બીજા વિશ્વયુદ્ધમાં ગુમ થયેલા યુએસના 400 સૈનિકોના અવશેષો ગુજરાત એફએસએલની ટીમ શોધખોળ કરશે. વિશ્વયુદ્ધ દરમિયાન ગુમ થયેલા સૈનિકોની ભારતના નોર્થ ઈસ્ટ વિસ્તારમાં તપાસ શરૂ થસે. 27મેના રોજ ગુજરાત એફએસએલ સાથે કરાર થયા હતા. જે અંતર્ગત સૈનિકોના અવશેષો શોધવાની કામગીરી હાથ ધરવામાં આવશે.ડીપીએએ અને એનએફએસયુ અને યુએસ સહિતના નિષ્ણાંતોની ટીમ સૈનિકોના અવશેષોની શોધખોળ કરશે.. બીજા વિશ્વ યુદ્ધ શરૂ થયું ત્યારે યુ.એસ. રાષ્ટ્રપતિએ ચેમ્બરલેનની તુષ્ટિકરણની નીતિને ટેકો આપ્યો હતો. અમેરિકાએ જાપાનનાં ચીન પરનાં આક્રમણનો વિરોધ કર્યો, પરંતુ તેને રોકવા માટે કંઇ કર્યું નહીં. મોટાભાગનાં અમેરિકનો યુદ્ધમાં બ્રિટન પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા. પરંતુ તેઓએ યુદ્ધમાં અમેરિકન પ્રવેશને નિર્દેશિત કરવાનો વિરોધ કર્યો હતો. ઇતિહાસનો સૌથી લોહિયાળ સંઘર્ષ ગણાતા બીજા વિશ્વ યુદ્ધમાં 70 મિલિયનથી વધુ લોકો માર્યા ગયા હતા. આ યુદ્ધ પછી યુએસ આર્મી એક આશ્ચર્યજનક નિષ્કર્ષ પર આવી ગયું હતું. યુદ્ધમાં તેટલી હત્યા થઈ ન હોતી, જેટલી થઇ શકતી હતી.અમેરિકાએ કહ્યું હતુ કે, તેના મોટાભાગનાં સૈનિકોની હત્યા થઈ નહોતી, શીત યુદ્ધ દરમ્યાન યુએસનાં 81,800 સૈનિકો ગુમ થયા હતા. જેમાંથી 400 ભારતમાં ગુમ થયા હતા. NFSU, DPAA તેમજ USA સહિતના નિષ્ણાતોની 15 થી 20 સભ્યોની ટીમ દ્વારા ભારતનાં નોર્થ ઈસ્ટ વિસ્તારમાં સૈનિકોના અવશેષોની શોધખોળ શરૂ કરવામાં આવશે.
રાષ્ટ્રીય ફોરેન્સિક વિજ્ઞાન યુનિવર્સિટી ડીપીએએનાં મિશન પ્રોજેક્ટ મેનેજર ડો.ગાર્ગી જાનીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં જ યુએસએના સૌરક્ષણ વિભાગ સાથે એમઓયુ કરવામાં આવ્યા છે. “અમેરિકાના ગુમ થયેલા સૈનિકોનાં અવશેષો શોધવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવશે. એજન્સીની ટીમો બીજા યુદ્ધ, કોરિયન યુદ્ધ, વિયેટનામ યુદ્ધ, શીત યુદ્ધ અને ઇરાક અને પર્શિયાનાં ગલ્ફ યુદ્ધો સહિત અમેરિકાનાં છેલ્લા સંઘર્ષો દરમ્યાન ગુમ થયેલા સૈનિકોનાં અવશેષોની ઓળખ કરી તેમને પરત લાવવાનો પ્રયત્ન કરશે. તેમણે કહ્યું, “બીજા વિશ્વયુદ્ધ, કોરિયન યુદ્ધ, વિયેટનામ યુદ્ધ અને શીત યુદ્ધ દરમ્યાન યુએસનાં 81,800 સૈનિકો ગુમ થયા છે, જેમાંથી 400 ભારતમાં ગુમ થયા છે.” ડો.ગાર્ગીએ કહ્યું કે એનએફએસયુ DPAA ને તેમના મિશનમાં વૈજ્ઞાનિક અને તાર્કિકરૂપે દરેક શક્ય મદદ કરશે. તદ ઉપરાંત DPAAના પ્રોજેકટ મેનેજર ડો. ગાર્ગી જાનીએ વધુમાં ઉમેર્યું હતું કે, ફોરેન્સિક એન્થ્રોપોલોજી, ફોરેન્સિક આર્કિયોલોજી તેમજ ફોરેન્સિક ઓડોનટોનાં ડોમેંઈનનો ઉપયોગ યુનાઇટેડ સ્ટેટ દ્વારા કરવામાં આવે છે. ત્યારે યુએસ સાથે થયેલા એમઓયુ અંતર્ગત DPAA દ્વારા સાયંટીફીકલી અને લોજીસ્ટીકલી રીતે ગુમ થયેલા સૈનિકોની ભાળ મેળવવા બનતી તમામ મદદ કરવામાં આવશે. જેમાં NFSU, DPAA તેમજ USA સહિતના નિષ્ણાતોની 15 થી 20 સભ્યોની ટીમ દ્વારા ભારતનાં નોર્થ ઈસ્ટ વિસ્તારમાં સૈનિકોના અવશેષોની શોધખોળ શરૂ કરવામાં આવશે.