Gujarat: તો શું આ ચૂંટણીમાં રૂ. 60 હજાર કરોડનો ખર્ચ થશે? આ પ્રશ્ન દરેક સ્થળે પૂછવામાં આવી રહ્યો છે. પક્ષો ભલે ગમે તે કહેતાં હોય પણ એક બેઠક દીઠ વહિવટી તંત્ર, પંચ, પક્ષો, કાર્યકરો, પ્રજા અને તમામ ઉમેદવાર મળીને રૂ.100થી 110 કરોડ ખર્ચાય શકે છે. વિપક્ષોને ફંડની ચિંતા સતાવે છે પણ ભાજપ પાસે બેસુમાર પૈસા છે. તેથી એક તરફી ચૂંટણી થઈ ગઈ છે. વિવાદીત બોંડ દ્વારા સૌથી વધારે પૈસા ભાજપ પાસે આવી ગયા છે. જેનો ખર્ચ ચૂંટણીમાં થઈ રહ્યો છે.
છેલ્લી કેટલીક સામાન્ય ચૂંટણીઓમાં ખર્ચવામાં આવેલી રકમ ઘણા દેશોના GDPની બરાબર છે. સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝનો અંદાજ છે કે આ વખતે સામાન્ય ચૂંટણીમાં 1.20 લાખ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થઈ શકે છે. વિશ્વની અત્યાર સુધીની સૌથી મોંઘી ચૂંટણી હશે. જો તેમ થાય તો એક બેઠક દીઠ કુલ ખર્ચ 200થી 220 કરોડ થઈ શકે છે. ચૂંટણી બોંડ શું કરાવી શકે છે તે કહેવું મુશ્કેલ છે.
ચૂંટણી ખર્ચ દર પાંચ વર્ષે બમણો થઈ રહ્યો છે. ચૂંટણી પંચ દ્વારા 2014માં રૂ. 30 હજાર કરોડનું ખર્ચ કરાયું હતું. 2019ની ચૂંટણીમાં 60 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોવાનો અંદાજ હતો.
ગુજરાતમાં 26 બેઠકો પર સમગ્ર દેશમાં સૌથી વધારે ખર્ચ થઈ શકે તેમ હતો પણ ગુજરાતમાં 10 બેઠકો પર જ હરિફાઈ છે. જ્યાં ખર્ચ થશે. પણ કોંગ્રેસ કે આમ આદમી પક્ષ ખર્ચ આપી શકે તેમ નથી. તેથી સમગ્ર દેશમાં ગુજરાતમાં આ વખતે એક જ પક્ષ દ્વારા એક બેઠક પર રૂ.100 કરોડનું ખર્ચ હોઈ શકે છે.
આ આંકડા માત્ર અંદાજ છે. કારણ કે જે રીતે ભાજપે ચૂંટણી પહેલાંથી જ કાર્યાલય ખોલી દીધા હતા તેનું ખર્ચ કઈ રીતે ચૂંટણી પંચ ગણે છે તેના પર બધો આધાર છે.
સંપૂર્ણ પારદર્શિતા શ્રેષ્ઠ પ્રણાલીઓમાં પણ પ્રપંચી રહે છે, કારણ કે મૂડી તેના રાજકીય પ્રભાવ અને પક્ષોના સમર્થનને છુપાવવા માટેના માર્ગો શોધવાનું ચાલુ રાખે છે. ભારતમાં “કાળી” અર્થવ્યવસ્થા સર્વવ્યાપી હોવા છતાં, અને રાજકીય નાણાના ગેરવસૂલી રેકેટ મોડલના ભાગરૂપે રાજકારણમાં વ્યાપકપણે દાન આપે છે.
પક્ષોના ખર્ચનું ઓછું ચર્ચાતું પાસું ચૂંટણી દરમિયાન મતદારોને આપવામાં આવતી રોકડ અને અન્ય વસ્તુઓના સ્વરૂપમાં છે. આ હેન્ડઆઉટ્સ ભારતીય ચૂંટણીઓની વિશેષતા છે. તમામ ટીકાકારો ધિક્કારે છે, પરંતુ તે દૂર થઈ રહ્યા નથી.
કોંગ્રેસના નેતા મનહર પટેલ કહે છે કે, ચૂંટણી ખર્ચાળ તો છે પણ એક તરફી ખર્ચાળ છે. કોંગ્રેસના ખાતા ફ્રિઝ કરી દીધા છે. આમ આદમી પક્ષના નેતા ધર્મિક માલવિયા કહે છે કે, એક બેઠક દીઠ સત્તા સ્થાને હોય એવા ઉમેદવારને રૂ.15થી 20 કરોડનું ખર્ચ થશે.
