Gujarat: 135 લોકોના હત્યારા અને ભાજપની સાથે સારા સંબંધો ધરાવતાં મોરબી અને અમદાવાદના ઉદ્યોગપતિ જયસુખ પટેલને લોકસભાની ચૂંટણીના આગલા દિવસોમાં જ જામીન મળ્યા તેને ઘણાં લોકો રાજકારણ ગુજરાતની પ્રજા માટે અત્યંત સંવેદનશીલ ખટલામાં કંઈક તો રંધાયું છે. ચૂંટણી ટાણે કંઈક તો થયું છે. ગુજરાતની વડી અદાલતે જામીન ફગાવી દીધા હતા અને દેશની સર્વોચ્ચ અદાલતે જયસુખ પટેલને જામીન આપી દીધા તે રહસ્ય પ્રજા સમજી શકી નથી.
આ ખટલામાં 370 સાક્ષી છે. એ વાત જયસુખ પટેલ માટે ફાયદો કરાવી ગઈ છે. કારણ કે અદાલત માને છે કે, 370 સાક્ષી હોવાથી ટ્રાયલ ક્યારે પુરી થશે. કેસ ચાલતાં લાંબો સમય લાગી શકે છે.
અદાલદતમાં ખટલો લડતાં વકીલ ઉત્કર્ષ દવેને ધમકી આપવામાં આવી હતી. ટ્રાયલ પુરી ન થાય ત્યાં સુધી ઉત્કર્ષ દવેને પોલીસ સલામતી આપવા આદેશ કર્યો છે. સરકાર એક મહિનાનું રૂ.2.50 લાખનું ખર્ચ આ વકીલની સલામતી પાછળ કરવું પડે છે.
સરકારનું વલણ
જામીન આપવા જોઈએ એવું વલણ ગુજરાત સરકારનું વડી અદાલતમાં હતું. પણ સર્વોચ્ચ અદાલતમાં સરકારે દલીલો કરી હતી તે જામીન ન આપવા જોઈએ.
ભોગ બનનારના વકીલ ઉત્કર્ષ દવેએ કહ્યું હતુંકે, સરકાર તરફથી જામીન આફવા વિરોધ કરવામાં આવ્યો છે. અમે પણ જામીનનો વિરોધ કર્યો હતો.
સામે પક્ષે ભારતના મજબૂત વકીલ હતા. જેમાં મુકુલ રોહતગી, મનીન્દરસીંગ , અમિત શાહના વકીલ રહેલા નીરૂપમ નાણાવટી પણ જયસુખ શાહના વકીલ હતા.
304
304 ખુનના ગુનાની કલમ છે. જે લગાવવા માટે માંગણી હતી. આ કલમ લગાવી નથી. તેથી જયસુખ પટેલને સૌથી મોટો ફાયદો કરવામાં આવ્યો છે. સુપ્રિમ કોર્ટ માને છે કે, 304 અ – નો ગુનો બને છે. 304નો ગુનો નથી. એવું સુપ્રિમકોર્ટને લાગે છે.
ગુજરાતમાં કેટલાંક લોકો 304ની કલમ ઉમેરવા માટે ઝૂંબેશ અને દલીલ કરી રહ્યાં હતા. તેમને સારા એવા બોક્સની ઓફર પણ થઈ હતી.
અમારા માટે માનવું મુશ્કેલ છે કે આ 304નો કેસ છે. કંપનીનો એમડી છે. એમની હાજરી સીક્યોર કરવી જોઈએ. સમયસર ટ્રાયલ પુરી થઈ શકે તેમ નથી કારણ કે 370 સાક્ષી છે. ચેડા અને ધમકી નહીં આપે. 14 મહિના સુધી જેલમાં રહ્યાં છે. ભાગતા ફરતા હતા તેથી કડકમાં શરત રાખવી.
સૂચના
અદાલતે કહ્યું છે કે, જામીન પુરતાં જ આ ઓબ્જર્વેશન છે. ટ્રાયલાં આ વિગતો લેવી નહીં. ટ્રાયલમાં નિષ્પક્ષ રીતે સાક્ષીને તપાસીને કાયદાના તરાજુમા તોલીને ન્યાય કરવો.
પાસપોર્ટે, જિલ્લામાં પ્રવેશ, પુરાવારના ચેડા ન કરવા જેવી બાબતો કડક શરતોમાં આવી શકે છે. કારણ કે જયસુખ પટેલ 88 દિવસો સુધી વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાગતો ફરતો હતો. તેથી લુકઆઉટ સર્ક્યુલર બહાર પાડેલો હતો.
