Gujarat: ગોળીબાર કરનાર વિકી સાહેબ સાહ અને સાગર યોગેન્દ્ર પાલ બંને ઝડપી પાડ્યા છે. વિકી સાહેબ ગુપ્તા તેમજ સાગર શ્રીજોગેન્દ્ર પાલ આખરે કચ્છમાં માતાના મઢ એટલે કે કરાચી નજીકની સરહદ પરથી પકડાઈ ગયા છે.
સલમાન ખાનના બ્રાંદ્રા વિસ્તારમાં ગેલેક્સી એપાર્ટમેન્ટ ઘર ઉપર હુમલામાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સલમાન ખાનના બાંદ્રા વેસ્ટ ખાતે આવેલા ઘરની બહાર ફાયરિંગની ઘટનામાં સંડોવણીની શંકાના આધારે બે લોકોની ગુજરાતથી અટકાયત કરી છે. લોરેન્સ બિસ્નોઈ ગેંગના બે આરોપીઓને પશ્ચિમ કચ્છ પોલીસે માતાના મઢ ખાતેથી ઝડપી લીધા હતાં. આરોપી વિકિ સાહેબસાબ ગુપ્તા ઉ.વ. 24 રહે ગામ મસહી થાણા ગોહના તા. નરકટિયા ગજ જી. વેસ્ટ ચાંપાનેર બિહાર તથા સાગર શ્રીજોગેન્દ્ર પાલ ઉ.વ. 21 રહે ઉપર મુજબ એકજ ગામના છે. બંને બિહારના રહેવાસી છે. વિકી સાહેબ સાહ ગુપ્તાની ઉમર 24 વર્ષની છે. તે ગામ મસહી, થાણા ગોહના, તાલુકા નરકટિયા ગજ, જિલ્લો વેસ્ટ ચાંપાનેર, બિહારનો છે. તથા બીજો આરોપી સાગર યોગેન્દ્ર પાલની ઉંમર 21 વર્ષ છે. બંને યુવકો એક જ ગામના રહેવાસી છે.
ધરપકડ કરાયેલા વ્યક્તિઓ અંગેની વધારાની વિગતો પોલીસ ટૂંક સમયમાં જાહેર કરશે.
અગમ્ય કારણોસર, બે બાઇક સવારોએ બિલ્ડિંગની બહાર 4 ગોળીબાર કર્યો અને પછી ભાગી ગયા હતા. વહેલી સવારે અંદાજે 4.50 કલાકે ફાયરિંગની ઘટના બની હતી. ગોળીબાર થયો ત્યારે ભાઈજાન ઘરમાં હતો. હેલ્મેટ પાછળ મોં છુપાવી હતી. એક જીવતો કારતૂસ સ્થળ પર છોડી દીધો હતો. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે અગાઉ બે લોકોને પૂછપરછ માટે બોલાવ્યા હતા.
પશ્ચિમ કચ્છ પોલીસના ડીઆઇજી મહેન્દ્ર બગડીયાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચ તથા અન્ય પોલીસ ટુકડીએ આરોપીને ઝડપી લીધા હતા. હવે મુંબઈ પોલીસને સોંપાશે. એક જ દિવસમાં ક્રાઈમ બ્રાન્ચને બંને આરોપીઓની ધરપકડ કરી હતી.
શર્ટમાં જોવા મળેલા આરોપીનું નામ સાગર છે, જ્યારે ટી-શર્ટ પહેરેલા આરોપીનું નામ વિકી ગુપ્તા છે.
#WATCH | Two accused identified as Vicky Gupta and Sagar Pal were arrested by the Mumbai Crime Branch from Gujarat's Bhuj, in connection with the firing incident outside the residence of actor Salman Khan.
(Source: Bhuj Police) pic.twitter.com/JdtXZVQrZj
— ANI (@ANI) April 16, 2024
ઓપરેશન કઈ રીતે પાર પડ્યું
છૂપી માહિતી
ગુજરાતમાં કચ્છ ખાતે છુપાયા હોવાની ટિપ્સ મળતા મુંબઈ પોલીસ અને પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ભુજ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર સંદીપ ચુડાસમા તેમની ટીમ દ્વારા કામ થયું હતું. 24 વર્ષના વિકી સાહેબ ગુપ્તા તેમજ સાગર શ્રીજોગેન્દ્ર પાલ (21)ને ઉપાડી લીધા હતા.
