Gujarat: ભાજપની સિસ્ટમમાં લેવાતા 2% ભ્રષ્ટાચારની કટકીય સિવાય કોઇને પૈસા આપ્યા તો ચામડી ફેંદી નાંખીશ. આવી ચીમકી 14 માર્ચ 2024માં નવસારી જિલ્લાના જલાલપોરના ભાજપના ધારાસભ્ય આર.સી.પટેલે આપ્યા બાદ સરકારે નવી ખરીદનીતિ લોકસભાની ચૂંટણી જાહેર થાય તેના 3 કલાક પહેલા એકાએક જાહેર કરવી પડી છે.
સરકારી કામમા 2 ટકા ભાજપને આપવા પડે છે એવું જાહેરમાં ધારાસભ્યે ભાજપની પોલ ખોલી કહ્યું હતું.
ભાજપ સરકારના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે બપોરે સત્તાવાર જાહેરાત કરી હતી કે, 2024-25ના એક વર્ષમાં 1 લાખ 50 હજાર કરોડની ખરીદી સરકાર કરશે. એ હિસાબે 2 ટકા ગણવામાં આવે તો રૂપિયા 3 હજાર કરોડ કમિશન ભાજપને ખાનગીમાં મળી શકે છે.
વળી, ચૂંટણી બોંડમાં વેપારી પેઢી કે કંપનીઓએ પૈસા આપ્યા બાદ એમને કામ અપાયા હતા તેનું 11 હજાર કરોડનુ કૌભાંડ બહાર આવ્યા બાદ નવી ગુજરાત ખરીદ નીતિ-2024’ જાહેર કરી હતી. જે ચૂંટણી ચાલુ હશે ત્યારે 1 એપ્રિલ 2024થી અમલમાં આવશે. 2016માં છેલ્લી ખરીદનીતિ બની તે હાલ ચાલી રહી છે.
ગુજરાતમાં અત્યારે નાના ઉદ્યોગોમાં ભારે મંદી છે. ધંધા ઠપ્પ છે. કોઈ ખરીદી અટકી પડી છે.
રાજ્યના તમામ સરકારી વિભાગો, વિભાગના વડા, જિલ્લા કચેરીઓ, સત્તાવાળાઓ, ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થાઓ, સરકારી કંપનીઓ, સોસાયટીઓ દ્વારા વસ્તુ અને સેવાઓના પ્રોક્યોરમેન્ટને લાગુ પડે છે.
ગુજરાત સ્થિત સ્ટાર્ટઅપ, MSEs, સૂક્ષ્મ ઉદ્યોગ, કુટિર, નાના સાહસો, આદિવાસી, આદિજાતિ અને મહિલા ઉદ્યોગસાહસિકોની માલિકીની પેઢી કે કંપની પાસેથી ખરીદીને પ્રોત્સાહિત કરશે.
સ્થાનિક વેપારીઓના ફાયદા થશે. વેપારીઓને ઠેકો કે ટેન્ડર ફી અને અર્નેસ્ટ મની થાપણમાંથી મુક્તિ આપવામાં આવશે.
ટેન્ડર વિના ખરીદી :-
1 – સરકારી સંસ્થાઓનીય રૂ. 15 લાખ સુધીની ખરીદી.
2 – સરકારી માલિકીની સંસ્થાઓ પાસેથી રૂ. 15 લાખ.
3 – જાહેર ક્ષેત્રના એકમો પાસેથી રૂ. 15 લાખ.
4 – સરકાર માન્ય સંસ્થાઓ પાસેથી રૂ. 5 લાખ.
5 – સ્ટાર્ટઅપ્સ પાસેથી રૂ. 15 લાખ.
સુધી ટેન્ડર વિના ખરીદી કરવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે.
મુક્તિ :-
સ્ટાર્ટઅપ્સને અનુભવ અને ટર્નઓવર જરૂરિયાતોના માપદંડમાંથી મુક્તિ આપવામાં આવી છે.
ગ્લોબલ ટેન્ડર :-
જે વસ્તુઓની પ્રોક્યોરમેન્ટની અંદાજિત કિંમત રૂ. 200 કરોડથી વધુ હોય એવા કિસ્સામાં જ ગ્લોબલ ટેન્ડર ઇન્ક્વાયરી બહાર પાડવામાં આવશે.
GeM પોર્ટલ :-
રૂ. 1 લાખથી વધુની વસ્તુઓ અને સેવાઓની તમામ પ્રોક્યોરમેન્ટ, GeM પોર્ટલમાં નોંધાયેલા હોય તેની પાસેથી દ્જ માત્ર ઇ-ટેન્ડર દ્વારા ખરીદી કરવામાં આવશે. ગવર્નમેન્ટ-ઈ-માર્કેટપ્લેસ (GeM) પોર્ટલ દ્વારા તમામ વસ્તુઓ અને સેવાઓની ખરીદી થશે.
વસ્તુના માપદંડ :-
BIS એ માન્ય રાખેલા માપદંડો હોય તો જ તે વસ્તુઓ ખરીદવામાં આવશે. BIS પ્રોડક્ટ સ્પેસિફિકેશનને અપનાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.
રકમ :-
રાજ્ય સરકારે પ્રવર્તમાન ‘ગુજરાત ખરીદ નીતિ-2016’ હેઠળ 2022-23ના વર્ષમાં રૂ. 1 લાખ 47 હજાર કરોડથી વધુના મૂલ્યની વસ્તુઓ અને સેવાઓની ખરીદી કરી હતી.