ગુજરાતમાં ખાનગી મેડિકલ કોલેજો ફી યાને ટયૂશન ફીના નામે વિદ્યાર્થીઓ- વાલીઓને રીતસર લૂંટી રહ્યા છે. આ ખાનગી કોલેજો દર વર્ષે ડેવલપમેન્ટના નામે હજારો રૂપિયાનો વધારો કરે છે છે. રાજ્યની ૧૪ ખાનગી મેડિકલ કોલેજોમાં લેવાતી આ ફીના આંકડા વિધાનસભામાં જાહેર થયા છે. આ ફી ગવર્નમેન્ટ ક્વોટામાં લેવાતા એડમિશન માટેની ફી છે.
રાજ્યમાં સૌથી વધુ ફી ૨૦૧૯-૨૦માં કરમસદની પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજમાં વસૂલ કરાઈ હતી. વર્ષ ૨૦૧૯-૨૦થી વિસનગર, અમરેલીમાં જે નવી કોલેજો શરૂ થઈ છે તેમાં અને અમદાવાદમાં જે નવી કોલેજ ડો. એેમ.કે. શાહ મેડિકલ શરૂ થઈ છે તેમાં પણ રૂ. ૭.૮૫ લાખ જેટલી ઊંચી ફી વસૂલાઈ છે. આ રકમ પણ એડહોક ધોરણે વસૂલાઈ છે. રાજ્ય સરકારે વિધાનસભામાં જણાવ્યું છે કે, જે સરકારી કોલેજો છે તેમાં ૨૦૧૮-૧૯માં સ્ટેટ ક્વોટાની બેઠક માટે ર્વાિષક ફી રૂ. ૬ હજારની હતી તે ૨૦૧૯-૨૦માં વધારીને રૂ. ૨૫ હજાર કરી દેવાઈ છે. આવી જ રીતે ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી- જીએમઈઆરએસ બનાવીને અમદાવાદમાં સોલા, ગાંધીનગર, ગોત્રી-વડોદરા, પાટણ, વલસાડ, હિંમતનગર, જૂનાગઢ અને વડનગર ખાતે જે મેડિકલ કોલેજો ચલાવાય છે તેમાં ર્વાિષક ફી રૂ. ૩ લાખ વસૂલાય છે. આ તો થઈ માત્ર સરકારી ક્વોટાની બેઠક માટેની ફીની વાત. ખાનગી મેડિકલ કોલેજોમાં મેનેજમેન્ટ ક્વોટામાં તો ફી રૂ. ૧૫ લાખથી વધુ વસૂલવામાં આવે છે. જો કે આ ધોરણે જીએમઈઆરએસ કોલેજોમાં રૂ. ૮.૨૫ લાખનું છે.