નરેન્દ્ર મોદી પછીના નેતા અમિત શાહ પોતાના ગાંધીનગર મત વિસ્તારમાં ભારે ખર્ચાળ પ્રચાર ચાલી રહ્યો છે. ચૂંટણી જાહેર થઈ તેના બીજા જ દિવસથી પ્રચાર રથ ફરતો થયો હતો.
અમદાવાદમાં ઘરેઘર ગૃહ પ્રધાન અમિત શાહે અને ભાજપે મતદારોને પ્રભાવિત કરવા માટે મોંઘુ સાહિત્ય મોકલી આપ્યું છે.
આ સાહિત્યમાં મોદીનો વિશાળ કદના ફોટા વાળું કેલેન્ડર 3 મહિના વિતી ગયા પછીની તારીખે આપવામાં આવ્યું છે. અમિત શાહે પોતાનો પરિચય આપતી 10 પાનાની પત્રિકા પહોંચાડી છે.
આવું દરેક બેઠક પર થથવાનું આયોજન થઈ ચૂક્યું છે.
આવા સાહિત્ય આપવા તે ગેરકાયદે નથી. પણ તેનું ખર્ચ ઉમેદવારના ખર્ચમાં ગણવું પડે છે.
સૌથી મોંઘી ચૂંટણી છે. આવી બે પત્રિકામાં એકમાં તો પ્રકાશક કે પ્રિંટરનું નામ સરનામું પણ નથી.
પ્રચાર કેવા પ્રકારનો હશે તે મોદીનું કેલેન્ડર કહી જાય છે. જેના પર મુંબઈમાં છપાયા હોવાનું લખ્યું છે. પણ તે ચોક્કસ કયા વિસ્તાર અને કયો પ્રેસ છે તેની નોંધ નથી. કેલેન્ડરમાં મહિલાઓને ફોકસ કરવામાં આવી છે.
મહિલાઓ માટેની 6 યોજનાઓ બતાવી છે. જેમાં ઉજ્વલા યોજના એટલે કે ગેસ જોડાણ, ઘરેઘરે નળ, આરોગ્ય, શૌચાલય, વીજળી, નવા મકાનોની વાત મહિલાઓના ફોટો સાથે બતાવી છે.
ચૂંટણી પંચે આ બાબતની ગંભીર નોંધ લેવી જરૂરી છે.
અમિત શાહે ઉમેદવારના નામો જાહેર થાય તે પહેલાંથી જ પોતાના મત વિસ્તારમાં પ્રચાર રથો મૂકી દીધા છે. આવો એર ન્યાય માર્ગ પર એક અખબારની કટેરીના માર્ગના છેડે દેખાયો હતો. જેમાં પ્રચારક વિડિયો જોવા મળ્યા હતા. પણ તે જોનારાઓ કોઈ ન હતા. એક મહિના પછી આ રથ ફરી વખત લોકોએ જોયો નથી.
ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર માટે 95 લાખ રૂપિયાની મર્યાદા નક્કી કરી છે. રાજકીય પક્ષોના ખર્ચની કોઈ મર્યાદા નથી. 2019માં અમિત શાહના ગાંધીનગર મત વિસ્તારમાં હાઈકોર્ટની પાસે એક બિલ્ડીંગમાં તેનો સોશિયલ મિડિયા સેલ ઊભો કર્યો હતો. ચૂંટણી પૂરી થઈ તેની સાથે તે વિખેરી નાંખવામાં આવ્યો હતો. આ ચૂંટણીમાં પણ આવો જ કોઈ સોશિયલ મિડિયા વિભાગ શરૂ કરી શકે છે. કદાચ કોઈ ખુણે તે ચાલુ પણ થઈ ગયો હોઈ શકે છે. જેના લાખોના ખર્ચથી પ્રોપોગેન્ડા ચલાવી શકાય છે.
