Gujarat: તા. 6-3-2024 ના રોજ ધમડાચી ખાતે સરકારી કાર્યક્રમ હોવાથી પાલિકા નો આખો સ્ટાફ તહેનાદ કરી દેવામાં આવ્યો હતો જેના કારણે પાલિકા સુમસાન ભાંસી રહી હતી
રજૂઆતનો નિકાલ કરવામાં નહીં આવે તો લોકો સાથે મળી પાલિકા પર હલ્લાહબોલ કરવામાં આવશે
ચૂંટણી નજીક આવતા સરકારી કચેરીઓ ખાલી ખમ ભાસી રહી છે હાલ ધમડાચી ખાતે સરકારનો કાર્યક્રમ હોવાથી વલસાડ નગરપાલિકાના અધિકારી અને કર્મચારી ગણ ને તહેનાદ કરી દેવામાં આવ્યો હતો જેને કારણે આખી પાલિકા ખાલી ખમ ભાંસી રહી હતી જે સમય દરમિયાન પાલિકામાં કામ અર્થે આવતા લોકોએ વિલા મોઢે પરત જવાની નોબત આવી હતી આ અંગે જાગૃત નાગરિકે પાલિકા ચીફ ઓફિસર અને વહીવટદારને રજૂઆત કરી છે અને પાલિકા નું સ્ટાફ ગણ જો સરકારી કાર્યક્રમમાં વ્યસ્ત હોય તો એના બદલ અન્ય સ્ટાફ મૂકવાની માંગણી કરી છે
વલસાડના જાગૃત અને સામાજિક કાર્યકર્તા એ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે તારીખ 6-3-2024 ના બુધવારના રોજ નગરપાલિકાના દરેક વિભાગમાં ફરજ બજાવતા કોઈપણ કર્મચારી કે અધિકારી હાજર ન હતા. તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે પાલિકા નો તમામ સ્ટાફ ધમડાચી ગામ ખાતે સરકારી કાર્યક્રમમાં તહેનાત હતા જેને કારણે આખી પાલિકા સૂમસામ પડી હતી અને કોઈ અરજદાર કામ અર્થે આવે એમણે વિલા મોઢે પરત ફરવાની ફરજ પડી હતી. અહીં સવાલ એ ઉપસ્થિત થાય છે કે આટલી મોટી પાલિકાનો સમગ્ર સ્ટાફ સરકારી કાર્યક્રમમાં જાય એવા સંજોગોમાં એમની જગ્યાએ અન્ય સ્ટાફ મૂકવો જોઈએ.
ચૂંટણીનો સમય નજીક આવતો જાય એટલે સરકાર સત્તા પર રહી જાહેર જનતાને બતાવવા ચૂંટણી પ્રચાર કરી રહી છે અને સત્તાનો દુરુપયોગ કરી રહી છે જેને કારણે નિર્દોષ નાગરિક પીસાઈ રહ્યો છે આ સંદર્ભે ક્યાં રજૂઆત કરવી એ પણ અરજદારો માટે એક યક્ષ પ્રશ્ન છે વધુમાં પાલિકામાં સ્ટાફ ઓછો છે અને નવી ભરતી કરતા નથી આવું સ્ટાફ વગર ક્યાં સુધી ચલાવશો તે પણ એક પ્રશ્ન છે જો સરકારના કાર્યક્રમ સંભાળવાના હોય તો સરકાર પાસે સ્ટાફ વધારવાની દરખાસ્ત કરી માંગણી કરોનું પણ રજૂઆતમાં જણાવ્યું છે વધુમાં ચૂંટણી આવશે એટલે સરકાર કાર્યક્રમ કરી પ્રચાર કરશે સરકારી કાર્યક્રમને કારણે સામાન્ય પ્રજા અટવાઈ જાય છે જે ખૂબ જ ગંભીર બાબત લેખાવી શકાય છે જો આ ફરિયાદનો ખુલાસો કરી જવાબ આપશો નહીં તો લોકો સાથે મળી હલ્લાબોલ કરવાની ફરજ પડશે નું જણાવ્યું હતું