જ્યમાં સ્કૂલોમાં ફી ભરવા મામલે હાઇકોર્ટે મહત્વનો નિર્ણય લીધો છે. વાલીઓ માટે સ્કૂલમાં ફી ભરવા મામલે રાહતનાં સમાચાર સામે આવ્યાં છે. હાઇકોર્ટે વાલીઓને ફી ભરવા મુદ્દે રાહત આપતા હાઇકોર્ટે ખાનગી શાળાઓમાં વાલીઓ ફી ન ભરી શકે તેનાં બાળકનું એડમિશન રદ કરવામાં ના આવે તેની સરકાર પાસે બાંહેધરી માંગી છે.
અત્રે નોંધનીય છે કે છેલ્લાં કેટલાંય સમયથી શાળાઓમાં સંચાલકો દ્વારા ફી ઉઘરાવવાનો વિવાદ ભારે વકર્યો હતો ત્યારે એવામાં વાલીઓએ હાઇકોર્ટનો સહારો લીધો હતો. ત્યારે એવામાં વાલીઓને રાહત આપતા 30 જૂન સુધી ખાનગી સ્કૂલોની મનમાની પર રોક લગાવતા હાઇકોર્ટે કહ્યું કે, “જે અંગેની સુનાવણી કરતા હાઇકોર્ટે સરકાર પાસે વાલીઓ દ્વારા વિદ્યાર્થીઓની ફી જો ન ભરવામાં આવે તો તેવાં વિદ્યાર્થીઓનાં એડમિશન શાળા રદ્દ નહીં કરી શકે તેવી બાંહેધરી માંગી છે. બધાનું હિત જળવાય એ રીતે રાજ્ય સરકાર રસ્તો કરે.”