ચૂંટણી પંચે નક્કી કરેલી ખર્ચ મર્યાદા પ્રમાણે ખર્ચ લોકસભાની 543 બેઠકો માટે કેટલો ખર્ચ થયો
લોકસભાની 2024માં ચૂંટણીમાં અંદાજિત નાના 10 દેશોના અર્થતંત્ર જેટલો ખર્ચ થવાનો છે. ભાજપે ભારતમાં ચૂંટણી મોંઘી બનાવી દીધી છે. 2019ની ચૂંટણીમાં 60 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોવાનો અંદાજ હતો. આ વખતે તેનાથી 4 ગણો ખર્ચ થવાનો છે. આ માત્ર ચૂંટણી પંચનો ખર્ચ છે.
1951-52માં સ્વતંત્ર ભારતમાં પ્રથમ સામાન્ય ચૂંટણીઓ યોજાઈ ત્યારે ચૂંટણી પંચે અંદાજે રૂ. 10.5 કરોડનો ખર્ચ કર્યો હતો. પરંતુ હવે ચૂંટણી ખર્ચાળ બની ગઈ છે. ગુજરાતમાં ઘર વગરના 20 લાખ પરિવારોને મકાનો બાંધી અપાય એટલો ખર્ચ થવાનો છે. ગરીબોના ભોગે આર્થિક મજબૂત લોકો આ ખર્ચ ઉઠાવી રહ્યાં છે.
રાજકીય પક્ષોનો ખર્ચ કેટલો થશે તે ચૂંટણી બોંડની રકમ પરથી કલ્પના કરી શકાય તેમ છે. રાજકીય પક્ષો અને ઉમેદવારોનો બિનસત્તાવાર ખર્ચ પણ ઉમેરવામાં આવે તો ચૂંટણી પંચે રાખેલા હિસાબોના ખર્ચ કરતાં 10 ગણો ખર્ચ થઈ શકે છે. જેનો કોઈ હિસાબ ચોપડે નહીં જોવા મળે.
ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષો અને ઉમેદવારો પાણીની જેમ પૈસા ખર્ચે છે. ચૂંટણી પંચે ઉમેદવારોના ખર્ચની મર્યાદા નક્કી કરી છે, પરંતુ પક્ષોના ખર્ચ પર કોઈ પ્રતિબંધ નથી. તેથી ભારતમાં યોજાનારી લોકસભાની ચૂંટણી હવે વિશ્વની સૌથી મોંઘી ચૂંટણી બની રહી છે.
ચૂંટણી કરાવવાનો સંપૂર્ણ ખર્ચ સરકારો ભોગવે છે. એટલે કે પ્રજા વેરો આપે છે તેમાંથી ખર્ચ થાય છે.
ચૂંટણી પંચનો પોતાનો ખર્ચ
2004ની ચૂંટણીમાં રૂ. 1,016 કરોડનો ખર્ચ થયો હતો. 2009માં રૂ. 1,115 કરોડ અને 2014માં રૂ. 3,870 કરોડનો ખર્ચ થયો હતો. 2019માં ચૂંટણી પંચે 5,000 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કર્યો હશે.
પક્ષોનો ખર્ચ
એસોસિએશન ડેમોક્રેટિક રિફોર્મ્સના અહેવાલ મુજબ, 2014ની ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષોએ 6,405 કરોડ રૂપિયાનું ભંડોળ એકત્ર કર્યું હતું. આમાં રૂ. 2,591 કરોડનો ખર્ચ થયો હતો. 7 રાષ્ટ્રીય પક્ષોએ છેલ્લી ચૂંટણીમાં 5,544 કરોડ રૂપિયાનું ભંડોળ એકત્ર કર્યું હતું.
એકલા ભાજપને 4,057 કરોડ રૂપિયા મળ્યા હતા. કોંગ્રેસને રૂ. 1,167 કરોડનું ભંડોળ મળ્યું હતું. 2019માં ભાજપે 1,142 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હોવાનું ચૂંટણી પંચને કહ્યું હતું. કોંગ્રેસે 626 કરોડથી વધુનો ખર્ચ કર્યો હતો. 2019માં ભાજપે 303 બેઠકો જીતી હતી. ભાજપને સરેરાશ 4.4 કરોડ રૂપિયામાં એક બેઠક પડી હતી. કોંગ્રેસ માત્ર 52 બેઠક મળી હતી, સરેરાશ એક બેઠક જીતવા માટે તેમનો ખર્ચ 12 કરોડ રૂપિયા હતો.
ચૂંટણી પંચ ચૂંટણી પ્રક્રિયા પાછળ ખર્ચે છે. ઇવીએમ, સુરક્ષા દળો, ચૂંટણી સામગ્રી માટે ખર્ચ કરે છે. કાયદા મંત્રાલય 2024માં લોકસભા ચૂંટણી માટે 3 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરશે.
ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર માટે 95 લાખ રૂપિયાની મર્યાદા નક્કી કરી છે. રાજકીય પક્ષોના ખર્ચની કોઈ મર્યાદા નથી.
રાજકીય પક્ષો ત્રણ બાબતો પ્રચાર, વિમાન, હેલિકોપ્ટર, ઉમેદવાર, મુસાફરી પાછળ સૌથી વધારે ખર્ચ કરે છે. પક્ષોના સ્ટાર પ્રચારકો દિવસભર અનેક રેલીઓ કરે છે.
પ્રવાસ
2019માં ભાજપે પ્રવાસ પાછળ 250 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા.
પ્રચાર ખર્ચ
રાજકીય પક્ષોએ પ્રચાર પાછળ રૂ. 1,500 કરોડનો ખર્ચ કર્યો હતો. તેમાંથી સાત રાષ્ટ્રીય પક્ષોએ રૂ. 1,223 કરોડ ખર્ચ કર્યો હતો. ભાજપે રૂ. 650 કરોડ જ્યારે કોંગ્રેસે રૂ. 476 કરોડ ખર્ચ કર્યા હતા.
સત્તાવાર રીતે 1.20 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. જેમાં 20% ચૂંટણી પંચ દ્વારા ખર્ચ કરવામાં આવશે. બાકીનો ખર્ચ રાજકીય પક્ષો અને ઉમેદવારો ઉઠાવશે.
અનાજના બદલામાં ચૂંટણી
સરકાર લગભગ 8 મહિના સુધી 80 કરોડ ગરીબોને મફત રાશનનું વિતરણ કરી શકે છે.
બી જે પી. પ્રુડન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટ, જે દિલ્હીમાં બે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ દ્વારા શાંતિથી ચલાવવામાં આવે છે, તેમાં પૈસા આપનારાઓમાં સુનીલ ભારતી મિત્તલનું ભારતી એરટેલ જૂથ; રૂઇયાનું એસ્સાર ગ્રુપ; કુશલ પાલ સિંહનું DLF (એક સમયે દિલ્હી લેન્ડ એન્ડ ફાઇનાન્સ) જૂથ, રિયલ એસ્ટેટ સમૂહ; DCM, શ્રીરામ ગ્રુપ; યુપીએલ (યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ) જૂથ, રાસાયણિક જંતુનાશકોનું એક મહત્વપૂર્ણ ઉત્પાદક; કોલકાતા સ્થિત આરપી-સંજીવ ગોએન્કા ગ્રુપનું એકમ; અને કેડિલા ગ્રુપ ફાર્માસ્યુટિકલ્સનું ઉત્પાદન કરે છે.
ભારતની સર્વોચ્ચ અદાલતે દેશની સૌથી મોટી બેંકને માત્ર બોન્ડ ખરીદનારા લોકોના નામ જ નહીં – તેમાંથી 18,871થી વધુ – પણ બોન્ડ ખરીદનારા લોકોના નામ પણ જાહેર કરવા ફરજ પાડી છે.
કાયદેસર અને ગેરકાયદેસર ફંડ હોય છે.
સામંત શાહી ચૂંટણી
અર્ધ-મૂડીવાદી અને અર્ધ-સામંતવાદી નીતિ દેખાય છે. મની પાવર અને મસલ પાવર છે. રાજકીય અર્થતંત્ર કબજે કરવા માટે અમુક માર્ગે જાય છે. ફંડના નામે શાસક પક્ષોને અસરકારક રીતે લાંચ આપીને ટેન્ડર લઈ જાય છે. એક રાજકીય પક્ષ અને રાજ્ય પણ સામંતશાહીના એકહથ્થુ શાસનના તત્વો કહી શકાય છે.
સંઘ પરિવાર કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વૈચારિક પ્રોજેક્ટ એટલે ભાજપ એક રાજકીય પાંખ છે. જે સરમુખત્યારશાહી અને સર્વાધિકારી રાજ્ય હિંદુઓને એક કરે છે. લશ્કરી બળની દેખરેખ રાખે છે. સંસ્કૃતિના દુશ્મનો તરફથી ધમકી માટે સતત નજર રાખે છે. આને હિન્દુ રાષ્ટ્ર કહેવામાં આવે છે.
