Gujarat: અમદાવાદ શહેરનો રૂ. 4 કરોડનો મશીન હોલનો ડીઝીટલ મેપ
દિલીપ પટેલ અમદાવાદ, 28 જૂન 2025
Gujaratઅમદાવાદ શહેરમાં 48 વોર્ડમાં 1 લાખ 75 હજાર મશીન હોલ છે. જેનું ઉપગ્રહની મદદથી મેપિંગ કરવામાં આવશે. અમદાવાદ શહેરની ડ્રેનેજ અને વરસાદી પાણીની લાઈનના મેઇન હોલ તેમજ કેચપીટનો ડિજિટલ ડેટા તૈયાર કરવામાં આવશે. એક ઢાંકણાની કિંમત થાય એટલે ખર્ચે તેનો નકશો બનાવવામાં ભાજપના સત્તાધીશો ખર્ચ કરશે.
ગૂગલ મેપિંગથી ગટરની લાઈનના મેઇન હોલ શોધીને ડેટા તૈયાર કરીને ડિજિટલ નકશો તૈયાર કરવામાં આવશે. દરિયાપુર વોર્ડમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. હવે આખા શહેરમાં તેનો અમલ થશે. ઈ-ગવર્નન્સ વિભાગ દ્વારા ગ્લોબલ પોઝિશનિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરી મશીન હોલ્સના મેપીંગ માટે મશીન હોલ મેપીંગ કરાશે.
સીવેજ લેજર સીવેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેટાને એ ડિજિટલ રેકોર્ડ અને ટ્રેક કરે છે. પાઇપલાઇન સ્થાનો, જાળવણી સમયપત્રક, ફ્લો મેટ્રિક્સ અને ટ્રીટમેન્ટ પ્લાન્ટ કામગીરી પછી જાણી શકાશે. અમદાવાદમાં 9 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, 45 સુએજ પમ્પિંગ સ્ટેશન અને આશરે 2500 કિ મી લાંબુ સુએજ નેટવર્ક ચલાવે છે અને તેનું સંચાલન કરે છે.
પાણીની પાઇપલાઇન 4105 કિમી છે.
સેન્ટ્રલાઇઝડ, પારદર્શક, રીઅલ-ટાઇમ ડેટાબેઝથી કામ કરી શકાશે. પાણી અને ગટરના ઓપરેશન્સ રીલેટેડ કામગીરીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર આયોજન થઈ શકે. ઓપરેશન્સ એન્ડ મેઇન્ટેનન્સ ખર્ચનું નિયમન કરી શકાશે. પાણી અને ગટરની કામગીરી પર કેન્દ્રીય નિયંત્રણ અને નિયમન થશે.
શહેર તમામ મશીન હોલ્સ, કેચપીટ્સ, ચેમ્બર્સ, પંપીંગ સ્ટેશનો, ટ્રીટમેન્ટ પ્લાંટ્સ, નેટવર્ક પાઇપલાઇન્સ તેમજ અન્ય કોમ્પોનેન્ટ્સનું ઓપરેશન થઈ શકશે.
સીવેજ માળખાની તપાસની તમામ વિગતો નાખવામાં આવશે. કર્મચારીઓ દ્વારા સ્થળ પરની હાજરી અંગે કામગીરીનું નિરીક્ષણ કરી શકાશે.
નાગરિક સેવા માટે શુક્ષ્મ સંચાલન તેમજ મેક્રો મેનેજમેન્ટ વધુ સચોટ, રીયલ ટાઈમ થઈ શકશે. ડેશબોર્ડનું મોનીટરીંગ કરવામાં આવશે. રૂ. 4 કરોડ જેટલા ખર્ચમાં ઉપરોક્ત પ્રોજેક્ટ અંતર્ગત ૩ વર્ષની કામગીરી રહેશે.
ફરિયાદ
અમદાવાદ શહેરમાંથી રોજ 1811 ફરિયાદ ગટરને લગી હોય છે. પાણી અને ગટરની લાઈન લીકેજ હોવાથી પ્રદૂષિત પાણી આવતું હોવાની 98 હજાર ફરિયાદ વર્ષે આવે છે. ગટર ઉભરાતી, ગટરના પાણી બેક મારવા ઉપરાંત પાણી અને ગટરની લાઈનમાં લીકેજીસના કારણે પ્રદૂષિત પાણી લોકોને પીવું પડે છે.
ગટર ઉભરાવાની ફરિયાદ વધતી જાય છે. 1 વર્ષમાં 43 કરોડનું ખર્ચ છતાં 3.51 લાખ ફરિયાદ આવે છે.
ઠેકેદારો દ્વારા હાઈફલો જેટીંગ, મીની જેટીંગ, સુપર સકર મશીન ઉપરાંત કમ્બાઈન્ડ જેટીંગ મશીનની મદદથી ડિસીલ્ટીંગની કામગીરી કરવામાં આવે છે. શહેરની સરકાર પાસે ગટર સફાઈના 60 મશીન છે. ઉપરાંત ખાનગી માલિકીના 4 મશીનની મદદથી ગટરની સફાઈ કરવામાં આવે છે.
આમ છતાં ગટર ઉભરાવાની ફરિયાદ વધી રહી છે.
અમદાવાદમાં મજૂરોને ગટરમાં સફાઈ કરવા ન ઉતરવું પડે તેથી, 7 વર્ષ માટે 33.45 કરોડ ભાડું આપી બે રીસાઈકલ મશીન લવાયા છે. 66 જેટલા ડિસીલ્ટીંગ મશીનો દ્વારા શહેરમાં આવેલી ગટરલાઈનોની સાફ સફાઈ કરાવવામાં આવે છે. ગટરલાઈનોમાં થયેલા કાદવ, કીચડ અને કચરાને સાફ કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અદ્યતન ટેકનોલોજીવાળા જેટીંગ કમ સેક્શન વિથ રીસાયકલિંગ ફેસિલિટી વાળા બે મશીન ભાડે લેવામાં આવ્યા છે. PPP ધોરણે આ બે રિસાઈ કલર મશીન 33.45 કરોડના 7 વર્ષના ભાડા પેટે લવાયા છે.
જેમાં હવે ગૂગલ દ્વારા સરવે થઈ ગયા બાદ ફાયદો થઈ શકે છે.