રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ બાદ ગુજરાત કોંગ્રેસમાં ધરખમ ફેરફારની તૈયારી કરવામાં આવી રહી છે. ચૂંટણીમાં મળેલી હાર બાદ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યુ હતુ. ત્યારે અર્જુન મોઢવાડીયા અને ભરતસિંહ સોલંકી માંથી એક નેતાને પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી શકે છે.તો બીજી તરફ પુંજા વંશ અને શૈલેષ પરમાર માંથી એક ધારાસભ્યને વિપક્ષના નેતાનું પદ મળી શકે છે. મળતી માહિતી પ્રમાણે પુંજા વંશ નવા નેતા વિપક્ષ બને તેવી પ્રબળ શક્યતા છે. જો અર્જુન મોઢવાડીયા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બનશે તો શૈલેષ પરમાર વિપક્ષના નેતા બની શકે છે. ભરતસિંહ સોલંકી અધ્યક્ષ બનશે તો પૂંજા વંશ બનશે તેના વિપક્ષતો બીજી તરફ ભરતસિંહ સોલંકી અધ્યક્ષ બનશે તો પૂંજા વંશ વિપક્ષના નેતા બની શકે છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ધારાસભ્યો ભરતસિંહ સોલંકીને પ્રમુખ બને તેવી માગ કરી રહ્યા છે. તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના નેતાઓ અને ધારાસભ્યો અર્જુન મોઢવાડીયા પ્રમુખ બને તેવી માંગ કરી રહ્યા છે.