ફાયરિંગની ઘટના પહેલા અને બાદ બીજો આરોપી સાગર બિશ્નોઇ ગેંગના સંપર્કમાં હતો. મોબાઈલ ફોન એટલે કે ટેક્નિકલ સર્વેલન્સ તેમજ સોર્સની બાતમીને પગલે મુંબઈ પોલીસે કામ પાર પાડ્યું હતું.
બોર્ડર રેન્જના નવનિયુક્ત આઇજી ચિરાગ કોરડિયાને મહારાષ્ટ્ર પોલીસ તરફથી સૂચના મળતા જ પશ્ચિમ કચ્છ પોલીસને એલર્ટ મોડ ઉપર લાવી લીધી હતી. સમગ્ર મામલો હાઈ પ્રોફાઈલ શાર્પ શૂટર કેસનો હોવાથી સિક્રેટ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આરોપી ભાગી ન જાય તેમજ અન્ય લોકોને નુકશાન ન થાય તેની ખાસ તકેદારી પણ રાખવામાં આવી હતી. સોમવારે રાતે ગુપ્ત માહિતીને પગલે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સોમવારે સાંજે અમને આરોપીનું લોકેશન નખત્રણાનું મળ્યું હતું. જેને પગલે અમે સતત તેમનો પીછો કરી રહ્યા હતા. આરોપીઓ માતાના મઢ પરિસરમાં હોવાનું કન્ફર્મ થતા જ કામ પાર પડાયું હતું.
પશ્ચિમ કચ્છ પોલીસના DIG મહેન્દ્ર બગડીયા છે.
આરોપીઓને રાતે દોઢ વાગે જ ઝડપી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને ભુજ LCB કચેરીએ લાવવવામાં આવ્યા હતા. ભુજમાં તેમને મુંબઈથી આવેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમને સોંપી દેવામાં આવ્યા હતા.
જીંદગીમાં પહેલી વખત ફાયરિંગ કર્યું અને ઝડપાઇ ગયા હતા. ભુજમાંથી ઝડપાયેલા બંને આરોપીએ બિશ્નોઇ ગેંગ સાથે કોન્ટ્રેક્ટ કિલિંગ આધારિત સોપારી લીધી હતી. પોલીસમાં તેમની હજુ સુધી કોઈ ક્રાઇમ હિસ્ટ્રી પણ નથી. VPN એટલે કે વર્ચુઅલ નંબરથી બિશ્નોઇ ગેંગ સાથે તેમણે સલમાન ખાન ઉપર ફાયરિંગ કરવાની સોપારી લીધી હતી. ભારત બહાર ભાગી જાય તે પહેલા જ તેમને ઉપાડી લેવામાં આવ્યા હતા.
બંને આરોપી નવા નિશાળિયા છે. ભુજથી હવાઈ માર્ગે પ્લેનમાં મુંબઈ લઇ જવામાં આવ્યા હતા.
મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને જેવી ખબર પડી કે આરોપીઓ ગુજરાતના કચ્છમાં લોકેટ થયા છે કે તરત તેમણે આ અંગે માહિતી આપીને પશ્ચિમ કચ્છ પોલીસના ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને એલર્ટ કરી દીધા હતા.
દરમિયાન પોલીસે ખંડણી અંગેના કેસ માટે રચવામાં આવેલી એક્સટોર્શન બ્રાન્ચને પણ કામે લગાડવામાં આવી હતી. ઓપરેશન બાદ માતાના મઢ પોલીસ પોલીસ પણ તરત જ મંદિર પરિસરની આસપાસ ગોઠવીને આરોપીને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભુજ લઇ જવામાં આવ્યા હતા.
CCTV વિડિયો
મુંબઈ પોલીસે સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ કર્યું અને આરોપીઓની ઓળખ કરી. બે આરોપીઓમાંથી એકની વિરુદ્ધ છેડતી, હત્યા વગેરે જેવા ઘણા ગંભીર કેસ નોંધાયેલા છે. મુંબઈના ત્રણ લોકોની પૂછપરછ કરી હતી, જેમાં ઘરના માલિક, ગુનામાં ઉપયોગમાં લેવાયેલા ટુ-વ્હીલરના અગાઉના માલિક, વેચાણની સુવિધા આપનાર એજન્ટ અને તપાસના ભાગરૂપે અન્ય ઘણા લોકો સામેલ હતા.
