ગુજરાતમાં 15 લાખ મોબાઈલ ફોન ઘટી ગયા
- ભાવ વધતા 3 વર્ષમાં 1 કરોડ ફોન ઓછા થવાની ધારણા
- શું ગુજરાતની આર્થિક સ્થિતિ ડગમગી રહી છે
- એક જ મહિનામાં 4 લાખ 40 હજાર ફોન ગ્રાહકો ઘટી ગયા
Gujarat:ગુજરાત રાજ્યમાં 6.7 કરોડ મોબાઈલ ગ્રાહકો હતા. તે એપ્રિલમાં ઘટીને 6.55 કરોડ થઈ ગયા છે.
2020થી 2024 વચ્ચે 15 લાખ ફોન ઘટી ગયા છે. જે ગુજરાતમાં લોકોની આર્થિક હાલત બગડી ચૂકી હોવાનું દર્શાવે છે. માર્ચ 2024ની સામે એપ્રિલ 2024માં એક મહિનામાં 4 લાખ 40 હજાર ફોન ઘટી ગયા હોવાનો અહેવાલ ટેલિકોમ વિભાગે જાહેર કર્યો છે.
ભાવ વધતાં બીજા 50 લાખ મોબાઈલ ફોન જોડાણ ઓછા થવાની ધારણા છે. 3 વર્ષ પહેલા જે વધારો થતો હતો તે દર ધ્યાનમાં લેવામાં આવે તો, વધારાની સામે 4 વર્ષમાં ઓછામાં ઓછા 1 કરોડ ફોન જોડાણ ઘટી જાય એ ચિંતા ઊભી કરે છે.
વળી જે ફોન જોડાણ છે તેમાં 20 ટકા પાસે ઇન્ટરનેટ નથી. તે સ્માર્ટફોનનો ઉપયોગ કરતા નથી. સ્માર્ટફોન પરવડી શકતા નથી. આમ ગુજરાતના લોકો આર્થિક રીતે સદ્ધર થવાના બદલે કંગાળ થઈ રહ્યાં હોવાનો આ ચિતાર છે. જેમાં હવે ભાવ વધતા ઘણા લોકો જોડાણ ઓછા કરી દેશે.
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) ના અહેવાલના આંકડા બતાવે છે કે, ગુજરાતમાં આવકના સ્તરમાં અસમાનતા સ્માર્ટફોનની માલિકી અને ઈન્ટરનેટ એક્સેસ સાથે સંબંધિત છે.
મોદી સરકારે 109 કરોડ મોબાઈલ યુઝર્સ પર વાર્ષિક 34,824 કરોડ રૂપિયાનો બોજો નાખ્યો છે.
દરેક મોબાઈલ પર હવે 321 રૂપિયા વધારો કરી દેવાયો છે. જેમાં રિલાયન્સ જિયો 17,568 કરોડ રૂપિયા, એરટેલને 10,704 કરોડ રૂપિયા અને વોડાફોન આઈડિયાને વાર્ષિક 6552 કરોડ રૂપિયાની કમાણી થશે.
દરેક ફોન દીઠ હવે સરેરાશ રૂ. 200ની કમાણી કંપનીઓ કરવા માંગે છે.
જેમાં રૂ. 2151 કરોડ ગુજરાત પર બોજ આવી પડ્યો છે.
31 ડિસેમ્બર-2023 સુધીમાં દર મહિને સરેરાશ 152.55 રૂપિયા કમાતી હતી. ગુજરાતમાં દર મહિને રૂ. 1022 કરોડનું બિલ કંપનીઓનું બને છે. વર્ષે રૂ. 12,265 કરોડ બિલ આવે છે જેમાં 17થી 18 ટકાનો બિલમાં વધારો ગુજરાતમાં થયો છે. હવે, રૂ. 14,416 કરોડનું ગુજરાતનું ફોન બીલ બનશે.
રિલાયન્સ જિયોએ ટેરિફ રેટમાં 12થી 27 ટકા, એરટેલે 11થી 21 ટકા અને વોડાફોન આઈડિયાએ 10-24 ટકાનો વધારો કર્યો છે.
ગ્રામ્ય વિસ્તારો
ગ્રામીણ ભારતમાં શહેરી ભારત કરતાં વધુ સક્રિય ઇન્ટરનેટ વપરાશકર્તાઓ છે. પણ ગુજરાતમાં આવું નથી.
પણ, ફોન કંપનીઓ ગુજરાતના 50 ટકા ગામડાઓમાં સારી સેવા આપતી નથી. ગ્રામીણ ઇન્ટરનેટ ટેલિ ડેન્સિટી શહેરી વિસ્તારોની 102.16% ની સરખામણીમાં 48.12% જોતાં નોંધપાત્ર રીતે ઓછી છે.
2024માં ગુજરાતમાં 567 ગામોમાં મોબાઈલ કનેક્ટિવિટી નથી. 2015માં ફોન સેવાઓ હજુ પણ ગુજરાતના 1,275 ગામડાઓ સુધી પહોંચી ન હતી.
