ગુજરાતમાં બેકાબુ થયેલા કોરોના સંક્રમણ વચ્ચે રાજ્ય સરકારે તો સરકારી કર્મચારી અને ખાનગી કર્મચારીમાં માત્ર 50 ટકા સ્ટાફ જ કામ કરી શકશે. 50 ટકા સ્ટાફ ઑલ્ટરનેટિવ ડે સાથે કામ કરે તેવો નિયમ જાહેર કર્યો હતો. આ સાથે જ લગ્નમાં પણ જાહેર કાર્યક્રમો નહીં થઈ શકે અને લગ્ન સમારંભની મર્યાદા પણ 50 વ્યક્તિની કરવામાં આવી હતી. બીજી બાજુ કોરોનાને અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ શહેરમાં આવતી તમામ ખાનગી ઓફિસ, કોમર્શિયલ એકમો અને સંસ્થાઓમાં 50 ટકા જ સ્ટાફ અથવા ઑલ્ટરનેટ દિવસે કર્મચારીઓને બોલાવવાનો નિર્ણય કર્યો હતો. આવી સ્થિતિ વચ્ચે કોવિડ સંદર્ભે લગ્નપ્રસંગ અંગેની ગાઈડ લાઈન તથા અન્ય બાબતો અનુસંધાને રાજ્ય પોલીસ વડા આશીષ ભાટિયાએ મહત્વનો મેસેજ સોશિયલ મીડિયા દ્વારા જનતાને પાઠવ્યો છે. તેઓએ જણાવ્યું કે, ‘લગ્ન પ્રસંગમાં માત્ર 50 લોકો જ હાજરી આપી શકશે. ઉપરાંત રાત્રી કરફ્યુ દરમ્યાન લગ્ન પ્રસંગ યોજી શકાશે નહીં.’
વધુમાં તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં હવે લગ્ન યોજવા માટે પણ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું પડશે. ડિજિટલ ગુજરાતના પોર્ટલમાં ફરજીયાતપણે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. https://t.co/ejwoIDntZq પર જઈને મેરેજ રજીસ્ટ્રેશન પર ફોર્મ ભરવું પડશે. આ સાથે જ પોલીસ વિભાગને જાણ થાય અને મોનેટરિંગ વ્યવસ્થા કરી શકાય તે માટે તેમજ કોરોના સંક્રમણને અટકાવવા લગ્નમાં 50ની વધુ લોકો ભેગા ના થાય તેવી અપીલ
પણ કરી છે. પરંતુ જો આ ગાઈડલાઈનનું ભંગ થશે તો તેઓની વિરૂદ્ધ કડક કાર્યવાહી પણ કરાશે તેવો આદેશ આપ્યો છે. આ સાથે જ તેમણે વધુમાં એમ પણ જણાવ્યું કે, ‘કોરોના કાળ વચ્ચે કોઈ પણ પ્રકારના ભયજનક કે પછી અફવા ફેલાય તેવા મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરવા નહીં. કારણ કે ગુજરાત પોલીસ વિભાગની સોશિયલ મીડિયા ઉપર ચાંપતી નજર રહેલી છે.’ ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચારે બાજુ કોરોના સંક્રમણ ફેલાતા લોકોમાં ભયનો માહોલ ઊભો થયો છે એવી સ્થિતિમાં રાજ્ય સરકારે થોડાંક દિવસો અગાઉ જ એવો આદેશ જાહેર કર્યો હતો કે, હાલમાં કોરોનાની વર્તમાન સ્થિતિને જોતા રાજ્યમાં સરકારી કર્મચારી અને ખાનગી કર્મચારીમાં માત્ર 50 ટકા સ્ટાફ જ કામ કરી શકશે. 50 ટકા સ્ટાફ ઑલ્ટરનેટિવ ડે સાથે કામ કરે તેવો નિયમ જાહેર કર્યો હતો. આ સાથે જ લગ્નમાં પણ જાહેર કાર્યક્રમો નહીં થઈ શકે અને લગ્ન સમારંભની મર્યાદા પણ 50 વ્યક્તિની કરવામાં આવી હતી.’