Political Donation ગુજરાતના ઉદ્યોગકારો રાજકીય દાનમાં દિલ્હીના ઉદ્યોગપતિઓથી પાછળ, પણ મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતાને પછાડી દીધા
દિલીપ પટેલ
નવી દિલ્હી/ગાંધીનગર: એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ની તાજેતરની રિપોર્ટ મુજબ, 2023-24 નાણાંકીય વર્ષમાં રાજકીય પક્ષોને કુલ રૂ. 2544.28 કરોડનું દાન મળ્યું હતું. સૌથી વધુ દાન દિલ્હીની ઉદ્યોગિક સંસ્થાઓ તરફથી મળ્યું હતું — રૂ. 990 કરોડ. ગુજરાત બીજા નંબરે રહ્યું હતું, જ્યાંથી કુલ રૂ. 404 કરોડનું દાન રાજકીય પક્ષોને મળ્યું હતું, જ્યારે મહારાષ્ટ્ર ત્રીજા સ્થાને છે.
Political Donation ગુજરાતમાંથી મળેલા દાનમાં 99% હિસ્સો ભાજપનો છે. એકલા વર્ષમાં ભાજપે ગુજરાતમાંથી રૂ. 402 કરોડનું દાન મેળવ્યું, જ્યારે કોંગ્રેસને માત્ર રૂ. 2.45 કરોડ મળ્યા. ઉલ્લેખનીય છે કે, મોટા ભાગના દાનદાતાઓ ઉદ્યોગપતિઓ, બિલ્ડરો અને મોટા-મોટા કોન્ટ્રાક્ટરો છે.
મોદીના શાસન પછી ભંડોળમાં ઉછાળો
2016-17માં ભાજપને રૂ. 174 કરોડનું દાન મળ્યું હતું. આકરા વિધેયક કાયદાઓ છતાં, આજે દાનની રકમ 9 વર્ષમાં ઘણી વધીને અનેકગણી થઈ છે. માત્ર 2023-24માં જ ભાજપે રૂ. 2343.94 કરોડનું ભંડોળ મેળવી લીધું છે, જે અન્ય ચાર રાષ્ટ્રીય પક્ષોના કુલ ભંડોળથી છગણી છે.
ગુજરાતના દાન-દાતાઓ: ખુલ્લેઆમ નહીં, ખાનગીમાં દાન
ફોર્બ્સ 2024 મુજબ, શિવ નાદાર દેશના સૌથી મોટા દાનવીર ઉદ્યોગપતિ તરીકે સામે આવ્યા છે. તેઓ અદાણી, અંબાણી, મહેતા અને ટાટાથી પણ વધુ દાન આપે છે. તેમ છતાં, ગુજરાતના મોટા ઉદ્યોગપતિઓ જાહેર સેવા માટે કે જાહેર રીતે રાજકીય દાન આપતા દેખાતા નથી. એવી ધારણા છે કે તેઓ ખાનગીમાં, મોટા પ્રમાણમાં ભાજપને દાન આપી રહ્યા છે.
ચૂંટણી બોન્ડ: ભાજપને સૌથી વધુ લાભ
2019થી 2024 વચ્ચે ભારતીય ઉદ્યોગોએ 22,217 ચૂંટણી બોન્ડ ખરીદ્યા, જેમાંથી 50% ભાજપને મળ્યા. મોટા દાનદાતાઓમાં ટોરેન્ટ પાવર, વેલસ્પન, ઝાયડસ, ઈન્ટાસ, નિર્મા, અલેમ્બિક જેવા ગુજરાત આધારિત જૂથો શામેલ છે.
એક વર્ષમાં દિલ્હીના ઉદ્યોગપતિઓએ રાજકીય પક્ષોને 405 કરોડ રૂપિયાનું દાન આપ્યું, ગુજરાત બીજા ક્રમે છે
દિલ્હી પછી ગુજરાતના ઉદ્યોગપતિઓએ રાજકીય પક્ષોને દાન આપવા મામલે મુંબઈ, મદ્રાસ અને કોલકાતાને પાછળ મૂકી દીધા છે. માનવામાં આવી રહ્યું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર ઉદ્યોગોને કાયદાના જાળામાં લાવીને મદદરૂપ બની રહી છે. ભૂપેન્દ્ર પટેલે નરેન્દ્ર મોદીના 12 વર્ષના શાસન દરમ્યાન ઉદ્યોગોને સૌથી વધુ જમીન ફાળવી છે — આ જ કદાચ મુખ્ય કારણ બની શકે છે.
