Gujarat: ફરી એક વખત ભાજપે પક્ષાંતર કરાવ્યું છે. એ એવા માણસનું કે જેમણે વડાપ્રધાન જ્યારે મુખ્ય પ્રધાન હતા ત્યારે પત્રકાર પરિષદ બોલાવીને તેમણે નરેન્દ્ર મોદીના અંગત જીવન અને જાહેરમાં આરોપો મૂક્યા હતા. તેમના પત્નિ અને બીજી અંગત બાબતો જાહેર કરી હતી. શંકરસિંહ વાઘેલાના એક સમયના મજબૂત સાથીદાર સોમા ગાંડા કોળીપટેલ તેનું નામ છે. તેઓ ફરી ભાજપમાં ગયા છે. ભાજપ નામનો હાથી હવે સોમા ગાંડાને પણ પોતાના પક્ષમાં લઈ રહ્યો છે. નીતિ અને નીતિમત્તા કોઈનામાં રહી નથી. આ એજ સોમા ગાંડા છે જેમણે પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પાસેથી રૂ. 15 કરોડ લઈને રાજીનામું આપ્યું હોવાની વાત એક સ્ટીંગ ઓપરેશનમાં કરી હતી. હવે તે ભાજપમાં છે. ભાજપ હવે સડેલા રીંગણા જેવો પક્ષ બની ગયો છે.
નેતાઓ અને કાર્યકરો કોંગ્રેસ છોડી રહ્યા છે. અનેક કોંગ્રેસ નેતાઓએ પક્ષાંતર કરીને ભાજપનો ખેસ પહેરી લીધો છે. લોકસભાની ચૂટણી જાહેર થઈ છે ત્યારે ભાજપમાં પક્ષાંતર અને પક્ષાપક્ષી અને વિવાદો વકરી ચૂક્યા છે. છેલ્લી 3 ચૂંટણીથી આવું થઈ રહ્યું છે. આઝાદી બાદ આ પાર્ટીએ દેશમાં સૌથી લાંબા સમય સુધી શાસન કર્યું.
ગુજરાત ભાજપે છેલ્લાં 23 વર્ષમાં 60થી 70 હજાર કાર્યકરો અને નેતાઓને પક્ષાંતર કરીને લાવવામાં આવ્યા છે. હવે આ નેતાઓ જ ભાજપ માટે પતનનું કારણ બની શકે છે.
1947 થી અત્યાર સુધી, કોંગ્રેસે લગભગ 48 વર્ષ સુધી કેન્દ્ર સરકારને ટુકડે-ટુકડે ચલાવી. અનેક વખત વિભાજન કોંગ્રેસનું થયું પણ 10 વર્ષમાં ભાજપે કોંગ્રેસથી નેતાઓને આયાત કર્યા છે એવું અગાઉ ક્યારેય થયું નથી. ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર પાટીલ અનેક વખત અંબરીશ ડેરને ભાજપમાં જોડાવા માટે જાહેરમાં આમંત્રણ આપી ચૂક્યા છે. ડેરને તો મારે એક દિવસ ખખડાવવા પડશે, તેમને ખખડાવવાનો મારો અધિકાર છે. 2002થી લઈને અત્યાર સુધી લગભગ સો જેટલા કૉંગ્રેસી નેતાઓ ભાજપમાં પક્ષાંતર કર્યું છે ત્યાં ભાજપના મૂળ કાર્યકરો ખુશ નથી.
કોણ છે ભેદી
વિધાનસભાની 2022ની ચૂંટણીમાં કોંગ્રેસના કેટલાક નેતાઓએ ટિકિટ વેચી હોવાનો ફેકટ ફાઈન્ડિંગ કમિટીના રિપોર્ટમાં વિગતો હતી. કોંગ્રેસ હાઈ કમાન્ડે મંજૂર કરેલા ઉમેદવારોનો ગુજરાતના નેતાઓએ સોદો કર્યો હતો. કેટલાક નેતાઓએ 35 ઉમેદવાર પાસેથી રૂપિયા લઇને ટિકિટો આપી હોવાનું માનવામાં આવે છે. દિલ્હીથી નક્કી થયેલા ઉમેદવારોને પ્રદેશના કેટલાક નેતાઓએ બદલી નાખ્યાં હતા.
તેના માટે કોણ જવાબદાર? એ પ્રશ્ન આજે પણ અશોક ગેહલોતને પૂછવામાં આવી રહ્યો છે. શું તેઓ આ બધું જાણતાં ન હતા? તેથી 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોગ્રેસ માત્ર 17 બેઠક મેળવી શકી હતી. ભાજપના કાર્યકર્તાઓને હવે લાગે છે કે બહારથી આવેલા લોકો તેમનામાંથી ભાગ પડાવે છે. અસંતોષ હોય, પરંતુ ભાજપના કાર્યકર્તાઓ જાહેરમાં વિરોધ કરતાં નથી.
