંડમાં ભાજપના ચાલ, ચારિત્ર્ય, ચહેરો વિકૃત છે. મને થાય છે કે, ભાજપ બન્યો ન હોત તો સારૂં હતું.
પક્ષના મૂળ આરએસએસ એના પ્રચારકોમાં છે. સત્તાના નશામાં સુંદરી અને સબાબમાં તે ડૂબી ગયા છે. ભાજપે બહેન દિકરીની આબરુ લૂંટવામાં એ પણ પક્ષના નામે સહેજ પણ મર્યાદા રાખી નથી.
વિધાનસભામાં શંકરસિંહે કહ્યું હતું કે, ગુજરાતને સેક્સકાંડ અને યૌન શોષણનું હબ બનાવી નંબર વન ઉપર મૂકી દીધું છે.
કચ્છ-ભૂજની આર્કિટેક નિર્દોષ છોકરી પોતાની હવસલીલા સંતોષવા પાછલા દરવાજેથી લાવવામાં આવે, એની તબિયત ખરાબ હોય તોય ડોક્ટરને બોલાવવામાં ના આવે, એ તો માનવતાની હદ વટાવી કહેવાય. જે તે વખતના ગૃહમંત્રી જેમની જવાબદારી બહેન દીકરીની રક્ષા કરવાની હતી તેઓ જ પોલીસ ખાતા દ્વારા મહિલાની જાસૂસી કરાવે અને પાછા કહે કે ‘સાહેબ ઈચ્છે છે કે આ છોકરી કયાં જાય છે ? શું કરે છે ? તેની તમામ વિગતો મને મોકલતા રહેજો.’ આ સાહેબ એટલે કોણ ? આમ વાડ જ ચીભડાં ગળે કે રક્ષક ભક્ષક બને તેવી સ્થિતિ ગુજરાતમાં પેદા કરી છે, મને તો કહેતાંય શરમ આવે છે, આવા લોકોએ ડૂબી મરવું જોઈએ એને બદલે તેઓ ચારિત્ર્યની વાતો કરે છે, એમ શંકરસિંહે જણાવ્યું હતું.
તેઓ અમિત શાહ અને નરેન્દ્ર મોદીની વાત કરી રહ્યાં હતા.
બીજેપીના પિતામહ પંડિત દિનદયાળ ઉપાધ્યાયનાં ફોટા સાથે બહેનોનાં ફોટા મુકી જે આઈકાર્ડ બનાવ્યા તેનાં આધારે યૌનશોષણ, દૂષ્કર્મ આબરૂ લેવી જેવી પ્રવૃત્તિનું ગુજરાતમાં લાયસન્સ મળ્યું હોય તેવુ લાગે છે.
ગુજરાતના ભાજપના મંત્રી ધારાસભ્ય વિધાનસભામાં અશ્લીલ વીડિયો જોતાં પકડાયા હતા, એમના નામો નલિયાકાંડમાં ખૂલ્યાં છે.
બીજાની પત્નીને પોતાની પત્ની બતાવનારા કબૂતરબાજીમાં પકડાયેલા ભાજપના પૂર્વ સાંસદ બાબુ કટારા હતા.
પાટણમાં પીટીસી કોલેજમાં બળાત્કાર કાંડમાં આવું જ હતું.
માંડલના શિલા સોની બળાત્કાર અને ખૂનકાંડ થયો હતો.
ફેસબુક એકાઉન્ટ ઉપર અશ્લીલ ફિલ્મો અપલોડ કરનારા સુરત ભાજપના પૂર્વ મેયર રાજુ દેસાઈ હતા.
નલિયા બળાત્કાર કાંડ
નલિયાકાંડમાં ભાજપના નેતાઓ સેક્સથી સત્તા સુધી પહોંચતા હતા. કચ્છના નલિયામાં ભાજપના નેતાઓ માટે યુવતિઓ પુરી પાડીને સત્તા સુધી પહોંચવા અને સત્તા ટકાવી રાખવા માટે રાજકીય ખેલ ખલવામાં આવ્યા હતા.
આ સેક્સકાંડમાં ભાજપના નેતાઓ હતા. તેનાઓએ એક જ યુવતી સાથે 40થી વધુ વખત દુષ્કર્મ કર્યું હતું. આ શખ્સોએ બીજી 35થી 40 યુવતીઓને આ દુષ્ચક્રમાં ફસાવી હતી. અનેક નેતાઓએ તેની પર બળાત્કાર કર્યા હતા.