પોલીસે નજીકમાં હાજર સીસીટીવી ફૂટેજ તપાસ્યા અને બંને આરોપીઓની ઓળખ થઈ.
સીસીટીવીમાં વ્યક્તિઓ સ્પોર્ટ્સ કેપ અને બેકપેક લઈને જતી ઝડપાઈ ગઈ હતી. સીસીટીવી ફૂટેજમાં તેઓ અભિનેતાના ઘર તરફ ગોળીબાર કરતા જોવા મળ્યા હતા. એક શકમંદે બ્લેક જેકેટ અને ડેનિમ પેન્ટ સાથે સફેદ ટી-શર્ટ પહેર્યું હતું, જ્યારે બીજાએ ડેનિમ પેન્ટ સાથે લાલ ટી-શર્ટ પહેરેલી હતી. તે બેકપેક અને કેપ પહેરેલો જોવા મળે છે. આગળ ચાલી રહેલા પ્રથમ હુમલાખોરે ઝિપર સાથે સફેદ જેકેટ પહેર્યું છે, જ્યારે પાછળ ચાલી રહેલા બીજા હુમલાખોરે લાલ ફુલ સ્લીવ ટી-શર્ટ પહેરી છે. બીજો હુમલાખોર પણ તેના હાથમાં સફેદ વસ્તુ પકડેલો જોવા મળે છે.
ટૂકડીઓ બનાવી
પોલીસને બંને આરોપીઓ વિશે ગુપ્ત માહિતી મળી હતી, જે બાદ પોલીસે તેમને પકડવા માટે ઘણી ટીમો બનાવી હતી. કેટલીક ટીમો દરોડા પાડવા માટે બિહાર, રાજસ્થાન અને દિલ્હી પહોંચી હતી. વળી, ગુજરાત પોલીસ સાથે પણ વાતચીત કરવામાં આવી હતી અને ત્યાં પણ એક ટીમ મોકલવામાં આવી હતી. મહારાષ્ટ્ર, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા અને પંજાબ એમ પાંચ રાજ્યોની પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા લોકોને પકડવા માટે સંકલિત પ્રયાસો શરૂ કર્યા છે.
બંદૂકથી ફાયરીંગ
7.6 બોરની બંદૂકથી ફાયરિંગ થયું હતું. પોલીસે આરોપીની એક બાઇક પણ કબજે કરી હતી. ફોરેન્સિક ટીમને બાલ્કનીમાંથી બે ગોળીઓના નિશાન મળ્યા હતા. એક બહારની દિવાલ પર અને બીજી બાલ્કનીની દિવાલ પર. આ કેસમાં મુંબઈ પોલીસે ગેલેક્સી એપાર્ટમેન્ટના 4 ચોકીદારોના નિવેદન નોંધ્યા છે, જેઓ ઘટના સમયે ત્યાં હાજર હતા.
બંદૂકનો ઉપયોગ કર્યો હતો તે સુરતની નદીમાં ફેંકી દીધી હતી.
બાઈક ખરીદી
રાયગઢથી જૂની બાઈક ખરીદી હતી. તે બાઈક લઈ તેઓ મુંબઈ આવ્યા અને ફાયરિંગ કર્યું હતું. બાઈક ખરીદી અને વેચાણને લઈ પોલીસ લોકોની પૂછપરછ કરી હતી. આરોપીઓ ફાયરિંગ કર્યા બાદ મુંબઈથી બહાર જવાની પ્લાનિંગ પહેલાથી જ હોવાનું તપાસમાં બહાર આવ્યુ હતુ. ઘટનાસ્થળથી લગભગ 1 કિમી દૂર માઉન્ટ મેરી ચર્ચ પાસે મોટરસાઇકલ છોડીને ભાગી ગયા હતા.
બંને સાંતાક્રુઝ રેલવે સ્ટેશન પર લાગેલા સીસીટીવી કેમેરામાં જોવા મળ્યા છે.