હિંદુ રાષ્ટ્રના નિર્માણના પ્રોજેક્ટ માટે ચોક્કસપણે પૈસા અને દેશમાં ફેલાયેલા તમામ શક્તિશાળી લોકોના સમર્થનની જરૂર પડે છે. તેથી અર્ધ-મૂડીવાદી અને અર્ધ-સામંતવાદી બંને વર્ગોના સમર્થનની જરૂર છે, જે પૈસાની શક્તિ પેદા કરે છે.
ચૂંટણી બોન્ડ્સ અને સામાન્ય રીતે રાજકીય ભંડોળ એ સામાન્ય ભ્રષ્ટાચાર, અથવા ક્રોની મૂડીવાદ, નીતિ કેપ્ચર, અથવા લોકશાહીની અન્ય સમાન વિકૃતિઓનું સાધન નથી જેને કાયદાના શાસન દ્વારા સુધારી શકાય છે.
ઘણી કંપનીઓએ કોન્ટ્રાક્ટ મેળવ્યા છે. પોલીસ દળ, તપાસ એજન્સીઓ અને ન્યાયતંત્ર પરેશાન કરી શકે છે. કંપનીઓને દરોડાની ધમકી હેઠળ ચૂકવણી કરવાની ફરજ પડી છે. જે વ્યવસાય કરવાની કિંમત ચૂકવાય છે. જેને ખંડણી કહી શકાય. મુંબઈમાં શિવસેના અને અમદાવાદમાં ગુંડા ગેંગ કરતા હતા, એમ. કાર્યવાહી સામે રક્ષણના બદલામાં ફંડ હોય છે. શેલ કંપનીઓનો ઉપયોગ રાજકીય ફંડ તરફ દોરી જાય છે.
હજુ સુધી કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી, કોઈ તપાસ શરૂ કરવામાં આવી નથી, તે આઠ રાજ્યોમાં પણ જ્યાં વિપક્ષી ગઠબંધન પક્ષો સત્તામાં છે. બોન્ડના અમલીકરણથી, ભાજપને માત્ર અડધા પૈસા મળ્યા છે, અન્ય સ્વરૂપો દ્વારા ભંડોળ એકત્ર કર્યું છે.
કંપનીઓ ત્રણ વર્ષમાં સરેરાશ નફાના માત્ર 7.5 ટકા જ દાન કરી શકે છે. જે બેલેન્સ શીટમાં તેની જાણ કરવી પડે છે.
ભાજપે આ યોજનાને શા માટે જરૂરી ગણાવી? એ યાદ રાખવા જેવું છે કે જ્યારે સરકાર ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ લઈને આવી ત્યારે બીજેપી દાનની બાબતમાં અન્ય પક્ષો કરતાં ઘણી આગળ હતી, તો આ યોજનાની શું જરૂર હતી?
આ પ્રશ્નનો જવાબ સમાજ અને રાજકારણના સ્વરૂપમાં છે જે સંઘ પરિવારનો વ્યાપક પ્રોજેક્ટ બનાવવા માંગે છે. તે સમાજ એક સર્વાધિકારી અને સરમુખત્યારશાહી રાજ્ય દ્વારા વર્ગીકૃત થયેલ છે, તેના વૈચારિક પ્રોજેક્ટની અગ્રતાના આધારે કાયમી રીતે સંગઠિત અર્ધ-રાજ્ય છે. આ સિસ્ટમ દરેક વ્યક્તિના જીવનની શક્ય તેટલી ઝીણવટથી દેખરેખ રાખે છે. ચૂંટણી બોન્ડ યોજનાએ હિન્દુ રાષ્ટ્રના નિર્માણના સંઘ પરિવારના વૈચારિક પ્રોજેક્ટને પરિપૂર્ણ કર્યો.
ભારતમાં રાજકીય ભંડોળના ઘણા પરિમાણો અને પાસાઓ છે, જેમાંથી એક ચૂંટણી બોન્ડ રજૂ કરે છે. કંપનીઓ ચૂંટણી બોન્ડ દ્વારા શાસક પક્ષોને લાંચ આપીને ટેન્ડરો મેળવે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં, રાજકીય પક્ષ અને રાજ્યને પણ સામંતશાહી સરમુખત્યારશાહી શાસનમાં સમાવી શકાય છે.
લાંચના બદલામાં કોર્પોરેટ્સને લાભ આપીને અથવા ધમકીઓ દ્વારા તેમની પાસેથી નાણાં પડાવીને પોતાના માટે સંપત્તિ એકત્ર કરવા કરતાં વધુ વ્યાપક અને લાંબા ગાળાના છે.