કર્ણાટક તો કંઈ નથી. કચ્છમાં જે કંઈ થયું છે તે વિશ્વ વિક્રમ છે.
આ યુવતીઓ પાસે ભાજપના કાર્ડ પણ હતાં. ભાજપના અમુક કાર્યક્રમ વખતે આ યુવતીઓને નેતાઓ સુધી પહોંચાડાતી હતી.
ભાજપના 100 નેતાઓ કચ્છની ખારેક કાંડમાં સંડોવાયેલા હતા. જેમાં અનેક લોકોની વિડિયો ઉતરી અને ભાજપના પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ અને પૂર્વ ધારાસભ્યની હત્યા ભાજપના જ નેતાએ કરી હતી. જે જેલમાં છે.
જો કચ્છ કાંડની તપાસ યોગ્ય રીતે થઈ હોત તો ભારતનું સૌથી મોટા રાજકીય સેક્સ કાંડનો ગુનો બન્યો હોત. થોડા લોકોનો ભોગ લઈને કાંડ દબાવી દેવાયું છે.
ભાભી ઉર્ફે ગીતા શ્રીપાલ અને નલિયાકાંડના સૂત્રધાર મનાતા શાંતિલાલ સોલંકી ‘મામા’ એના મુખ્ય કાંડકર્તા હતા. યુવતીઓને તેઓ શોધી લાવતાં હતા અને ભાજપના નેતાઓને ચરણે ધરતાં હતા.
કચ્છ બળાત્કાર કાંડના કારણે બીજા આવા જ કાંડ અમદાવાદ, વાપી, સુરત, નડિયાદ અને દિલ્હીમાં ગુજરાત ભાજપમાં બન્યા હતા.
ભાજપે નલિયા સામુહિક બળાત્કાર કાંડની તપાસ શંકર ચૌધરીને સોંપવામાં આવી હતી અને તપાસ પર ફિંડલું વાળી દેવાયું હતું.
પીડીતાઓ આજે પણ ન્યાય માંગી રહી છે.
ભાનુશાળી પાસે સેક્સ વિડિયો ક્લિપ હતી. તો ભાનુશાળીની વિડિયો બીજા પાસે હતી.
તેના બે મોબાઈલમાં અનેક નેતાઓની વિડિયો હતી. જે મોબાઈ તેની હત્યા બાદ ગુમ થઈ ગયો છે આજ સુધી મળ્યો નથી.
સુરતમાં યોગીચોક વિસ્તારમાં રહેતી ગુજરાતના ભાજપના પૂર્વ ધારાસભ્ય અને પક્ષના ઉપપ્રમુખ જયંતી ભાનુશાળી પર એક યુવતીએ બળાત્કારની ફરિયાદ કરી હતી. અમદાવાદના એક ખેતરમાં તેના ઉપર બળાત્કાર ભાનુશાળી દ્વારા કરાયો હતો.
એક બીજો કિસ્સો નડિયાદની 31 વર્ષની એક વિધવાનો પણ હતો.
વાપીમાં રહેતી એક યુવતીએ નખાત્રાણા પોલીસ મથકે 15 એપ્રિલ 2018ના રોજ બળાત્કારની ફરિયાદ નોંધાવવા અરજી આપી હતી. જેના પર પોલીસે કોઈ જ કાર્યવાહી કરી નથી.
22 નેતાના સેક્સ કાંડ
ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં હત્યા થઈ ત્યારે તેના મોબાઈલમાં ભાજપનાં 22 દિગ્ગજ નેતાઓની કલીપ હતી. જે મોબાઈલ ગુમ કરી દેવામાં આવ્યો હતો. એક ફોન રહી ગયો, બીજો લઈ ગયા હતા.
ફોનમાં પોતાના પણ વિડિયો હતા. ભાનુશાળીના તે ફોનમાંથી બીજા રહસ્યો પણ નિકળે તેમ હતી. પણ બધુ રફેદફે કરી દેવાયું હતું.
ભાજપના નેતાના ભત્રીજાએ નેતાઓની સેક્સ સીડીની ફરિયાદ નોંધાવી હતી. તેમાં સ્પષ્ટ કહ્યું હતું કે, કચ્છના અબડાસાના ભાજપના પુર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી પાસે અનેક મોટા માથાની અશ્લિલ વિડીયો સીડી હતી.
