વિધાનસભા સત્રમાં ચેઇન સ્નેચીંગ બીલને મંજૂરી મળી છે. રાજ્યપાલ ઓ.પી.કોહલીએ ચેઇન સ્નેચીંગ બીલને મંજૂરી આપી છે. ઉનાળુ સત્ર દરમ્યાન સરકારે વિધાનસભા સત્રમાં ચેઇન સ્નેચીંગ બીલ રજૂ કર્યુ હતુ.જેમાં શાશક અને વિપક્ષના વિધાનસભાના સભ્યોએ સર્વાનુંમતે બીલને મંજૂરી આપતા બીલને વિધાનસભામાંથી પાસ કરવામાં આવ્યુ હતુ.
વિધાનસભામાં પાસ થયા બાદ રાજ્યપાલે પણ બીલ પર મંજૂરીની મહોર મારતા કાયદાકીય ધોરણે મંજૂર કરવામાં આવ્યું છે. ચેઇન સ્નેચીંગ બીલ મુજબ જો કોઇ આરોપી ચેન સ્નેચીંગ કરતો પકડાશે તો ગુનેગારને 10 વર્ષની સજા ફટકારવામાં આવશે.