મેઘાલયમાં બે પરંપરાગત હરીફ રાજકીય પક્ષો કોંગ્રેસ અને ભાજપ હવે ગઠબંધનમાં છે. એમ્પ્રીન લિંગદોહના નેતૃત્વમાં મેઘાલયમાં કોંગ્રેસના તમામ પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રી કોનરાડ સંગમાની નેશનલ પીપલ્સ પાર્ટીના નેતૃત્વમાં ગઠબંધનને સમર્થન આપ્યું છે. ભાજપ પણ આ ગઠબંધનમાં ભાગીદાર છે. શ્રીમતી લિંગદોહે કહ્યું કે કોંગ્રેસના નેતાઓએ કોનરાડ સંગમાના મેઘાલય ડેમોક્રેટિક એલાયન્સ (એમડીએ)માં જોડાવાનો નિર્ણય કર્યો છે.
ભાજપના બળવાખોરો રમત બગાડી રહ્યાં છે.
કોંગ્રેસના 12 ધારાસભ્યો પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા પછી બંને પક્ષો નજીક આવ્યા છે. ગુજરાતમાં કોંગ્રેસમાંથી રાજીનામાનો દોર યથાવાત છે. કોંગ્રેસે રોહન ગુપ્તાને પૂર્વ અમદાવાદ બેઠક ટિકિટ આપી હતી પણ પરંતુ તેમણે ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે અમદાવાદ પૂર્વ બેઠક પરથી રોહન ગુપ્તાને ઉમેદવાર જાહેર કર્યાં હતા. હવે ભાજપના આયોજન પ્રમાણે એમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. તેમના પિતા રાજકુમાર ગુપ્તાએ પણ રાજીનામું આપી ચૂક્યા હતા. આમ પિતા અને પુત્ર બન્નેએ કોંગ્રેસની પીઠ પાછળ ખંજર મારીને રાજીનામું આપી ભાજપને મદદ કરી હતી. પિતા અને પુત્રના રાજીનામાંથી કોંગ્રેસનું ચૂંટણી વાતાવરણ ડહોળાઈ ગયું હતું. કોંગ્રેસને લોકસભાની ચૂંટણીમાં અકલ્પનીય ફટકો પડ્યો હતો.
રોહન ગુપ્તાના પિતા રાજકુમાર ગુપ્તા 40 વર્ષ કોંગ્રેસ પાર્ટીના સભ્ય રહી ચૂક્યા હતા. રાજકુમાર ગુપ્તા કોંગ્રેસમાં મહામંત્રી, ઉપપ્રમુખ અને ખજાનચી રહ્યાં હતા. રોહન ગુપ્તા કોંગ્રેસમાં નેશનલ સોશિયલ મીડિયા કો-ઓર્ડિનેટર હતા.
અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસના રોહન ગુપ્તા અને ભાજપના હસમુખ પટેલ વચ્ચે ટક્કર થવાની હતી. પરંતુ રોહન ગુપ્તાએ ઉમેદવારી પરત ખેંચતા હવે કોંગ્રેસ નવા ઉમેદવારની શોધ શરૂ કરી હતી.
રોહનના મિત્ર બિમલ શાહે કહ્યું હતું કે, આવા સંજોગોમાં રોહન ગુપ્તાએ રાજીનામું ન આપવું જોઈએ. નાની ઉંમરમાં મોટી જવાબદારી સોંપી હતી. રોહન ગુપ્તાનો રાજીનામું આપવાનો નિર્ણય ખોટો છે. આવા સંજોગોમાં રાજીનામું ન આપવું જોઈએ.
પક્ષે હવે ઉમેદવારની પાસેથી ઘરની સભ્યોની સંમત્તિ લેખિતમાં મેળવવા નીતિ નક્કી કરવી પડશે. ચૂંટણી લડવા માટે તેમની પાસે ભરપુર પૈસા છે. અનેક બિજનેશ છે. ઈન્સ્યુરંસ કંપનીઓના ઘણાં કામ છે. બીજા પારાવાર બિજનેશ તેની પાસે છે.
શક્તિસિંહની નબળાઈ છે.
રોહન ગુપ્તાએ ઉમેદવારી પરત ખેંચી ત્યારે જ શોકોઝ નોટિસ આપીને સસ્પેન્ડ કરવાની જરૂર હતી.
બિમલ શાહ, હિંમતસિંહ પટેલ, અમિત ચાવડા તેમની લોબીના વ્યક્તિઓ છે. ગુપ્તાના નામની ભલામણ કરનારા સામે ગોહીલે કોઈ પગલાં લીધા નથી. ગુપ્તા ભાજપમાં જતા રહે તો નવાઈ નહી.
ધંધા
રોહન ગુપ્તા કોંગ્રેસમાં ટોચના નેતાઓ શિવાય બીજા કોઈ કાર્યકરોને ક્યારેય મળતા ન હતા. તેમની હાલ ઈસ્કોન પાસે એસજી હાઈવે વિશાળ કચેરી છે. તે પહેલા તેની મુખ્ય કચેરી વસ્ત્રાપરમાં હતી. એ સમયે શાહીબાગમાં પણ કચેરી હતી. વિમા અંગે મોટું કામ હતું. બીજા અનેક બિજનેશ હતા. ઘણી કચેરીઓ તેમની હતી. જ્યાં તેઓ ભેદી કામ કરતાં હતા.