જયંતી ભાનુશાળીએ મોબાઇલની સાથે પોતાના લેપટોપમાં પણ આવા પુરાવા રાખતા હોવાથી તેના લેપટોપ સહિતની અંગત બાબતોની તપાસ થાય તો કેટલાક રાજકીય નેતાઓના પગ તળે રેલો આવે તેમ છે.
ભાનુસાળી કેસમાં 10 કરોડની ખંડણી માંગવામાં આવી હતી.
1400 પાનાના આરોપનામામાં મુળ મૂદ્દો ગુમ છે.
છબીલ પટેલ
ભાજપના નેતા છબીલ પટેલના કચ્છના વગદાર ભાગીદાર જયંતિ ઠક્કરે પણ ભાજપના ઉપ્રમુખ જયંતિ ભાનુશાળીની હત્યા હનીટ્રેપ અને યુવતિઓના વિડિયો અને સેક્સ માટેની ફરિયાદો કરવામાં સંડોવાયેલો હોવાથી તે જેલમાં છે.
સત્તા મેળવવા માટેનો આ ખેલ હતો.
દિલ્હીમાં બળાત્કાર
દિલ્હીમાં ભાજપના નેતા છબીલ પટેલ સામે યુવતિયએ બળાત્કારની ફરિયાદ કરી હતી.
બીજી દુષ્કર્મની ફરિયાદ નોંધાય તે માટે અનેક સ્ત્રીઓને જયંતી ભાનુશાળીએ તૈયાર કરી હતી.
ઓડિયો કાંડ
કચ્છ ભાજપનું બીજું એક કાંડ 2018 વાસણ આહિરનું બહાર આવ્યું હતું. મોદી અને રૂપાણીના પ્રવાસન પ્રધાન પ્રધાન રહી ચૂકેલા વાસણ આહિરની 10 ફોન કોલની ઓડિયો ટેપ બહાર આવી હતી. જેમાં તેઓ બે મહિલાઓ સાથે અનૈતિક શારિરીક સંબંધ રાખતાં હોવાનું જાહેર થાયું હતું.
અંજારમાં કોંગ્રેસે પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની ભાજપ સરકારના વાસણ આહિરના રાજીનામાંની માંગણી કરી હતી. રેલી, ધરણા અને દેખાવો કરીને કચ્છની બેટી બચાવોના નારા લગાવ્યા હતા.
10 ઓડિયો ટેપ બહાર પાડી છે તે ભાજપના જ એક નેતા હોવાનું માનવામાં આવે છે. છતાં રૂપાણીએ તેમનું રાજીનામું લીધુ ન હતું. ભાજપના ધારાસભ્યની બે પ્રેમિકાઓના ઝઘડાના કારણે આ ઓડિયો બહાર આવી હોવાનું માનવામાં આવે છે.
આ ઓડિયો ટેપ ગુજરાતના દરેક લોકો સુધી પહોંચી ગઈ છે. ભાજપના 65 વર્ષના પીઢ નેતાએ આ બન્ને મહિલાઓ સાથે કામલીલા કરવામાં કંઇ બાકી રાખ્યું નથી. વાસણ આહીર ભાજપની હોદ્દાદારને તો જાહેરમાં પોતાની બેટી ગણાવતાં હતા. પણ ખાનગીમાં તે નેતી સાથે શારીરિક અનૈતિક સંબંધો બાંધ્યા હતા.
ડીસા
ડીસા યુવા ભાજપના નેતા અને ગેનાગોળીયા ગામના ઉપસરપંચ મહેશ માળીએ યુવતી પાસે સેક્સ કરવાની માંગણી કરી યુવતી સાથેના ફોટા પાડીને તે સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધા હતા.
ગાંધીનગરના નેતાઓ હેબતાઈ ગયા હતા. જો સીડી જાહેર થાય તો ઉત્તર ગુજરાતની 5 બેઠકો હારી શકે છે. જેના પડઘા સમગ્ર દેશમાં પડી શકે છે.
આવી ઘટનાઓ બાદ નરેન્દ્ર મોદીએ જાહેરમાં કહેવું પડ્યું હતું કે, ભાજપના કાર્યકરો સાવધ રહે તેમની વિડિયો કોઈ પણ જાહેર કરી શકે છે.
