દારુબંધીના નામ પર ગુજરાતમાં છલોછલ દારૂ ઠલવાઈ રહ્યો છે.રાજ્યમાં દારૂબંધીને લઈને હવે દિવસેને દિવસે વિવાદ વકરી રહ્યો છે. તેના કારણે રાજ્યમાં દારૂના દુષણને ડામવા માટે પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું છે. રાજ્યના તમામ જીલ્લા પોલીસ વડા અને રેન્જ આઈજીએ એક મોટો નિર્ણય લીધો છે. રાજ્યના પોલીસ વડાએ રાજ્યમાં દારૂ મુદ્દે સ્પેશિયલ ડ્રાઈવ કરવા આદેશ આપ્યો છે. જેના કારણે દારૂનો વેપાર કરતા બુટલેગરોમાં ડરનો માહોલ બનેલો છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં દારૂ મુદ્દે સ્પેશિયલ ડ્રાઈવ કરવા આદેશ કરતા અફડા તફડીનો માહોલ બનેલો છે. રાજ્યના પોલીસ વડાએ દારૂ મુદ્દે સ્પેશિયલ ડ્રાઈવ કરવા આદેશ કર્યો છે. જેથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં 2 માર્ચથી 17 માર્ચ સુધી સ્પેશિયલ ડ્રાઈવ કરવાની સૂચના પોલીસને મળી છે. તેના માટે તમામ જીલ્લા પોલીસ વડા અને રેન્જ આઈજીએ આદેશ જાહેર કરી દીધા છે. એટલું જ નહીં, પોલીસ કમિશનર અને સ્ટેટ મોનિટરીંગ સેલને પણ આદેશ કરી દેવામાં આવ્યો છે.