જ્યારે તેની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે જે વ્યક્તિના નામે તે નોંધાયેલ છે તેણે હાલમાં જ તે અન્ય કોઈને વેચી દીધી હતી.
ગોળીબાર બાદ શકમંદોએ પોતાની બાઈક એક ચર્ચ પાસે છોડી દીધી, થોડે દૂર ચાલ્યા અને પછી બાંદ્રા રેલવે સ્ટેશન પહોંચવા માટે ઓટોરિક્ષા લીધી. ત્યાંથી તેઓ સાંતાક્રુઝ સ્ટેશન જવા માટે ટ્રેનમાં ચડી અને બીજી ઓટોરિક્ષા ભાડે કરી. ફરાર થઈ ગયા હતા. બંને આરોપીઓ ભાગીને કચ્છમાં આવ્યા હતા અને અહીં કચ્છના પ્રખ્યાત માતાના મઢમાં છૂપાયા હતા. આ અંગે ચોક્કસ બાતમી મળતા પોલીસે બંને શખ્સોને ઝડપી પાડ્યા છે.
વિશાલ રાહુલને કાલુ કહેને પણ બોલાવવામાં આવે છે. વિશાલ ગુરુગ્રામનો રહેવાસી છે અને તેમણે ઘોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે. કાલુની ક્રાઈમ હિસ્ટ્રી પણ રહી ચુકી છે, તેના વિરુદ્ધ 5થી વધુ કેસ નોંઘાય ચુક્યા છે. હાલમાં જ આ કાલુએ હરિયાણાના રોહતકમાં લોરેન્સ બિશ્રોઈના ઈશારા પર એક કારોબારીનું મર્ડર કરી નાંખ્યું છે. મુંબઈ પોલીસની ટીમ 5 રાજ્યોમાં શૂટરોને શોધી રહી હતી. શૂટરોને શોધવા પોલીસે 15 ટીમ બનાવી હતી.
વિશાલ અને અન્ય શકમંદે સલમાન ખાનના ઘરે પહોંચવા માટે રાયગઢ જિલ્લામાંથી સેકન્ડ હેન્ડ બાઈક ખરીદી હતી. તેઓ પનવેલથી તે બાઈક પર મુંબઈ ગયા હતા. સામાન્ય રીતે સલમાન ખાનના ઘરની બહાર એક પોલીસ વ્હિકલ ઊભું હોય છે પરંતુ રવિવારે સવારે તે હાજર નહોતું.
રેકી કરી
બંને આરોપી એક મહિના પહેલા મુંબઈ આવ્યા હતા અને નવી મુંબઈના પનવેલ વિસ્તારમાં ભાડા પર રૂમ લીધો હતો. આ પછી બંનેએ રેકી કરી અને પછી મામલો અંજામ આપ્યો. તેણે ઘણી વખત બાંદ્રા સ્થિત સલમાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની રેસી પણ કરી હતી. સૂત્રોનું માનીએ તો શૂટરોએ ત્યાં ચાર વખત જઈને રેકી કરી હતી. આ પહેલા વર્ષ 2018માં પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગના ઓપરેટિવ્સે ગેલેક્સીની રેકી કરી હતી.
કાવતરૂં
અમેરિકામાં પ્લાનિંગ અને મુંબઈમાં અમલ કર્યો હતો. લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ અમેરિકામાં રહેતા અન્ય ગેંગસ્ટર રોહિત ગોદારાને શૂટર્સ પસંદ કરવાનું કામ સોંપ્યું હતું. ગોદારાના પ્રોફેશનલ શૂટર્સના ભારતના ઘણા રાજ્યોમાં ફેલાયેલા વ્યાપક નેટવર્કથી પ્રભાવિત હતો.
ગેંગની કબૂલાત
પોલીસે અનમોલ બિશ્નોઈની ફેસબુક પોસ્ટનું આઈપી એડ્રેસ પણ ટ્રેસ કર્યું જેમાં તેણે આ ઘટનાની જવાબદારી લેવાનો દાવો કર્યો હતો. કહ્યું કે આ હુમલો એક ચેતવણી છે. તેણે કહ્યું કે તેનો હેતુ સલમાન ખાનને પોતાની તાકાત બતાવવાનો હતો. પોસ્ટમાં શાંતિની ઇચ્છા પર ભાર મૂકવામાં આવ્યો હતો પરંતુ જો જરૂરી હોય તો આગળની કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી હતી.