ડીસામાં સેક્સની વિડિયો માટે સ્ટુડિયો
બનાસકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર પસંદ કરવામાં નેતાઓની અશ્લીલ સીડી કાંડ થયો હતો. જે ક્યારેય જાહેર થયો નથી. કે. કા.ના નામે ઓળખાતાં એક નેતાના ફ્રાર્મ હાઉસમાં વિડિયો ઉતારવામાં આવતી હતી. અહીં અનેક નેતાઓ આવીને રાત રોકાતાં હતા અને રાતોને રંગીન બનાવતાં હતા. આ ફાર્મ હાઉસમાં આ પક્ષના અનેક નેતાઓ આવતાં હતા તે તમામની સીડી ઊતરી હોવાનું માનવામાં આવે છે. જાહેર ન કરવાના રૂ.5 કરોડ માંગવામાં આવ્યા હતા.
ઉત્તર ગુજરાતના એક નેતા આ સ્ટુડિયોના આધારે પોતાનું રાજકારણ મજબૂત કરી શક્યા છે. જેના પુરાવા તરીકે ઉપયોગ પણ કરે છે.
નરોડા વોર્ડના મહામંત્રીએ 70થી વધુ અશ્લિલ વીડિયો વ્હોટ્સ એપ ગ્રૂપમાં પોસ્ટ કર્યા હતા. આવી ઘટનાઓ તો અનેક બની છે.
એક સાંસદ
ભાજપનાં આધેડવયના એક સંસદની કામ-ક્રિડાનો કારસો ચર્ચાસ્પદ બન્યો હતો. સૌરાષ્ટ્રના સમાચાર પત્રોમાં તેના નામ વગરના અહેવાલો છપાયા હતા. વર્ષોથી ધારાસભ્ય રહેલા નેતાએ સંસદની ચૂંટણીમાં ઝંપલાવી ભવ્ય વિજય મેળવી નેતાઓની ગૂડ બુકમાં સ્થાન પ્રાપ્ત કરેલું છે. ત્યારે રાજ્યમાં ભાજપની સરકારમાં દબદબો હતો. ઉપરાંત સંગઠનમાં પણ દબદબો હતો.
રૂપાણીના પ્રધાન ગજેન્દ્રસિંહ
ગજેન્દ્રસિંહ સામે આરોપ કરનારી વંદના સામે ફરિયાદ થઈ હતી.
ચાલ-ચરિત્ર અને ચહેરાનું સુત્ર લઇને નીકળેલી ભાજપાએ હવે સેક્સ- સંગઠન અને સત્તાનું નવું કલ્ચર સ્વીકારી લીધુ હોય તેમ લાગે છે. ગુજરાતમાં ભાજપની સત્તા 30 વર્ષથી હોવાથી હવે તેમાં સત્તાની તમામ અવગુણ આવી ગયા છે. ભાજપના અનેક નેતાઓ ભ્રષ્ટાચાર, કૌભાંડ, અત્યાચાર, અનાચાર અને ચારિત્ર હીન હોવાના બનાવ રોજ બહાર આવે છે.
પીડિતાએ જાહેર કર્યું છે કે, ભાજપમાં અનેક મહિલાઓ સાથે પ્રધાને ખરાબ કૃત્ય કર્યું છે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ભાજપના ધારાસભ્ય તથા અન્ન અને નાગરીક પૂરવઠા અને ગ્રાહકોના વિભાગના રાજયકક્ષાના પ્રધાન રહેલા ગજેન્દ્ર પરમાર વિરુદ્ધ અમદાવાદ ભાજપની એક મહિલા કાર્યકરે શારિરીક શોષણનો આરોપ મૂકીને 2020માં પત્ની તરીકેનો હક્ક માંગ્યો હતો.
ગજેન્દ્રએ મહિલાને ગાંધીનગરના MLA કર્વાટરમાં બોલાવીને અનૈતિક સંબંધો બાંધ્યા હતા. બળાત્કાર કર્યો હતો. ગજેન્દ્ર તેણીને પત્ની તરીકેના હક્ક આપવાનું કહીને સંબંધ બાંધ્યો હતો. પછી ગજેન્દ્ર પ્રધાન બન્યા છે.
ભાજપની મહિલા કાર્યકરે ન્યાય મેળવવા મુખ્યમંત્રીને રજૂઆત કરવા ગઈ હતી. તેમાં સફળતા ન મળતાં મહિલાએ આત્મ વિલોપનની ચીમકી ઉચ્ચારી હતી.
