દિલીપ પટેલ
અમદાવાદ, 18 ઓગસ્ટ 2024
Gujarat: પશ્ચિમ બંગાળમાં મેડિકલ કોલેજની વિદ્યાર્થીની પર થયેલા અત્યાચારની ચર્ચા આખા ગુજરાતમાં છે.
Gujarat ભાજપના સત્તાધીશો આ મુદ્દો ગુજરાતમાં ઉછાળી રહ્યાં છે. કારણ કે બંગાળમાં ભાજપની સરકાર નથી. પણ ગુજરાતમાં ભાજપની સરકાર છે ત્યારે મહિલાઓ પર કેવો અત્યાચાર થઇ રહ્યાં છે તે અંગે ભાજપના નેતાઓ મૌન છે. આંખ અને કાન બંધ કરીને ગાંધીનગર અને દિલ્હીમાં બેસી ગયા છે.
ગુજરાતમાં મહિલાઓ પર કેવા અત્યાચાર થઇ રહ્યાં છે તેની વિગતો કંપાવી દે એવી છે.
તે અંગે ભાજપના નેતાઓ કંઈ બોલવા તૈયાર નથી.
ગુજરાતમાં મહિલાઓ વિરૂધ્ધ થતા અત્યાચારોની સામે ફરિયાદ કરવા 181 અભયમ્ હેલ્પલાઇન 4 ફેબ્રુઆરી 2014માં શરૂ થઈ ત્યારથી 2019 સુધીમાં 52 લાખ કોલ અને 2014થી 2024ના 10 વર્ષમાં 1 કરોડ ફોન મળ્યા છે.
રોજના 3500 બનાવો મહિલા સામે બની રહ્યા છે. 2013 પહેલા પોલીસમાં મહિલા કર્મચારી 33 ટકા ન હતા ત્યારે રોજના 11 હજાર ઘટનાઓ મહિલાઓ સામેની બનવી હતી. તે ફોન કોલ હતા. પણ ખરેખર પોલીસમાં તો રોજના સરેરાશ 22 ગુના નોંધાતા રહ્યાં છે.
ગુજરાતમાં મહિલાને લગતાની ગુન્હાઓની સંખ્યા
વર્ષ – મહિલા સામે ગુના
2017-18 – 8133
2018-19 – 8329
2019-20 – 8799
2020-21 – 8028
2021-22 – 7348
2022-23 –
વર્ષે 12 લાખ ગુના મહિલા પરના અત્યાચારના કે તેમની સામેના ગુના નોંધાયા છે.
2017-21 સુધીમાં ભાજપના રાજમાં ગુજરાતમાં મહિલાને લગતા 40,600 ગુન્હાઓ નોધાયા હતા.
ગુજરાતમાં પ્રતિ લાખ જનસંખ્યા પ્રમાણે 174 પોલીસ જવાન હોવા જેઇએ જેની સામે ગુજરાતમાં પ્રતિ લાખ માત્ર 117 પોલીસ જવાન છે. આંતરરાષ્ટ્રીય ધોરણો પ્રમાણે 1 લાખ માણસોએ 1100 પોલીસ જોઈએ.
ગુજરાતમાં મહિલાઓ પર સાઈબર હુમલા 150 ટકા વધ્યા પણ કોઈને સજા નહીં.
ખાનગી બસ અને એસટી બસમાં મહિલાઓ માટે પેનિક બટન લાવવું ફરિજીયાત છે. પણ તે લગાવાયા પણ ચાલતા નથી.
સુરતમાં સી આર પાટીલની હાજરીમાં સુમપામાં ભાજપના કાર્યર્તાઓએ મહિલાઓનું અપમાન કરીને 2019માં કપડાં ફાડી નાખ્યા હતા.
પીવાનું પાણી નથી મળતું પણ દારૂ બધે મળે છે જેથી મહિલાઓની સલામતી જોખમાય છે.
મહિલાઓ ગુમ
ગુજરાત રાજ્યમાં 18 વર્ષથી ઉપરની 42 હજાર મહિલાઓ 5 વર્ષમાં ગુમ થઈ હતી. જેમાંથી સરેરાશ વર્ષે 5 હજાર મહિલાઓની ભાળ મળતી નથી.