પોલીસે જણાવ્યું હતું કે આ મેલ પોર્ટુગલથી મોકલવામાં આવ્યો હતો. અનમોલ બિશ્નોઈએ ફેસબુક પોસ્ટ દ્વારા આ ઘટનાની જવાબદારી લીધી છે. જોકે, ફાયરિંગની ઘટનાની જવાબદારી સ્વીકારનાર ફેસબુક પેજનું IP એડ્રેસ કેનેડાનું છે. પોલીસ એ શક્યતાની તપાસ કરી રહી છે કે ફેસબુક પોસ્ટ બનાવવા માટે VPNનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કે નહીં.
બંને શખ્સો કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગનો ભાગ છે. બિશ્નોઈ હાલમાં સંગીતકાર સિદ્ધુ મૂસેવાલા તથા રાજપૂત નેતા અને કરણી સેનાના વડા સુખદેવ સિંહ ગોગામેડી સહિત અનેક હાઈ-પ્રોફાઈલ હત્યાના કેસોમાં સંડોવણી માટે તિહાર જેલમાં છે.
ગોગામેડીની હત્યા
રાજસ્થાનમાં રાજુ થેથ હત્યા કેસ અને ગોગામેડી હત્યા કેસ સહિત અગાઉના હાઈ-પ્રોફાઈલ કેસોમાં તેની સંડોવણીને કારણે ગોદારા બિશ્નોઈ ગેંગમાં મુખ્ય સ્થાન ધરાવે છે. બિશ્નોઈ ગેંગ અનેક રાજ્યોમાં વિવિધ સ્થળોએ વ્યૂહાત્મક રીતે સંગ્રહિત હથિયારોનો તૈયાર પૂરવઠો જાળવી રાખે છે. ગોદારાએ ભારતમાં તેના સહયોગીઓ દ્વારા શૂટરોને હથિયારોની જોગવાઈ કરી હતી. વિશાલ, જેને કાલુ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેણે ગોદારા દ્વારા આયોજિત અગાઉની હિંસક ઘટનાઓમાં તેની સંડોવણીને કારણે આ ફાયરિંગની ઘટના માટે મુખ્ય શૂટર તરીકે ઉભરી આવ્યો હતો. માર્ચમાં ગુરુગ્રામ સ્થિત બિઝનેસમેન સચિન મુંજાલની હત્યા થઈ હતી અને વિશાલ આ કેસમાં વોન્ટેડ છે. ગોદારાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા મુંજાલની હત્યાની કબૂલાત કરી હતી.
લોરેન્સ ગેંગ
લોરેન્સના જ ઈશારે ફાયરિંગને અંજામ આપ્યો છે કે કેમ તેની પણ તપાસ કરાશે. લોરેન્સ બિસનોઈ ગેંગનાં બે સાગરીતો કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢમાં આવીને છુપાઈ ગયા હતા. ગોળીબાર કરનાર વિકી સાહેબ સાહ અને સાગર યોગેન્દ્ર પાલ બંને ઝડપી પાડ્યા છે.
જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલે રવિવારે સવારે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની જવાબદારી લીધી હતી.
ઘટનાની જવાબદારી લોરેન્સ ગેંગે લીધી છે. ગ્રુપ મેમ્બર અનમોલે એક પોસ્ટ શેર કરી છે. જેમાં લખ્યું છે કે ભવિષ્યમાં સલમાન પર પણ હુમલો થઈ શકે છે. જોકે, પોલીસ દ્વારા આ પોસ્ટની પુષ્ટિ કરવામાં આવી નથી. લોરેન્સે માર્ચ 2023માં સલમાનને ધમકી આપી હતી. માર્ચ 2023માં લોરેન્સ તરફથી ધમકી મળ્યા બાદ સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. તેમને મહારાષ્ટ્ર સરકાર તરફથી Y+ શ્રેણીની સુરક્ષા મળી છે.
