ગુજરાત પોલીસને સ્માર્ટ અને શાર્પ બનાવવા માટે 50 કરોડ રૂપિયાના ખર્ચે 10000 બોડીવોર્ન કેમેરા વસાવવામાં આવશે. આ વર્ષે 7060 કરોડ રૂપિયાનું બજેટ ગુજરાતની શાંતિ અને સલામતી માટે તેમજ પોલીસ તંત્રને આધુનિક બનાવવા માટે ફાળવવામાં આવ્યું છે. પોલીસે શરીર પર લગાવેલા બોડી વોર્ન કેમેરાથી 50થી 60 મિટરની રેન્જમાં સામેની વ્યક્તિની ગતિવિધિ લાઈવ અથવા રેકોર્ડિંગથી કેદકરી લેવામાં આવશે. આ કેમેરાથી પોલીસ સાથેના લોકોના ઝઘડા પર અંકુશ આવશે તે સાથે જ પોલીસને ગંભીર ગુનામાં દિશા મળવા ઉપરાંત પુરાવા એકત્ર કરવામાં સરળતા પડશે. ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ બોડી વોર્ન કેમેરાનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન નિહાળ્યા પછી કાયદો-વ્યવસ્થા વધુ મજબૂત બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ગુજરાત પોલીસને 10000 બોડી વોર્ન કેમેરાથી સજજ કરવામાં આવશે. ભારતમાં બોડી વોર્ન કેમેરાનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરનારૂં ગુજરાત પ્રથમ રાજ્ય છે. આ આધુનિક ટેકનોલોજી અપડેટેડેશનની મદદથી ગુજરાત પોલીસ તંત્ર વધુ સ્માર્ટ અને શાર્પ બનશે. ગંભીર ગુનાઓની તપાસ વધુ અસરકારક બનશે તેમાં આ કેમેરા ખૂબ જ ઉપયોગી પૂરવાર થશે. આ કેમેરાથી ટ્રાફિક નિયમન, કાયદો- વ્યવસૃથા, વીવીઆઈપી સુરક્ષા સહિતના આયોજનો વધુ મજબૂત બનાવી શકાશે. પોલીસ હેલમેટ, યુનિફોર્મ કે અન્ય પહેરવેશ પર બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરી શકશે. ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે, વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ સમગ્ર રાજ્યના જિલ્લા મથકો, ધાર્મિક સૃથળો, સ્ટેચ્યુ ઓફ યુનિટીને 7000થી વધુ કેમેરાથી સજજ કરવામાં આવ્યાં છે. ગુજરાતમાં આધુનિકીકરણના ભાગરૂપે ઈ-ગુજકોપ પ્રોજેક્ટમાં પોલીસ તંત્રને ડિજિટાઈઝેશનલ માટે પોકેટ કોપ મહત્વનું સ્થાન ભજવે છે.