ફોર્બ્સ 2024 અનુસાર
ફોર્બ્સની 2024ની “ભારતના સૌથી ધનિક દાતાશીલ લોકો”ની યાદી મુજબ, દિલ્હીના શિવ નાદાર ટોચે છે. તેમની સંપત્તિ 1,25,000 કરોડ રૂપિયાની છે અને તેઓ અત્યાર સુધીમાં 2,98,898 કરોડ રૂપિયા દાનમાં આપી ચૂક્યા છે. શિવ નાદારએ ગુજરાતના અદાણી, અંબાણી, મહેતા અને ટાટા કરતાં પણ વધુ દાન આપ્યું છે. જ્યારે ગુજરાતના ઉદ્યોગપતિ જાહેર કાર્ય માટે દાન આપવા મામલે પાછા પડાતા જણાય છે. તેઓ ભાજપને જાહેરમાં દાન આપતા પણ હિચકાતા હોય તેવું લાગી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે આ ઉદ્યોગપતિઓ ભાજપને ખાનગી રીતે મોટી માત્રામાં દાન આપે છે.
ADR રિપોર્ટ મુજબ
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) દ્વારા જાહેર થયેલ રિપોર્ટ મુજબ 2022-23ની સરખામણીએ 2023-24માં રાજકીય દાનમાં મોટો ઉછાળો આવ્યો છે. રાષ્ટ્રીય પક્ષોને દિલ્હીમાં રૂ. 990 કરોડ, ગુજરાતમાંથી રૂ. 404 કરોડ અને મહારાષ્ટ્રમાંથી રૂ. 334 કરોડ મળ્યા છે.
ભાજપને સૌથી વધુ દાન મળ્યું છે, જ્યારે કોંગ્રેસને મળતું દાન પણ વધી રહ્યું છે. 2023-24માં ભાજપને કુલ રૂ. 2343.94 કરોડનું ભંડોળ મળ્યું હતું જ્યારે કોંગ્રેસને રૂ. 281 કરોડ મળ્યા હતા.
ગુજરાતમાંથી દાનની વિગતો
ગુજરાતમાંથી કુલ રૂ. 404 કરોડના દાનમાં થી, રૂ. 402 કરોડ ભાજપને મળ્યા. કોંગ્રેસને માત્ર રૂ. 2.45 કરોડ મળ્યા. ભાજપને મળેલું દાન મુખ્યત્વે ઉદ્યોગ જૂથો અને વેપારિક ઘરાણાં તરફથી મળ્યું છે. 1400 ઉદ્યોગોની અંદરથી 90% દાન કોર્પોરેટ જૂથો દ્વારા આપવામાં આવ્યું હતું.
કોંગ્રેસને માત્ર 6 કોર્પોરેટ જૂથો તરફથી રૂ. 2.027 કરોડ મળ્યા છે. ભાજપને 736 વ્યક્તિગત દાતાઓમાંથી ભંડોળ મળ્યું જ્યારે કોંગ્રેસને માત્ર 30 વ્યક્તિઓએ દાન આપ્યું.
ચૂંટણી બોન્ડ અને દાનદાતાઓ
2019 થી 2024 દરમિયાન 22,217 બોન્ડ ખરીદવામાં આવ્યા હતા જેમાંથી 50% ભાજપને અને માત્ર 11% કોંગ્રેસને મળ્યા. ટોરેન્ટ ગ્રૂપે 184 કરોડ, વેલસ્પન ગ્રૂપે 55 કરોડ, લક્ષ્મી મિત્તલે 35 કરોડ, ઈન્ટાસે 20 કરોડ, ઝાયડસે 29 કરોડ, અરવિંદે 16 કરોડ, નિર્માએ 16 કરોડ અને એલેમ્બિકે 10 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું.
કાળા ધંધાનો શંકાસ્પદ ભંડોળ
આઈટી વિભાગે છેલ્લા 3 વર્ષમાં 90,000 દાતાઓને નોટિસ મોકલ્યો હતો. કેટલાક દાતાઓએ રૂ. 1.5 લાખથી વધુનું દાન આપીને 80GGC હેઠળ ટેક્સમાંથી છૂટ મેળવી હતી. અમુક દાતાઓની આવક અને દાન વચ્ચે મેળ ન હતો. અમુક અણજાણ્યા પાર્ટીઓને દાન આપીને ટેક્સ બચાવવાનો પ્રયાસ થયો હોવાનું શંકા છે.
ક્ષેત્રીય પક્ષોને દાન
2022-23માં 57 સ્થાનિક પક્ષોમાંથી માત્ર 18એ જ સમયસર દાનની માહિતી આપી હતી. ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ને સૌથી વધુ રૂ. 154 કરોડ મળ્યા. કોંગ્રેસ, TMC, TDP અને JMMને પણ નોંધપાત્ર દાન મળ્યું. ઝારખંડ મુક્તિ મોર્ચાને મળેલા દાનમાં 3685%નો ઉછાળો આવ્યો