દેશમાં 55 હજાર ગામોમાં ટેલિકોમ સેવા ન હતી.
ગ્રામીણ ઈન્ટરનેટ ટેલી ડેન્સિટી શહેરી વિસ્તારોમાં 102.16%ની સરખામણીમાં 48.12% પર નોંધપાત્ર રીતે ઓછી છે.
ગુજરાતમાં ગ્રામીણ ટેલિ ડેન્સિટી જૂન ક્વાર્ટરમાં 70.8% હતી. જે દેશમાં 15માં સ્થાને છે.
- દેશમાં ગ્રાહકો
- રિલાયન્સ જિયો 35.69 ટકા ગ્રાહકો
- ભારતી એરટેલ 31.62 ટકા – એરટેલ 32.98 કરોડ ગ્રાહકો
- વોડાફોન આઈડિયા 22.56 ટકા
- બીએસએનએલ 9.85 ટકા
ઓટીટી, કોમ્યુનિકેશન, સોશિયલ મીડિયા અને ઓનલાઈન ગેમિંગ જેવી ઓનલાઈન પ્રવૃત્તિઓ ગ્રામીણ ભારતમાં લોકપ્રિય છે.
માણસ દીઠ મોબાઈલ
વસતી કરતાં મોબાઇલ વધારે હતા. હવે તેમ નથી.
2020માં ગુજરાતમાં કુલ 6.90 કરોડ મોબાઈલ યુઝર્સ હતા. જે ગુજરાતની કુલ વસ્તી કરતા ટેલિફોન જોડાણોની સંખ્યા 73 લાખ વધુ હતા.
2020માં ગુજરાતની કુલ વસ્તી 6.27 કરોડ હતી, તેની સામે 7 કરોડ ટેલિફોન જોડાણો હતા. ગુજરાતની કુલ વસ્તી કરતા ટેલિફોન જોડાણોની સંખ્યા 73 લાખ વધુ હતી.
હવે મોબાઈલ ફોન ઘારકો કેમ ઘટી રહ્યાં છે. ભારતના કુલ ટેલિફોન જોડાણના 5.86 ટકા ગુજરાતમાં છે. જે વસતીની બરાબર છે.
મહિલાઓ
મહિલાઓ માટે ભેદભાવ મોબાઈલમાં દેખાય છે. ગુજરાતની 51% મહિલાઓ પાસે સેલફોન નથી.
ઈન્ટરનેટ
ઇન્ટરનેટમાં ગુજરાત ભારતમાં 10માં ક્રમે છે. જે શ્રીમંત ગુજરાત હોવાનો ભ્રમ ફેલાવવામાં આવ્યો છે તેને ફોડી ફોડી નાખે છે. ગ્રામીણ ભારતમાં શહેરી ભારત કરતાં વધુ સક્રિય ઇન્ટરનેટ વપરાશકર્તાઓ છે. પણ ગુજરાતમાં એવું નથી.
ઈન્ટરનેટ ગ્રાહકોની સંખ્યા 5.4 કરોડ છે. 10 માંથી આઠ મોબાઇલ ફોનમાં ઇન્ટરનેટ કનેક્શન છે અને લગભગ 20% સેલફોન માલિકો પાસે ઇન્ટરનેટ કનેક્ટિવિટી નથી.
8 ટકા ભારત સરકારની બીએસએનએલ કંપની પાસે સેલફોન ગ્રાહકો છે.
રાજ્યમાં 6.7 કરોડ મોબાઈલ ગ્રાહકો છે. જ્યારે ઈન્ટરનેટ ગ્રાહકોની સંખ્યા 5.4 કરોડ છે. આનો અર્થ એ થયો કે 10 માંથી આઠ મોબાઈલ ફોનમાં ઈન્ટરનેટ કનેક્શન છે અને લગભગ 20% સેલફોન માલિકો પાસે ઇન્ટરનેટ કનેક્ટિવિટી નથી.
20% વપરાશકર્તાઓ ઇન્ટરનેટનો ઉપયોગ કરતા નથી, તો સંભાવના છે કે તેઓ સ્માર્ટફોનનો ઉપયોગ કરતા નથી. ઘણા લોકો જેઓ સ્માર્ટફોન પરવડી શકતા નથી તેઓ નિયમિત ફીચર ફોનનો ઉપયોગ કરે છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ આગામી સમયમાં ફાઈબર બ્રોડબેન્ડ, એન્ટરપ્રાઈઝ સેવાઓ, ડેટા સેન્ટર અને ડિજિટલ બિઝનેસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે.
એલન મસ્ક કંપની SpaceXનું સ્ટારલિંક સેટેલાઈટ નેટવર્ક આવતા વર્ષે સીધી સ્માર્ટફોન પર સર્વિસ શરૂ કરી દેશે.
26% ભારતીયો ઓનલાઈન શોપિંગ માટે કેશ ઓન ડિલિવરીનો ઉપયોગ કરે છે.
