Gujarat: ચૂંટણી બોન્ડ દ્વારા પૈસા ઓકાવવાનું ભેજુ ગુજરાત રાજ્યસભાના પૂર્વ સાંસદ અરૂણ જેટલી, હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ હોવાનું બહાર આવ્યું છે. કારણ કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ડિસેમ્બર 2022માં બોન્ડના વેચાણ માટે દસ દિવસની ખાસ વિન્ડો ખોલવામાં આવી હતી.
ટોરેન્ટ સહિતની અનેક કંપનીઓ ગુજરાતની છે જેમણે ચૂંટણી બોંડમાં ભરપુર પૈસા આપ્યા છે. દરોડો પડ્યા પછી ગુજરાતની 3 કંપનીઓએ કરોડો રૂપિયા બોન્ડમાં આપ્યા હતા.
દેશના ત્રણ ડાબેરી પક્ષો – કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસવાદી) અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસિસ્ટ-લેનિનિસ્ટ) લિબરેશન – એ ચૂંટણી પંચને જણાવ્યું કે તેમને ચૂંટણી બોન્ડ દ્વારા કોઈ પૈસા મળ્યા નથી.
ભાજપના પૂર્વ મુખ્યમંત્રી આનંદી બેન પટેલે એકવાર કહ્યું હતું કે ભાજપના કાર્યકરો કોન્ટ્રાક્ટર બની ગયા છે, જે દર્શાવે છે કે તેમને કમિશનમાં વધુ રસ છે.
ભ્રષ્ટાચાર સામે લડવા અને જાહેર જીવનમાં પારદર્શિતાને પ્રોત્સાહન આપવા માટે સો કરતાં વધુ દેશોમાં કામ કરતી સંસ્થા ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ (TI)ના કરપ્શન ઈન્ડેક્સ (CPI) અનુસાર, 2022માં ભારત ભ્રષ્ટાચારના મામલે 85માં સ્થાનેથી સરકીને 2023 માં 93મા સ્થાને આવી ગયું છે.
ચૂંટણી બોન્ડ્સ સંબંધિત નવા ડેટા પ્રકાશમાં આવ્યા છે, જે પક્ષો દ્વારા ચૂંટણી પંચને સીલબંધ કવરમાં સબમિટ કરવામાં આવ્યા હતા. આ લેટેસ્ટ ડેટામાં રાજકીય પક્ષોને દાન આપતી કંપનીઓના નામ સામે આવ્યા છે. જે મોદી સરકારમાં ભ્રષ્ટાચારનું નવું સ્વરૂપ બતાવે છે.
ગુજરાતમાં લોકોની સુખાકારી અને ભ્રષ્ટાચાર અટકાવવા માટે પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલની સરકારના ગૃહ રાજ્ય પ્રધાન હરેન પંડ્યાએ ગુજરાતમાં લોટરી વેચવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. પણ ભાજપના નરેન્દ્ર મોદીની સરકારમાં લોટરી કીંગ ભ્રષ્ટાચારના કીંગ બનીને બહાર આવ્યા છે.
લોટરી કિંગ સેન્ટિયાગો માર્ટિનની કંપની ફ્યુચર ગેમિંગ એન્ડ હોટેલ સર્વિસ પ્રાઈવેટ લિમિટેડે વર્ષ 2022 અને 2023 વચ્ચે ચૂંટણી બોન્ડ દ્વારા તમિલનાડુની સત્તાધારી પાર્ટી દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)ને સૌથી વધુ 2020 અને 2023 ની વચ્ચે ચૂંટણી બોન્ડ દ્વારા કુલ રૂ. 534 કરોડ આપ્યા હતા. એપ્રિલ 2019 અને નવેમ્બર 2023 વચ્ચે DMK દ્વારા ચૂંટણી બોન્ડ દ્વારા પ્રાપ્ત કુલ રકમ 706 કરોડ રૂપિયા હતા.
નરેન્દ્ર મોદી સરકાર દ્વારા વર્ષ 2018માં ચૂંટણી બોન્ડ લાવીને પક્ષને પૈસા આપે તેના નામ ગુપ્ત રાખવામાં આવ્યા હતા. જે હવે જાહેર કરવામાં આવ્યા છે.