વર્ષ 2022માં પંજાબી સિંગર સિદ્ધુ મૂઝવાલાની હત્યા બાદ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ સલમાનને ધમકી આપી હતી
NIAએ કહ્યું હતું કે ખાન 10 લોકોની યાદીમાં ટોચ પર છે જેમને જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 1998માં બનેલી કાળા હરણના શિકારની ઘટનાને લઈને સમુદાય ગુસ્સે છે, જેને ટાંકીને લોરેન્સે એક ટીવી ઈન્ટરવ્યુમાં સલમાનને મારી નાખવાની ધમકી આપી હતી.
ગયા વર્ષે જ જોધપુરના રહેવાસી ધાકદ્રમે સલમાનના ઓફિશિયલ મેઈલ પર 3 ઈ-મેલ મોકલ્યા હતા. જેમાં લખવામાં આવ્યું હતું કે સલમાન ખાન તમારો આગામી નંબર છે, જોધપુર આવતા જ તમને સિદ્ધુ મૂસેવાલાની જેમ મારી નાખવામાં આવશે.
જાન્યુઆરી 2024માં બે અજાણ્યા લોકોએ ફેન્સિંગ વાયર તોડીને સલમાન ખાનના ફાર્મ હાઉસમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસના હાથે ઝડપાઈ જતાં બંનેએ પોતાને સલમાનના ચાહક જાહેર કર્યા હતા. તેમની પાસેથી નકલી આધાર કાર્ડ મળી આવ્યા હતા. આ કારણે બંને વિરુદ્ધ FIR પણ નોંધવામાં આવી છે. લોરેન્સ ગેંગના નિશાના પર સલમાન ખાન છે.
જૂન 2022 માં, જ્યારે સલમાનના પિતા સલીમ ખાન, જે મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા, ઘરે પાછા ફર્યા, ત્યારે તેમને એક અજાણ્યો પત્ર મળ્યો જેમાં તેમને અને સલમાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. પત્રમાં લખ્યું હતું – ‘સલમાન ખાન તમારી હાલત મૂસેવાલા જેવી કરી દઈશું.’ આ પછી સલીમ ખાને પોતાના સુરક્ષાકર્મીઓની મદદથી પોલીસનો સંપર્ક કર્યો અને આ અંગે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો.
ગત વર્ષે મુંબઈ પોલીસે સલમાનને ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર વ્યક્તિની અટકાયત કરી હતી. ધમકી આપનાર વ્યક્તિ 16 વર્ષનો સગીર હતો. તેણે કોલ દ્વારા મુંબઈ પોલીસને ધમકી આપી અને તેનું નામ રોકી ભાઈ હોવાનું જાહેર કર્યું. તેણે કહ્યું કે તે રાજસ્થાનના જોધપુરનો રહેવાસી છે અને 30 એપ્રિલે સલમાનને મારી નાખશે.
એકલો સલમાન
સલમાન છેલ્લા 40 વર્ષથી પોતાના પરિવાર સાથે આ ઘરમાં રહે છે. સલમાનનું ઘર એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પર છે. તે અહીં 1BHK L આકારના એપાર્ટમેન્ટમાં એકલો રહે છે. તેના માતા-પિતા 8 માળના ગેલેક્સી એપાર્ટમેન્ટના પહેલા માળે રહે છે.
સિકંદર અફતમાં
સલમાન ખાને હાલમાં જ ઈદના અવસર પર તેની આગામી ફિલ્મ ‘સિકંદર’ની જાહેરાત કરી હતી. આ ફિલ્મનું નિર્દેશન સાઉથના પ્રખ્યાત નિર્દેશક એ. આર. મુરુગાદોસ દિગ્દર્શન કરશે, જેમણે અગાઉ ‘ગજની’, ‘હોલિડે’ અને ‘અકીરા’ જેવી હિન્દી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. સાજિદ નડિયાદવાલા તેના નિર્માતા હશે. નિર્માતા સાજિદ નડિયાદવાલા સાથે સલમાને ‘જુડવા’, ‘મુઝસે શાદી કરોગી’ અને ‘કિક’ સહિત ઘણી હિટ ફિલ્મો આપી છે.