2016માં 7,105, 2017માં 7,712, 2018માં 9,246 અને 2019માં 9,268 મહિલાઓ ગુમ થઈ હતી. 2020માં 8,290 મહિલાઓ ગુમ થઈ હતી, જે કુલ સંખ્યા 41,621 પર પહોંચી ગઈ હતી.
બળાત્કાર
ભાજપ શાસનમાં દરરોજ 5 બળાત્કાર-દુષ્કર્મની કાળજું કંપાવે તેવી ઘટનાઓ થાય છે
ગુજરાતનાં ગૌરવને લાંછન લગાડતી બળાત્કાર-દુષ્કર્મની ઘટનાઓને રોકી શકાતી નથી, કોઈને ભય નથી. તાલાળા તાલુકામાં 9 વર્ષની માસૂમ દીકરીનું વધ કરવામાં આવે, સુરતમાં 13 વર્ષની દિવ્યાંગ દીકરી સાથે અડપલાં થાય, રાજકોટમાં કન્યા છાત્રલય બહાર અવારનાર છેડતી થાય અને ફરિયાદ બાદ પણ તંત્ર ઊંઘતું રહે છે.
ભાજપ સરકારનાં શાસનમાં દીકરી-મહિલાઓની સુરક્ષા ભગવાન ભરોસે છે. 2 વર્ષમાં ગુજરાતમાં 3796 બળાત્કાર અને 61 ગેંગરેપની ઘટના નોંધાઈ હતી. ગુજરાતના અમદાવાદમાં સૌથી વધુ 729 બળાત્કારની ઘટના અને 16 જેટલી ગેંગરેપની ઘટનાઓએ ભાજપની મહિલા સુરક્ષાની સૂફીયાણી વાતોની પોલ ખોલી નાખી હતી.
ગુજરાત અને દેશમાં મહિલા પરના અત્યાચારની ઘટનાઓમાં મોટો વધારો થયો છે.
‘નિર્ભયા ફંડ’ જેવું અલાયદુ મોટુ ફંડ ફાળવવામાં આવ્યું. ભાજપ સરકારના શાસનમાં નિર્ભયા ફંડનું ઉપયોગ થતો હોય તેવુ જણાતું નથી. મહિલા – દિકરીઓ પર થઈ રહેલા એસીડ એટેક, ડોમેસ્ટીક વાયોલન્સ, બળાત્કાર, ગેંગરેપ, અપહરણ, છેડતી, દહેજ માટે સતામણી, સહિતના ગંભીર ગુન્હાઓ વધી રહ્યાં છે. તે દર્શાવે છે કે, ભાજપ સરકારમાં મહિલા – દિકરીઓ સુરક્ષીત નથી.
ગર્ભપાત
ગુજરાતમાં સ્ત્રી-પુરૂષના (Gender) ગુણોત્તરમાં ભારતના 943ની સામે આ ગુણોત્તર 919નો છે.
ગુજરાતમાં પાંચ વર્ષમાં 1 લાખ 71 હજાર મહિલાઓએ ગર્ભપાત કરાવ્યું હતું.
વર્ષ 2016-17માં 28204
વર્ષ 2017-18માં 42391
વર્ષ 2018-19માં 41,883
વર્ષ 2019-20માં 28660
વર્ષ 2021-22માં 30187 મહિલાઓએ ગર્ભપાત કરવામાં આવ્યા હતા.
આ આંકડા માત્ર કાયદેસર નોંધાયેલ ગર્ભપાતના આંકડા છે, ગેરકાયદેસર-ગેરકાનૂની ગર્ભપાતના આંકડા કેટલો ચોકાવનાર અને મોટા હશે?
બાળકીઓના મોતનું તંડવ
સિવિયર એક્યુટ માલન્યુટ્રીશન’ (SAM)ને લીધે
વર્ષ 2020-21માં 9606,
વર્ષ 2021-22માં 13048
વર્ષ 2020-23માં 18978 બાળકો ન્યુટ્રીશન રિહેબિલિટેશન સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ગુજરાતમાં સરેરાશ વર્ષે 12 લાખ બાળકોના જન્મ સમયે 30 હજારથી બાળકોના મોત થાય છે.