પ્રદેશ ભાજપના કિસાન મોરચાના અધ્યક્ષ હિતેષ પટેલે સમાધાન કરવાના બહાને પીડિત મહિલાના નામે 80 લાખ પડાવી લીધાનો ઓડિયો ક્લિપમાં આક્ષેપ થયો છે.
મહિલાએ સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ જે.ડી. પટેલને ફોન કરીને જાણ કરી હતી. ન્યાય નહીં મળે તો આત્મવિલોપન કરશે એવું પણ કહ્યું હતું. ફોન ટેપની ઓડીયો ક્લીપ જાહેર કરાઈ છે.
ભાજપના જ નેતા સામે
તલોદ તાલુકાના ભાજપના યુવા નેતા કિશોરસિંહ ઝાલાએ તાજેતરમાં ફેસબુક પર લાઈવ કરીને આક્ષેપો કર્યાં હતા. ધારાસભ્યે નેતા બ્લેકમેઈલ કરતાં હોવાનું કહ્યું હતું. પુરાવા રજૂ કરવા પડકાર ફેંક્યો હતો. પછી આ મહિલા બહાર આવી હતી અને ટેપ સાથેના પુરાવા જાહેર કર્યા હતા. પછી ઝાલાએ ગજેન્દ્રનો યુવતી સાથેનો બેડરૂમમાં પલંગ પર બેઠેલા હોવાનો સેલ્ફી ફોટો જાહેર કર્યો હતો.
મારા મોબાઇલમાં સેલ્ફી સહિત કેટલાક ન્યૂડ ફોટા પાડયા હતા.
રૂપાણીએ તપાસ ન કરી
ભાજપના નેતાઓ ફરિયાદ જ લેવા દેતા નથી. ત્યાં ન્યાય કઈ રીતે મળશે. મહિલાને ન્યાય આપવાના બદલે તેની સામે મહેસાણામાં કેસ ઠોકી દીધો હતો.
30મી જુલાઈ 2020ના રોજ ધારાસભ્યના નિવાસે બપોરે 1થી 2.30 વાગ્યા સુધી ગજેન્દ્રએ શારીરિક સંબંધ બાંધ્યા હતા. ગજેન્દ્રસિંહે 15થી વધુ વખત સંબંધ બાંધ્યા હતા.
બળાત્કાર વધ્યા
10 વર્ષમાં બળાત્કારની ઘટનાઓ ગુજરાતમાં વધી છે. 2010માં 402 બળાત્કારની ઘટનાઓ બની હતી. 2018માં 936 બળાત્યાર ગુજરાતમાં થયા હતા. છેડતી 1300 થાય છે. 5 હજાર મહિલાઓ ગુમ થતી હતી તે 10 વર્ષ પછી વધીને 6100 થઈ છે.
ભાજપના નેતાઓના બળાત્કારો
નર્મદા જિલ્લા ભાજપ ઉપપ્રમુખે આદિવાસી યુવતી પર બળાત્કાર કર્યો હતો. ભાજપે તેને સસ્પેન્ડ કર્યા હતા.
BJP એટલે બળાત્કાર જનતા પાર્ટી: કમલનાથ. ભાજપના 20 નેતા પર દુષ્કર્મનો આરોપ. – મેક ઈન ઈન્ડિયા નહીં રેપ ઈન ઈન્ડિયા, બેટી પઢાઓ-બચાઓ …
કોડીનારના ભાજપ અગ્રણીનો 14 વર્ષની સગીરા પર દુષ્કરમા કર્યું ત્રણેક માસમાં ત્રણ વખત અગ્રણીએ બળાત્કાર .
સુરતમાં ભાજપના વિશાલ પાટીલ સામે બળાત્કારનો આક્ષેપ હતો ત્યાં, સુરતમાં ઉધના વિસ્તારમાં રહેતા ભાજપના કાર્યકર્તા સામે વધુ એક બળાત્કારની ફરિયાદ વિશાલ પાટીલ . ભાજપના વિશાલ પાટીલ સામે 17 વર્ષની કિશોરી ઉપર બળાત્કારનો આરોપ
રાજકોટમાં ભાજપ-કોંગ્રેસના નેતા રિવોલ્વર બતાવી બળાત્કાર કર્યો હતો.
ભાજપ નેતાએ અમરેલીમાં વિધવા મહિલાને બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ નોંધાઇ છે.
તિલકવાડા તાલુકાની 30 વર્ષની યુવતીએ નર્મદા જિલ્લા ભાજપ પર આરોપ મૂક્યા હતા.
