કચ્છના રણમાં બની રહેલા ઉર્જા પાર્ક અને અન્ય પરિયોજનાને વધુ વેગવાન બનાવવા માટે BSF દ્વારા પહેલી એપ્રિલથી ગુજરાત પોલીસને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. ખાવડા- વિઘાકોટ પર આવેલા ઈન્ડિયા બ્રિઝની સુરક્ષાની જવાબદારી ગુજરાત પોલીસને સોંપાઈ છે.ઈન્ડિયા બ્રિઝની સુરક્ષાની જવાબદારી હાલ BSF દ્વારા સંભાળવામાં આવતી હતી. ત્યારે સુરક્ષાને ધ્યાનમાં રાખી ગુજરાત પોલીસને હવે આ જવાબદારી સોંપવામાં આવી છે.કચ્છના રણમાં ઉર્જા પાર્કનું નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. જેથી કામદાર, વાહન અને ભારે મશીનનો તેમા ઉપયોગ થવાનો છે. ત્યારે ઈન્ડિયા બ્રિજની સુરક્ષાને નક્કી કરવી વધારે જરૂરી છે. જેથી આ બ્રિજની સુરક્ષાની જવાબદારી બીએસએફને સોંપવામાં આવી છે.
