અમદાવાદમાં નવા બનેલા મોટેરા સ્ટેડિયમમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદીના પ્રવાસને લઈ મુખ્યમંત્રી રૂપાણી સ્ટેડિયમની મુલાકાત કરી.અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર, ગૃહમંત્રી અને ગુજરાતના પોલીસ વડા પણ આ મુલાકાતમાં હાજર રહ્યા હતા.સ્ટેડિયમની સમીક્ષા બાદ રૂપાણીએ કહ્યું કે 24 ફેબ્રુઆરીનો કાર્યક્રમ અદભૂત અને અવિસ્મરણીય રહેશે.
આપને જણાવી દઈએ કે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોમવારે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું કે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ વૉશિંગ્ટનથી સીધા અમદાવાદ આવી રહ્યાં છે. અહીં મોટેરા સ્ટેડિયમમાં “નમસ્તે ટ્રમ્પ” કાર્યક્રમમાં 1 લાખથી વધુ લોકો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ ગુજરાત માટે ઐતિહાસિક રહેશે.