આ ડેટામાં પક્ષકારોએ એપ્રિલ 2019થી નવેમ્બર 2023 સુધીની વિગતો આપી છે. ડીએમકેના ખજાનચી અને પક્ષના સાંસદ ટીઆર બાલુ છે. તેમણે જાહેર કર્યું હતું કે, ડીએમકે દ્વારા કમિશનને સબમિટ કરવામાં આવેલા ડેટા દર્શાવે છે કે સેન્ટિયાગો માર્ટિન્સ ફ્યુચર ગેમિંગ એન્ડ હોટેલ સર્વિસ પ્રાઈવેટ લિમિટેડે 23 ઓક્ટોબર 29, 2020 અને 5 એપ્રિલ, 2021 થી જાન્યુઆરી 1 વચ્ચે ચૂંટણી બોન્ડ દ્વારા ડીએમકેને રૂ. 60 કરોડ ચૂકવ્યા હતા. 2022ની વચ્ચે 249 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.
એમકે સ્ટાલિનના નેતૃત્વમાં ડીએમકે સરકાર એપ્રિલ 2021 માં સત્તામાં આવી હતી. 2021 થી 2022 નાણાકીય વર્ષમાં, કોઈમ્બતુર સ્થિત કંપનીએ શાસક ડીએમકે માટે રૂ. 309 કરોડનું ભંડોળ એકત્ર કરવા માટે ચૂંટણી બોન્ડ પણ ખરીદ્યા હતા. આ કંપનીએ વર્ષ 2022માં ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા પાર્ટીને અન્ય 185 કરોડ રૂપિયા આપ્યા હતા.
આગામી વર્ષે 2023માં, કંપનીએ ફરી એકવાર પાર્ટીને 40 કરોડ રૂપિયા આપ્યા હતા.
ફ્યુચર ગેમિંગ ગ્રૂપે રૂ. 1,368 કરોડના બોન્ડ ખરીદ્યા હતા. જે તમામ કંપનીઓ કરતાં વધારે હતો.
બીજી કંપની, મેગા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ, જે પંચશીલ એન્ક્લેવ, નવી દિલ્હીમાં નોંધાયેલી છે, તેણે એપ્રિલ 2019 અને 2022 વચ્ચે DMKને કુલ રૂ. 105 કરોડનું દાન આપ્યું હતું.
ત્રિવેણી તરીકે ઓળખાતી અન્ય કંપનીએ 2019 અને 2022 ની વચ્ચે ડીએમકેને રૂ. 8 કરોડ આપ્યા હતા.
સિમેન્ટ ઉત્પાદન કરતી કંપનીઓના જૂથે બોન્ડ દ્વારા DMKને રૂ. 19 કરોડ આપ્યા હતા.
2021 અને 2022 ની વચ્ચે 10 કરોડ રૂપિયા કલાનિથિ મારનની સન ટીવી નેટવર્ક આપ્યા હતા.
ચેન્નાઈ સુપર કિંગ્સ ક્રિકેટ લિમિટેડે વર્ષ 2019માં તમિલનાડુની ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ પક્ષને 5 કરોડ રૂપિયા આપ્યા હતા.
2019ના રોજ ઈન્ડિયા સિમેન્ટ લિમિટેડની માલિકીની CASK દ્વારા 1 કરોડ રૂપિયાના બે બોન્ડ હતા, જ્યારે બાકીના 10 લાખ રૂપિયાના હતા. ઈન્ડિયા સિમેન્ટ્સે એમકે સ્ટાલિનની ડીએમકેને વધારાના રૂ. 10 કરોડ આપ્યા હતા.
ઇન્ડિયા સિમેન્ટ્સનો વાર્ષિક અહેવાલ દર્શાવે છે કે શ્રીનિવાસન અને તેમનો પરિવાર CSKમાં 28.14% હિસ્સો ધરાવે છે. નોંધનીય છે કે આ વર્ષે જાન્યુઆરીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)ના કથિત ઉલ્લંઘન માટે ICLની સબસિડિયરી ઇન્ડિયા સિમેન્ટ્સ કેપિટલ લિમિટેડની ઓફિસ પર દરોડા પાડ્યા હતા.
2018ની કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પહેલા કેન્દ્રની મોદી સરકારે ચૂંટણી બોન્ડના નિયમો તોડ્યા હતા. મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં ભાજપને રૂ. 10 કરોડના બોન્ડ્સ વટાવવા માટે મોદી સરકારે મંજૂરી આપી હતી. બોન્ડને રોકડ કરવા 15-દિવસનો સમય પુરો થયો હતો.
