Gujarat: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના નવા પ્રમુખ સંદીપ એન્જિનિયર બન્યા છે. તેમણે જાહેરાત કરીકે હાલ 12 હજાર સભ્યો છે તે વધારીને 1 લાખ કરાશે. આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) વિશે પણ વાત કરી હતી. ઉદ્યોગોમાં મહત્તમ પ્રમાણમાં ટેકનોલોજી (એઆઈ)નો ઉપયોગ કરીને ચેમ્બર તેની તૈયારીઓને વધુ મજબૂત અને આધુનિક બનાવશે, આધુનિક ટેકનોલોજીની મદદથી જ તેમ થઈ શકશે.
ચેમ્બરની ચૂંટાઈ આવેલી નવી કારોબારી નાના બિઝનેસમેનને માર્ગદર્શન અને તાલીમ આપી શકાય તે માટે એક સેન્ટર ઓફ લર્નિંગ ઊભું થાય તેમ ઈચ્છે છે, જીસીસીઆઈના કેમ્પસમાં જ આ સેન્ટર શરૂ કરવામાં આવશે. નાના તથા મોટા ઉદ્યોગો અને વેપારના પ્રશ્નોનો ઉકેલ લાવવાના પ્રયાસો કરીશ.
ઉભરી રહેલા નાના અને નવા બિઝનેસ માટે છથી આઠ જેટલા સેન્ટર ફોર લર્નિંગ ઊભા કરવામાં આવશે અને તેઓને પદ્ધતિસરનું માર્ગદર્શન આપીને તૈયાર કરવામાં આવશે.
ઉદ્યોગોની ટેકનોલોજીમાં અપગ્રેડેશન કરીને તેઓને મદદ કરવા ઉપર પણ તે સૌથી વધુ ધ્યાન આપશે એમ તેમણે કહ્યું હતું. આ પ્રસંગે નવી ચૂંટણી આવેલી કારોબારીએ દેશના અર્થતંત્રને પ ટ્રિલિયનનું બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લક્ષ્યનો પણ ઉલ્લેખ કર્યો હતો.
અગાઉ
ચેમ્બરના પ્રમુખ તરીકે અમિત શાહના ખાસ અજય પટેલ હતા. બિનહરીફ ચૂંટાતા પ્રમુખ તરીકે અજય પટેલે કાર્યભાર 2023માં સંભાળ્યો હતો.સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે એસ્ટ્રલ પાઇપ્સના સંદીપ એન્જિનિયર અને વાઇસ પ્રેસિડેન્ટ તરીકે મિહિર પટેલ હતા.
4 વર્ષ સુધી પ્રમુખ તરીકે પથિક પટવારી હતા.
સભ્યો બનાવાયા
જાન્યુઆરી 2020માં નવાં મેમ્બર બનાવવાની ઝુંબેશ ખુબ જ આક્રમક રીતે ચાલી રહી છે. આ વેળાં સૌથી વધુ 639 જેટલાં નવાં સભ્યો જુદી-જુદી કેટેગરીમાં બનાવવામાં આવ્યાં હતા.
લાઈફ કેટેગરીમાં 543 નવા સભ્યોની રૂ. 91.97 લાખની આવક થઈ હતી