ભારત બીજા નંબરનું સૌથી મોટું મોબાઈલ ઉત્પાદિત કરતો દેશ બન્યો છે. 2014માં 19%ની સરખામણીએ એકંદર ભારતીય બજારમાં 98% ફોન ભારતમાં 2022માં બન્યા હતા.
12 ટકાથી 28 ટકા જીએસટીની આવક સરકારને થાય છે.
ટેલિકોમ કંપનીઓએ ડિસેમ્બર 2021થી મોબાઈલ ટેરિફમાં વધારો કર્યો નથી. જ્યારે આ સમયગાળા દરમિયાન, કંપનીઓએ 5G સ્પેક્ટ્રમ ખરીદીને સેવાઓ શરૂ કરી છે. જ્યારે Vodafone Idea 5G સેવા શરૂ કરવા જઈ રહી છે. આવી સ્થિતિમાં મોટા પાયે રોકાણ કર્યા બાદ કંપનીઓ પર ટેરિફ વધારવાનું દબાણ હતું.
ભાવ વધારો Jio – જીઓ
155 રૂપિયાના પ્લાન માટે 189 રૂપિયા ચૂકવવા પડશે.
Jioના રિચાર્જ પ્લાન 60 રૂપિયાનો વધારો.
Jioના રિચાર્જ રૂ. 239ના 299 કરી દેવાયા છે.
399 રૂપિયાના રિચાર્જના 449 રૂપિયા કરવામાં આવ્યા છે.
2021માં વધારો કર્યો હતો.
2021માં વોડાફોન આઈડિયાએ 20%, ભારતી એરટેલ અને જિયોએ 25% ભાવ વધારો કર્યો હતો.
કોંગ્રેસે નરેન્દ્ર મોદી સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવ્યા છે.
વડાપ્રધાને ભારતની જનતાને જવાબ આપવો જોઈએ
શું મોદી સરકારે 109 કરોડ સેલફોન વપરાશકર્તાઓ પર આશરે 35 હજાર કરોડનો બોજ લાદતા પહેલા કોઈ તપાસ કરી?
- શું મોદી સરકારે હરાજી દ્વારા સ્પેક્ટ્રમની ખરીદી પર કોઈ અસરનો અભ્યાસ કર્યો છે?
- શું મોદી સરકારે એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર) પર અગાઉની છૂટની અસરનો અભ્યાસ કર્યો?
- તે કેવી રીતે બની શકે કે તમામ સેલ ફોન કંપનીઓ તેમના ટેરિફમાં 15-20% વધારો કરે, જ્યારે તેમનું રોકાણ, ગ્રાહક આધાર વગેરે બધું જ અલગ હોય.
- શું એ સાચું નથી કે સુપ્રીમ કોર્ટે ભારત સરકાર અને ટ્રાઈને સ્લીપિંગ પાર્ટનર તરીકે નહીં પણ જનતા માટે સક્રિય ભાગીદાર તરીકે કામ કરવા કહ્યું હતું?
પ્રશ્ન 1: ખાનગી સેલફોન કંપનીઓ કે જે 92% સેલફોન યુઝર માર્કર હિસ્સો ધરાવે છે, તેઓને મોદી સરકારની કોઈપણ દેખરેખ અથવા નિયમન વગર સેલફોન ટેરિફમાં વાર્ષિક રૂ. 34,824 કરોડનો વધારાની મંજૂરી કેવી રીતે આપી શકાય?
પ્રશ્ન 2: મોદી સરકાર અને ટ્રાઈએ 109 કરોડ સેલફોન વપરાશકર્તાઓ પ્રત્યેની તેમની ફરજ અને જવાબદારીથી કેમ મોં ફેરવી લીધું છે?
પ્રશ્ન 3: શું સંસદની ચૂંટણીઓ પૂરી ન થાય ત્યાં સુધી સેલફોનના ભાવમાં વધારો રોકી રાખવામાં આવ્યો હતો, કારણ કે 109 કરોડ ભારતીયો પર બોજ નાખવાની અને મોદી સરકાર પાસેથી વધારાના 34,824 કરોડ રૂપિયા લૂંટવાની યોગ્યતા વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા હોત?
પ્રશ્ન 4: શું મોદી સરકાર અથવા TRAI એજીઆર પર આપવામાં આવેલી અગાઉની છૂટને ધ્યાનમાં લેશે (જેમ કે ટેલિકોમ નીતિ હેઠળ) અથવા મોદી 2.0 દ્વારા 20 નવેમ્બર, 2019 ના રોજ સ્પેક્ટ્રમની હરાજી ટ્રાંન્ચને મુલતવી રાખશે અથવા અન્ય કોઈપણ સંબંધિત પરિબળોને ધ્યાનમાં લેશે? હરાજી દ્વારા સ્પેક્ટ્રમ ખરીદીને નફાકારકતા પર મૂડી ખર્ચ અથવા આયાતની જરૂરિયાત પર કરવામાં આવ્યું છે?