ભાજપ 23 મે 2018ના રોજ એક્સપાયર થયેલા બોન્ડ્સ સાથે SBIની દિલ્હી શાખામાં ગયો હતો. SBIની દિલ્હી શાખા, મુંબઈમાં તેના કોર્પોરેટ હેડક્વાર્ટર અને કેન્દ્રીય નાણા મંત્રાલયના અધિકારીઓ વચ્ચે સુપરફાસ્ટ પત્રવ્યવહારની શ્રેણી પછી સરકારના આદેશ પર ભાજપ દ્વારા સમાપ્ત થયેલા બોન્ડને રોકડ કરવામાં આવ્યા હતા.
આર્થિક બાબતોના વિભાગના સચિવ અને વિભાગના સર્વોચ્ચ અધિકારી એસસી ગર્ગ દ્વારા મંજૂર કરાયેલ આ પત્ર તે જ દિવસે SBI અધ્યક્ષને મોકલવામાં આવ્યો હતો.
સમાપ્ત થઈ ગયેલા બોન્ડની રકમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય રાહત ફંડમાં આપવાની જોગવાઈ છે. 3 મે, 2018 ના રોજ ખરીદવામાં આવેલા અન્ય રૂ. 10 કરોડના બોન્ડ પ્રધાનમંત્રી રાહત ફંડમાં મોકલવામાં આવ્યા હતા.
ભાજપને આ બોન્ડ્સ જે તબક્કામાં મળ્યા તે પણ યોજનાની વિરુદ્ધ હતી.
2018 માં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલયે નાણા મંત્રાલયને તેના નિયમો તોડવા અને કર્ણાટકની ચૂંટણી પહેલા બોન્ડ વેચાણ માટે વધારાની દસ દિવસની ‘ખાસ’ વિન્ડો ખોલવાનો આદેશ આપ્યો હતો.
કેગના ઓડિટ 2010-2016 દરમિયાન કંપનીના માર્કેટિંગ એજન્ટોએ લોટરીની વેચાણ આવકના 98.60% ખિસ્સામાં મૂક્યા હતા. રાજ્યને માત્ર 1.40% જ મળી શક્યા હતા.
સિક્કિમ સિવાય માર્ટિને પંજાબ, મણિપુર, મેઘાલય, નાગાલેન્ડમાં પણ કામ કર્યું હતું અને તમિલનાડુ, આંધ્રપ્રદેશ, બિહાર, ઝારખંડમાં લોટરી કૌભાંડમાં સામેલ હતો.
માર્ટિનના લોટરી સામ્રાજ્યની કિંમત 40,000 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. તે રિયલ એસ્ટેટ, મીડિયા, કન્સ્ટ્રક્શન, સોફ્ટવેર અને ફાર્મા જેવા અન્ય ઘણા ઉદ્યોગો ધરાવે છે.
ડીએમકેને 509 કરોડ રૂપિયા માર્ટિને આપ્યા પણ બાકીના કોને તે જાહેર થયું નથી. કંપનીઓને છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી વખત દરોડાનો સામનો કરવો પડ્યો હતો. ફ્યુચર ગેમિંગ અને હોટેલ સર્વિસ પણ તેમાંથી એક છે. માર્ટિન 2007થી એજન્સીઓની તપાસ હેઠળ છે. 2011 માં, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ તેમના અને તેમના નજીકના સહયોગીઓ વિરુદ્ધ 30 કેસ નોંધ્યા હતા.
વર્ષ 2019માં, EDએ માર્ટિન વિરુદ્ધ મની લોન્ડરિંગની તપાસ શરૂ કરી હતી. આ સંબંધમાં એજન્સીએ એપ્રિલ 2022 થી મે 2023 સુધીની કંપનીની પ્રોપર્ટી પણ અટેચ કરી હતી. એપ્રિલ અને ડિસેમ્બર 2022 ની વચ્ચે, ફ્યુચર ગેમિંગે રૂ. 290 કરોડના ઇલેક્ટોરલ બોન્ડ્સ ખરીદ્યા.
આ સિવાય સપ્ટેમ્બર 2022 અને એપ્રિલ 2023માં માર્ટિન અને તેના જમાઈ આધવ અર્જુનની સંપત્તિઓ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન, ફ્યુચર ગેમિંગે રૂ. 303 કરોડના ઈલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા હતા.