2022ની વિધાનસભાની ચૂંટણી સમયે જયસુખ ફરાર આરોપી હતા. જાન્યુઆરી 2023માં તેઓ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. 2024ની લોકસભાની ચૂંટણીમાં અપેક્ષા પ્રમાણે જામીન મળી ગયા હતા. આ કેસના 10માંથી 9 આરોપી હવે જામીન પર બહાર આવી ગયા છે. દેવપ્રકાશ સોલ્યુશનના દેવાંગ પરમારની જામીન અરજી ગુજરાત વડી અદાલત સમક્ષ પડતર છે.
જયસુખ પટેલ ઓરેવા જૂથના માલિક છે. તેઓ ભાજપના અનેક નેતાઓને મદદ કરતાં હતા. તેની સાથે સંબંધો ધરાવે છે. આવા લોકો હાલ ચૂટણી પણ લડી રહ્યા છે.
ઝૂલતા પુલ દુર્ઘટમાં 135 લોકોના મોતના મુખ્ય આરોપી જયસુખ પટેલને સર્વોચ્ચ અદાલતે શરતી જામીન 23 માર્ચ 2024માં આપ્યા હતા. અગાઉ ગુજરાત સરકારે જયસુખ પટેલના જામીનનો વિરોધ ન કરી વેપારી તરીકે બચાવ કર્યો હતો. 14 મહિના એટલે કે 416 દિવસથી જેલવાસ ભોગવેલો હતો. ઓક્ટોબર 2022માં પુલ તૂટવા માટે તેઓ જવાબદાર ઠર્યા હતા. દુર્ઘટનાના 88 દિવસ બાદ જયસુખ પટેલનું નામ આરોપનામામાં ઉમેરવામાં આવ્યું હતું. તે ઘટના બાદ નાસતો ફરતો હતો. જામીન પર છૂટવા લાંબા સમયથી પ્રયાસ કરી રહયા હતા. તેમના પર IPCની કલમ 304, 308, 337 અને 114 વગેરે કલમ લાગેલી છે.
પણ 302 લગાવવા વકિલની માંગ હતી. જે લગાવી નથી.
7 દિવસમાં મોરબીની ટ્રાયલ કોર્ટ સમક્ષ હાજર થવા આદેશ આપ્યો હતો.
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા બની હતી અને બનાવમાં જયસુખ પટેલને મુખ્ય આરોપી તરીકે દર્શાવી ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
જયસુખ પટેલને જામીન મળે તેની સામે સરકારને કોઈ વાંધો ન હતો. સરકારના આ વલણથી દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો ઘણા નારાજ થયા હતા. તેમણે આ કેસના સરકારી વકીલ મિતેશ અમીનને હટાવવાની માગણી કરતો એક પત્ર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને લખ્યો હતો. જામીન માટે એડવોકેટ ઇ.સી.અગ્રવાલ મારફતે અરજી કરી હતી. આ જામીન અરજીનો વિરોધ પીડિત પક્ષના એડવોકેટ નૂપુર કુમાર અને ગૌરા હતા.
વકીલ નિરુપમ નાણાવટીએ તેમના વતી પક્ષ રજૂ કર્યો હતો. પુલ સમારકામમાં ગેરરીતિ આચરાઇ હોવાના પુરાવા મળ્યા હતા.
હતભાગીઓના પરિવારજનોએ જયસુખ પટેલને જામીન ન આપવા દેખાવો કર્યા હતા.
30 ઓક્ટોબર, 2022ના રોજ દુર્ઘટ બની તેના ત્રણ મહિના પછી, એટલે કે 31 જાન્યુઆરી 2023ના રોજ જયસુખ પટેલ મોરબી અદાલતમાં હાજર થયો.
- 16 જાન્યુઆરી, 2023 સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી.
- 30 જાન્યુઆરી, 2023માં મોરબી કોર્ટમાં પ્રથમ સુનાવણી
- 31 જાન્યુઆરી, 2023માં ફરાર અદાલત સમક્ષ સમર્પણ કર્યું.
- 07 માર્ચ, 2023 વચગાળાની જામીન અરજી નામંજૂર.
- 10 માર્ચ, 2023 પુરવણી ચાર્જશીટ રજૂ કરી.
- 01 એપ્રિલ, 2023 મોરબી ડીસ્ટ્રીક્ટ & સેશન્સ અદાલતમાં રેગ્યુલર જામીન અરજી નામંજૂર થઈ.
- 21 નવેમ્બર, 2023ના રોજ સર્વોચ્ચ અદાલતમાં વચગાળાના જામીન માટે અરજી કરી હતી. જે સુપ્રીમે ફગાવી દીધી અને વડી
- અદાલતનો નિર્ણય યથાવત રાખ્યો હતો.
- 21 ફેબ્રુઆરી, 2024ના રોજ જયસુખ પટેલે સુપ્રીમ કોર્ટમાં ફરી જામીન અરજી કરી.
- 23 માર્ચ 2024માં શરતી જામીન સર્વોચ્ચ અદાલતે આપ્યા.