પાંચ વર્ષમાં 7,15,515 બાળકો કુપોષિત હતા.
બાળકો-ગર્ભવતી મહિલાઓ યોગ્ય અને પુરતી સુવિધા આપવામાં નિષ્ફળ નીવડ્યું છે.
વાઈબ્રન્ટ ગુજરાતમાં કુપોષિત બાળકોની વધતી જતી સંખ્યા ગુજરાત માટે ચિંતાનો વિષય છે. પોષણ અભિયાનોના નામે કરોડો રૂપિયા ક્યાં ગટર થઈ જાય છે ? તે તપાસ નો વિષય છે.
2022માં કુપોષણના મુદ્દે સમગ્ર રાજ્યની જો વાત કરી તો ગુજરાતમાં 1.42 લાખ બાળકો કુપોષિત હતા. જેમાં સૌથી વધુ 14 હજારની સંખ્યા દાહોદમાં હતા. ગુજરાતમાં હાલમાં 1,42,142 બાળકો કુપોષણનો શિકાર બન્યાં હતા. જેમાં અતિ ઓછા વજન ધરાવતા બાળકોની સંખ્યા 24,101 હતા. જ્યારે ઓછા વજનવાળા બાળકોની સંખ્યા 1,18,041 હતો. રાજ્યમાં સૌથી વધુ દાહોદ જિલ્લામાં કુપોષણથી પીડાતા 14,191 બાળકો હતા.
જે પૈકી 13500 બાળકો બાળકોનાં મોત થયાં હતા.
ગુજરાતમાં દર 100 બાળકોએ સરેરાશ 15 જેટલાં પ્રીમેચ્યોર બેબી જન્મે છે. 3 મહિનામાં 120328 કુપોષિત બાળકોનો જન્મ થયો હતો.
ગામડાઓ કરતા મહાનગરોમાં કુપોષણની સ્થિતિ વધુ ચિંતાજનક હતો જ્યાં અમદાવાદમાં 1,925 બાળકો કુપોષણનો શિકાર હતો જ્યારે સુરતમાં 5318, રાજકોટમાં 3021, વડોદરામાં 6154 બાળકો કુપોષિત બાળકો હતો.
ગુજરાતમાં 10 લાખ બાળકો અને મહિલાઓ કોરોના સમયમાં કુપોષણનો ભોગ બન્યા હતા. 42 લાખ કુપોષિત લોકો માટે ટેક હોમ રાશન આપે છે તે ક્યાં જાય છે.
ડ્રગ્સ
ગુજરાતમાં 17 લાખ 35 હજાર પુરુષો અને 1 લાખ 85 હજાર મહિલાઓ ડ્રગ્સના બંધાણી બનાવી દેવાયા છે. તેનીથી 20 ગણો આંકડો હોવાની પૂરી સંભાલવા છે. મોઘવારી, બેરોજગારી ઉપરાંત અન્ય કારણોસર સગીર વયના બાળકો, મહિલાઓને ડ્રગ્સની તસ્કરી માટે ડ્રગ્સ માફિયાઓ ઉપયોગ કરી રહ્યા છે.
મણિપુર
મણીપુરમાં મહિલાને નિર્વસ્ત્ર કરીને જાહેરમાં કરેલ બર્બરતા પૂર્ણ કૃત્ય ત્યારબાદ થયેલા સામૂહિક બળાત્કારના પાશવી કૃત્ય બાબતે કડકમાં કડક પગલા લઈ દોષીતોને સજા થાય તથા ચાલી રહેલી હિંસા રોકવામાં નિષ્ફળ ગયેલી રાજ્ય તથા કેન્દ્રની ભાજપ સરકારને પદભ્રષ્ટ કરવાની માંગ સાથે સમગ્ર દેશ ચિંતામાં છે. પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ અંગે તદ્દન ઉદાસીન છે. તાજેતરમાં જ એક વિડીયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં કેટલાક રાક્ષસો બે મહિલાઓ સાથે એવા કૃત્યો કરી રહ્યા છે જેવા કોઈ હિંસક પશુ પણ ન કરે. આ દાનવોને માનવ ગણવા એ પણ માનવતાનું અપમાન છે.
