શિયાળો પૂર્ણ થતા હવે ઉનાળો શરૂ થવો જોઈએ, પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ઉનાળાની જગ્યાએ ચોમાસાની સ્થિતિનું સર્જન થયું છે. આજે ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો, જેના કારણે લોકો પણ વિસ્મયમાં મુકાયા હતા. કમોસમી વરસાદના પરિણામે ખેડૂતો માથે પણ મુસીબત આવી પડી હતી. બીજી તરફ છૂટા છવાયા છાંટા પડવાના કારણે ઉકળાટથી લોકોને રાહત મળી હતી. ત્યારે ગુજરાતના ક્યા વિસ્તારોમાં માવઠા જેવી સ્થિતિનું સર્જન થયું એક નજર કરીએ.
આણંદ
આણંદ પંથકની આજુબાજુના વિસ્તારમાં વાતાવરણમા અચાનક પલટો આવ્યો. પંથકમાં વાતાવરણે પલટો ખાતા કમોસમી વરસાદી છાંટા પડ્યા હતા. કમોસમી વરસાદથી ખેડૂતોના ચહેરા પર ચિંતાના વાદળો જોવા મળ્યા હતા. વરસાદી છાંટા પડતા લોકોને ઉકળાટથી સામાન્ય રાહત મળી હતી.
પાટણ
પાટણ જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. શહેરમાં વહેલી સવારે વાદળછાયું વાતાવરણ સાથે ભારે પવન ફૂંકાયો હતો. જોકે હવામાન વિભાગે પણ માવઠાની આગાહી કરી હતી.આગાહીના પગલે વાતાવરણમાં પલટો જોવા મળતા અનાજ અને મસાલા વેચાણકારો તથા ખરીદ કરનારાઓમાં થોડી ચિંતા પ્રસરી ગઇ.
અમરેલી
અમરેલી જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે..વહેલી સવારથી આકાશમાં વાદળો છવાયેલા છે..વાદળોના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.અને લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે..ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છમાં આજથી ત્રણ દિવસ માઠવાની શક્યતા છે.