Gujarat પર્યટન સ્થળોએ 18 કરોડ પ્રવાસી ગુજરાતમાં ફર્યા
Gujarat: નર્મદા બંધમાં ડૂબી ગયેલા 178 ગામ પૈકીનું એક હાફેશ્વર ગામ પ્રવાસનું કેન્દ્ર બન્યું
અમદાવાદ, 27 જાન્યુઆરી 2025
Gujarat ગુજરાતના નાનકડા હાફેશ્વર ગામે આજે પ્રવાસન ક્ષેત્રે વૈશ્વિકસ્તરે વિશેષ સ્થાન પ્રાપ્ત કર્યુ છે.
નર્મદા નદીના કિનારે અને પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે વસેલા હાફેશ્વર ગામ નર્મદા બંધમાં ડૂબી ગયું છે. હાફેશ્વર ગામ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદે આવેલું છે અને મા નર્મદા હાફેશ્વર ગામમાંથી ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરે છે. પ્રવાસીઓ નાવમાં બેસીને ડૂબેલા ગામને જોવા જાય છે. ગામ જે હજારો વરસનો વારસો લઈને નર્મદાના પાણીમાં ડૂબી ગયું છે. નર્મદા બંધમાં ડૂબી ગયેલા 178 ગામ પૈકીનું એક હાફેશ્વર ગામ પ્રવાસનું કેન્દ્ર બન્યું છે.
2024માં 1 લાખથી વધુ પ્રવાસીઓએ હાફેશ્વરની મુલાકાત લીધી હતી.
ભારત સરકારના પર્યટન મંત્રાલય દ્વારા 8 હેરિટેજ કેટેગરીમાં વર્ષ 2024માં શ્રેષ્ઠ ગ્રામીણ પ્રર્યટન સ્પર્ધામાં હાફેશ્વર ગામને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. છોટાઉદેપુરના મુખ્ય શહેરથી આશરે 40 કિમી દૂર ક્વાંટ તાલુકામાં આવેલું છે.
પાર્કિંગ, વોટર જેટી, ઘાટ, કેફેટેરિયા, ગાર્ડન અને વોલ્ક વે બનશે. નજીકમાં જ કડીપાની, તુરખેડા હીલ, નખલ ધોધ અને ધારસિમેલ ધોધ જેવા અન્ય જોવાલાયક પ્રવાસન સ્થળોએ પણ પ્રવાસીઓ ફરવા માટે આવે છે. આ ગામ તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપી તેનું સંરક્ષણ કરવા પ્રતિબદ્ધ છે. આદિવાસી વસ્તી ધરાવતું ગામ હોવાને પરિણામે, તે પેઢીઓથી વિકસતી જૂની પરંપરા અને સાંસ્કૃતિક ઓળખ ધરાવે છે.
ગુજરાતમાં સોમનાથ, દ્વારકા, અંબાજી, સૂર્યમંદિર મોઢેરા, રાણીની વાવ, અમદાવાદ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, શિવરાજપુર બીચ સહિત વિવિધ પ્રવાસન સ્થળો દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
પરિણામ સ્વરૂપ ગુજરાતમાં વર્ષ ૨૦૨૩માં ૧૭.૨૬ કરોડ અને વર્ષ ૨૦૨૪માં ૧૮.૬૨ કરોડ પ્રવાસીઓ આવ્યા હતા. જે ગુજરાત અને ગુજરાત બહારના છે. નવરાત્રિ મહોત્સવમાં ૨૩.૧૨ લાખ પર્યટકો હતા.
કચ્છમાં ધોરડો રણોત્સવમાં ૨૦૨૩-૨૪માં ૭.૪૨ લાખ અને ૨૦૨૪-૨૫માં ૭.૫૨ લાખ પર્યટકો નોંધાયા હતી.
ગુજરાતના ૧૧ શહેરોમાંથી ૪૧૭ પતંગબાજો એમ કુલ ૬૦૭ પતંગબાજોએ ભાગ લીધો હતો.
છોટા ઉદેપુરના હાફેશ્વર ગામને કેન્દ્રના પર્યટન મંત્રાલય દ્વારા હેરીટેજ કેટેગરીમાં ‘શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન-૨૦૨૪’નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. એક અંદાજ મુજબ વાર્ષિક એક લાખથી વધુ પ્રવાસીઓ હાફેશ્વરની મુલાકાતે આવે છે.