સલામતી
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. સુરક્ષા વધારીને Y-Plus કરવામાં આવી હતી. ખાને વધુ સુરક્ષા માટે નવું સશસ્ત્ર વાહન પણ ખરીદ્યું છે. વ્યક્તિગત પિસ્તોલ લઈ જવાની મંજૂરી આપવામાં આવી છે. અભિનેતાને ઘરની બહાર નીકળતા પહેલા મુંબઈ પોલીસને જાણ કરવા પણ કહેવામાં આવ્યું છે. 14 એપ્રિલ પછી જ્યાં સુધી કોઈ મહત્વપૂર્ણ વાત ન આવે ત્યાં સુધી તેને ઘરે જ રહેવાની સલાહ આપવામાં આવી છે.
ધમકીઓ મળ્યા બાદ તેને Y+ શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે. આ સુરક્ષા વર્તુળમાં 11 સૈનિકો આખો સમય સલમાન સાથે રહે છે, જેમાં એક કે બે કમાન્ડો અને 2 પીએસઓ પણ સામેલ છે. સલમાનના વાહનને આગળ અને પાછળ રાખવા માટે હંમેશા બે વાહનો હોય છે. આ સાથે સલમાનની કાર પણ સંપૂર્ણપણે બુલેટપ્રુફ છે.
પોલીસ અધિકારીની મુલાકાત
શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને સન્માનપૂર્વક નિર્દોષ જાહેર કરનાર NCB અધિકારી જ્ઞાનેશ્વર સિંહ છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ જ્ઞાનેશ્વર સિંઘ ગુજરાતની સત્તાવાર મુલાકાતે આવ્યા હતા. તેણે મુંબઈની કોલ ગર્લ પરમિતા ભૌમિક સાથે ત્રણ રાત વિતાવી હતી. પત્રકાર એકલા દ્વારા ચાલતી સંસ્થા ABI [અલોન બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન] એ NCB અહેવાલ આપ્યો હતો કે, IPS જ્ઞાનેશ્વર સિંહ સત્તાવાર પ્રવાસે દિલ્હીથી ગુજરાત ગયા હતા. આ પ્રવાસ દરમિયાન જ્ઞાનેશ્વર સિંહે કોલ ગર્લ સાથે હોટલમાં ત્રણ રાત વિતાવી હતી. જ્ઞાનેશ્વર સિંહ 27 ફેબ્રુઆરી 2023ના રોજ દિલ્હીથી ગુજરાતમાં હતા. અમદાવાદની ફાઇવ સ્ટાર હોટેલ ITC NARMADA માં તેમના નામે એક રૂમ બુક કરાવ્યો.
પકડાયેલાં ડ્રગ્સના નિકાલ 3 માર્ચ 2023ના રોજ દિલ્હી, લખનૌ અને જમ્મુ અને કાશ્મીરમાં એક સાથે થયો હતો. તે દિવસે જ્ઞાનેશ્વર સિંહ દિલ્હીમાં હતા. પરંતુ કાગળ પર તે ત્રણેય જગ્યાએ એક સાથે હાજર હતો. મતલબ, ત્રણેય સ્થળોના નિકાલના અહેવાલો પર તેમની હાજરીની સહીઓ છે.
ગુવાહાટીના નાર્કો કોઓર્ડિનેશન સેન્ટર (NCORD)ની નિકાલ પ્રક્રિયામાં પણ આવા કૃત્યો કર્યા છે.
ગૃહમંત્રી અમિત શાહ પોતે આ અભિયાન પર નજર રાખી રહ્યા છે. તે આશ્ચર્યજનક છે કે જ્ઞાનેશ્વર સિંહ નરેન્દ્ર મોદી અને અમિત શાહને પણ હળવાશથી લે છે. તે એરકન્ડિશન્ડ રૂમમાં બેસીને NCBની કાર્યવાહી પર નજર રાખે છે. અને ખોટા અહેવાલો બનાવે છે.
એબીઆઈએ જ્ઞાનેશ્વર સિંહના આ કૌભાંડની માહિતી વડાપ્રધાન કાર્યાલય, ગૃહ પ્રધાન કાર્યાલય, ગૃહ સચિવ કાર્યાલય, સેન્ટ્રલ વિજિલન્સ કમિશન, સીબીઆઈ, એનસીબી અને મુખ્ય સચિવ – હિમાચલ પ્રદેશ સરકાર જેવા તમામ મહત્વપૂર્ણ વિભાગોને લેખિતમાં પણ આપી છે