“કાળજા કેરો કટકો મારો” ના રચયિતા પદ્મશ્રી કવિ દાદનું નિધન થયું છે. તારીખ 26 જાન્યુઆરીના રોજ કવિ દાદને પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો. રાજકોટ જીલ્લાના ધુનનાનું ગામ ખાતે 85 વર્ષની વયે લીધા કવિ શ્રી દાદે અંતિમ શ્વાસ લીધાં છે. દાદુદાન પ્રતાપદાન ગઢવી ઉર્ફે દાદબાપુએ અનેક કવિતાઓ રચી હતી. થોડાં સમય પહેલા કવિશ્રી દાદના મોટા પુત્ર મહેશદાનનું કોરોનાથી નિધન થયું હતું.ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા પદ્મ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં કુલ પાંચ ગુજરાતીઓને પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યાં હતાં. જેમાં ગુજરાત ખાતે પાંચ પુરસ્કાર આવ્યા હતાં. આ ઉપરાંત કેશુભાઇ પટેલ (કેશુબાપા) ને મરણોપરાંત પદ્મભૂષણ અર્પિત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મહેશ-નરશ કનોડિયાને પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યાં હતાં. દાદુદાન ગઢવી (કવિ દાદ) ને પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતાં.તમને જણાવી દઇએ કે, કવિ દાદને પદ્મશ્રી પહેલાં ગુજરાત ગૌરવ અને ઝવેરચંદ મેઘાણી એવોર્ડ પણ એનાયત કરાયો હતો. તેમની રચનામાં માટીની મહેક અને ગુજરાતની પરંપરાની ઝલક છે. જેથી તેમની દરેક રચના સૌ કોઇને એટલી જ પોતીકી લાગે છે.