સર્વોચ્ચ અદાલત દ્વારા ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને રદ કરવી એ નિઃશંકપણે લોકશાહીની તરફેણમાં અને આ સરમુખત્યારશાહી કૂચ સામે એક ફટકો હતો. ભ્રષ્ટાચાર, લાંચ અને ખંડણી એટલે ચૂંટણી બોન્ડ યોજના છે.
- લોકસભામાં પ્રદેશની બેઠકો
- 28 રાજ્યો બેઠક
- ઉત્તર પ્રદેશ – 80
- મહારાષ્ટ્ર – 48
- પશ્ચિમ બંગાળ – 42
- તમિલ નાડુ – 39
- બિહાર – 40
- મધ્ય પ્રદેશ – 29
- કર્ણાટક – 28
- ગુજરાત – 26
- રાજસ્થાન – 25
- આંધ્ર પ્રદેશ – 25
- ઑડિશા – 21
- કેરળ – 20
- તેલંગાણા – 17
- આસામ – 14
- ઝારખંડ – 14
- પંજાબ – 13
- છત્તીસગઢ – 11
- હરિયાણા – 10
- ઉત્તરાખંડ – 5
- હિમાચલ પ્રદેશ – 4
- ગોવા – 2
- મણિપુર – 2
- મેઘાલય – 2
- અરુણાચલ પ્રદેશ – 2
- ત્રિપુરા – 2
- નાગાલેંડ – 1
- મિઝોરમ – 1
- સિક્કિમ – 1
9 કેન્દ્ર શાસિત પ્રદેશ
- દિલ્હી 7
- જમ્મુ અને કાશ્મીર 6
- લડાખ 4
- ચંડીગઢ 1
- દાદરા અને નગરહવેલી 1
- દમણ અને દીવ 1
- પૉંડિચેરી 1
- લક્ષદ્વીપ 1
- અંદામાન અને નિકોબાર 1
કયા પક્ષને કેટલી બેઠકો મળી (ચૂંટણી 11 એપ્રિલથી 19 મે 2019)
નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) – રાજકીય જૂથ સરકાર (330)
- ભાજપ 302
- શિવસેના – 13
- રાષ્ટ્રીય લોક જન શક્તિ પાર્ટી – 5
- અપના દલ સોનેલાલ – 2
- અખિલ ભારતીય અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ – 1
- ઓલ ઝારખંડ વિદ્યાર્થી સંઘ – 1
- મિઝો નેશનલ ફ્રન્ટ – 1
- નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી – 1
- નાગા પીપલ્સ ફ્રન્ટ – 1
- નેશનલ પીપલ્સ પાર્ટી – 1
- સિક્કિમ રિવોલ્યુશનરી ફ્રન્ટ – 1
- સ્વતંત્ર – 1
વિરોધ પક્ષે – 212
સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન – 110
- કોંગ્રેસ – 52
- દ્રવિડ મુનેત્ર કઝગમ – 23
- જનતા દળ યુનાઇટેડ – 16
- શિવસેના ઉદ્ધવ – 6
- રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી – 4
- ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ – 3
- જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સ –
- જનતા દળ સેક્યુલર – 1
- ઝારખંડ મુક્તિ મોરચા – 1
- ક્રાંતિકારી સમાજવાદી પક્ષ – 1
- વિધુથથલાઈ ચિરતુથૈયાલ કાચી – 1
- સ્વતંત્ર – 1
અન્ય – 97
- ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ – 22
- YSR કોંગ્રેસ પાર્ટી – 22
- બીજુ જનતા દળ – 12
- બહુજન સમાજ પાર્ટી – 10
- તેલંગાણા રાષ્ટ્ર સમિતિ – 9
- સમાજવાદી પાર્ટી – 5
- ભારતીય સામ્યવાદી પક્ષ માર્કસવાદી – 3
- તેલુગુ દેશમ પાર્ટી – 3
- શિરોમણી અકાલી દળ – 2
- ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તહાદુલ મુસ્લિમીન – 2
- ભારતીય સામ્યવાદી પક્ષ – 2
- આમ આદમી પાર્ટી – 1
- ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ – 1
- કેરળ કોંગ્રેસ – 1
- નેશનલ ડેમોક્રેટિક પાર્ટી – 1
- સ્વતંત્ર – 2
- ખાલી – 1