ભાજપના સૌથી વધુ 21 સાંસદો કે ધારાસભ્યો મહિલાઓ વિરુદ્ધના ગુના રહ્યાં હતા.
વડોદરામાં બળાત્કાર કેસમાં સંડોવાયેલા ભાજપના નેતાની હકાલપટ્ટી થઈ ન હતી.
ભુજના ભાજપના તાલુકા પંચાયતના સદસ્યએ આદિવાસી મહિલા પર બળાત્કાર કર્યો હતો. સ્થાનિક પોલીસે પણ તેમની ફરિયાદ ન લેતાં તેમના પિયરમાં જઈ ફરિયાદ કરવી પડેલી.
વિરમગામની સભામાં પણ એક દલિત દિકરીએ ધ્રુસકે ધ્રુસકે રડતા પોતાની આપવીતી વ્યકત કરતાં જણાવેલું કે, તેમના ઉપર પણ ભાજપના પ્રમુખે બળાત્કાર ગુજાર્યો છે.
કે સી પટેલ
ગુજરાત BJP વલસાડના સાંસદ કે સી પટેલનો અશ્લીલ વીડિયો જાહેર થયો હતો. એક મહિલા વકીલે બળાત્કારનો આક્ષેપ કરી તેના ગાઝિયાબાદના ઘેર અશ્લીલ વીડિયો ઉતારી લેવાયો હતો. એ પછી યુવતીએ અશ્લીલ તસવીરો તથા વીડિયો બહાર નહીં પાડવાના બદલામાં પાંચ કરોડ રૂપિયા માંગ્યા હતા. કે સી પટેલ પર બળાત્કારનો આરોપ મૂક્યો હતો.
રાજકાણ
21 સપ્ટેમ્બર 2021માં મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરએ બળાત્કાર મામલે ગુજરાતમાં મહિલાઓની સુરક્ષાના મામલે એક મહિનાનું વિશેષ સત્ર બોલાવવાની માગ કરી હતી.
ગુજરાતમાં શહેરા વિધાનસભા મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય જેઠા આહિરની સામે બળાત્કારનો આરોપ હતો. ગુજરાતમાં 11 MLA-MP એવા છે કે જેમની સામે મહિલાઓ સામેના ગુના છે. જે છેડતી, અવમાન, હત્યા, બળાત્કારનો પ્રયાસ જેવા ગુનાઓનો સમાવેશ થાય છે.
સમગ્ર દેશમાં 3 ધારસભ્યો સામે બળાત્કારના કેસ છે. જેમાં ગુજરાતના એક ભાજપના છે.
જેઓ ગુનાખોરી સાથે સંકળાયેલાં છે તેમને ટિકિટ આપવી ન જોઈએ.
રાજકીય પક્ષોએ મહિલાઓ સામે ગુના અંગે માપદંડ જાહેર કરવો જોઈએ કે જેના પર ઉમેદવારોને ટિકિટ આપવામાં આવે છે.
સંસદસભ્યો અને ધારાસભ્યો સામેના કેસો ઝડપી ચલાવવા જોઈએ.
પાટણનો પીટીસી કાંડ, કચ્છમાં મહિલાનો જાસુસીકાંડ, રાજ્યમાં મહિલાઓ ઉપર થતા દુષ્કર્મ, જાતીય સતામણી અને અત્યાચારની નિંદનીય ઘટનાઓથી માથું શરમથી ઝૂકી જાય છે.
બળાત્કારી ભાજપ
ભાજપ બળાત્કારી પક્ષ બની ગયો ?
રાજકોટમાં કોલેજની એક દીકરી પર બળાત્કાર કરવામાં આવ્યો એને પીંખી નાખવામાં આવી એમાં પણ ભાજપના નેતાઓ સંડોવાયેલા છે પરંતુ હદ તો ત્યારે થાય છે કે ભાજપના પ્રદેશ લેવલના એક નેતાની હોસ્પીટલમાં આવ્યા દુસ્કૃત્યો કરવામાં આવે છે તેમ છતાં એમનો વાળ પણ વાંકો નથી થતો. રાજકોટ, લોધીકામાં ગૌચરની જમીનો પચાવી પાડવામાં પણ ભાજપના નેતાઓ સંડોવાયેલા છે એની સામે સ્થાનિકો વારંવાર રજુઆતો કરે છે છતાં કોઈ કાર્યવાહી થતી નથી.