આ નિર્લજ્જ રાક્ષસો મહિલાઓને નિર્વસ્ત્ર કરીને જાહેરમાં એનું સરઘસ કાઢી રહ્યા છે અને એ અબળાઓ સાથે જાહેરમાં છેડછાડ પણ કરી રહ્યાં છે. સરઘસ કાઢવાથી શાંતિ ન મળી હોય એમ સરઘસના અંતે આ મહિલાઓ ઉપર સામુહિક બળાત્કાર પણ ગુજારવામાં આવ્યો અને હવે એ મહિલાઓના નિર્વસ્ત્ર વિડીયો પણ વાઈરલ પણ કરવામાં આવ્યા. સભ્ય સમાજમાં દેશના સર્વોચ્ચ પદ ઉપર એક મહિલા બિરાજમાન હોય અને એ છતાંય દેશના એક ભાગમાં મહિલાઓ સાથે આ કક્ષાનું નિકૃષ્ટ કૃત્ય કરવાનું કોઈ વિચારી પણ કેવી રીતે શકે ?
કઠુવા, ઉન્નાઓ, હથરસ કે બિલ્કિસ ની ઘટના છે.
બ્રિજભૂષણ
બ્રિજભૂષણસિંહની ધરપકડ કરીને રેસલીંગ ફેડરેશનમાંથી બરખાસ્ત કરાયા ન હતા. આંદોલન કરી રેહલી દીકરીઓને દિલ્હી પોલીસે માર માર્યો, પીછો કર્યો અને અટકાયતમાં લીધી હતી. એક તરફ નવા સંસદભવનમાં પીએમ મોદી લોકશાહી માટે, મહિલાઓની ગરિમાની બૂમો પાડી રહ્યા હતા, તો બીજી તરફ થોડાક જ કિલોમીટર દૂર અમિત શાહની દિલ્હી પોલીસ દીકરીઓના શાંતિપૂર્ણ આંદોલનને બુટ નીચે કચડી રહી હતી.
રાજકારણમાં વિરોધ
પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી દ્વારા 1989માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 33% મહિલા અનામત લાવવામાં આવી હતી. તેનો વિરોધ ભાજપના નેતા અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, યશવંત સિંહા અને રામ જેઠમલાણીએ કર્યો હતો. 15 લાખ મહિલાઓ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં નેતૃત્વ કરી રહી છે.
લોકસભાની ચૂંટણીમાં 1985થી 2017 સુધીમાં ગુજરાતમાં કોંગ્રેસ એ 97 મહિલા ઉમેદવાર આપ્યા જ્યારે ભાજપ એ 76 ઉમેદવાર આપ્યા હતા.
ગુજરાત વિધાનસભામાં 1960થી 2017 સુધીના 62 વર્ષમાં 137 મહિલા ધારાસભ્યો ચૂંટાયા હતા.
ઉદ્યોગોમાં
ગુજરાતમાં લઘુ ઉદ્યોગ-સ્વરોજગારમાં મહિલા કર્મચારીઓની સંખ્યા 16.62 ટકા છે. ગુજરાતનાં લઘુ ઉદ્યોગોના કુલ ઉત્પાદનમાં મહિલાઓની ભાગીદારી માત્ર 9.04 ટકા જેટલી છે. ગુજરાત ટકાવારીની દ્રષ્ટીએ રાષ્ટ્રીય સરેસાશ કરતા અડધી જેટલી છે.
રાજ્ય સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો સેક્ટરમાં મહિલા કર્મચારીઓ (ટકામાં)
1-મણીપુર 39.54
2-સિક્કીમ 33.09
3-તમીલનાડુ 30.75
4-આંદ્રપ્રદેશ 29.44
5-છત્તીસગઢ 22.73
6-રાજસ્થાન 20.82
7-ગુજરાત 16.82
ઔદ્યોગીક તાલીમ સંસ્થાઓમાં મહિલા તાલીમાર્થીઓની સંખ્યા માત્ર 18.78 ટકા જ છે.
70% ખેતી અને ખેત મજૂરી મહિલા ઉપર છે.