- પુરાણની મોકાણ, પુરનું કમઠાણ
(સૈયદ શકીલ દ્વારા) : Gujarat માં ચોમાસાના પ્રારાંભિક વરસાદમાં જ રસ્તાઓ તૂટ્યા અને નદીઓ પણ રસ્તા પર રેલાઈ જવા પામી છે. આ ગુજરાત સરકાર માટે મોટી ચેતવણી છે. ગુજરાત સરકાર ગમે તેટેલા હોકાટા પાડે પણ વાસ્તવિક્તા દિવસે દિવસે લોકોના જાન માલ માટે મોટો ખતરો આણનારી હોવાનું ડોકાઈ રહ્યું છે. સામાન્ય રીતે ભારે વરસાદમાં નદી, સરોવરો, તળાવો છલકાય છે પરંતુ એ પાણી આવી રીતે રસ્તાઓ પર ધસમસતી નદીની જેમ વહેતું જોવા મળતું ન હતું.
હવે આ સ્થિતિનું આકલન ગુજરાત સરકાર કે લોકલ બોડીઓ કરે છે કે કેમ તે માલૂમ પડી રહ્યું તી પણ સ્થિતિ ભયાવહ બની રહી છે. નદીઓ,તળાવો અને સરોવરોમાં જે પ્રકારે પુરાણ થઈ રહ્યું છે તેના કારણે પાણી વહન કરવાની ક્ષમતામાં મોટાપાયા પર ઘટાડો થયો છે.
તાપી નદીનો પટ આમ તો બહુ વિશાળ છે.
તાપી નદીનો કાકરાપાર બેરેજથી મગદલ્લાનાં ONGC બ્રિજ સુધી 85 કિમીનો સર્વે કરવામાં આવ્યો હતો જ્યાં કોઈ વસવાટ નથી અને પ્રદૂષણનો કોઈ દેખીતો બાહ્ય સ્ત્રોત નથી. નદીમાં લગભગ 600 મીટરની પાણીની પહોળાઈ છે, જે ઉનાળાની ઋતુમાં નોંધપાત્ર રીતે ઘટી જાય છે અને નાળામાં ફેરવાઈ જાય છે અને તાપી નદી એક નદી નહીં પણ ગંદાતા પાણીની ખાડી બની જાય છે. 600 મીટરની પહોળાઈ ધરાવતી તાપી નદીં સુરતના રીંગરોડ કરતાં પણ સાંકડી થઈ જાય છે. માત્ર ચોમાસા દરમિયાન ઉકાઈમાંથી બે કે અઢી લાખ ક્યુસેક પાણી છોડાય તો બે કાંઠે વહેતી જોવા મળે છે.
તાપી નદીના પાણી સંગ્રહિત કરવાની ક્ષમતા પાછલા 15 વર્ષમાં ઝડપભેર ઘટી ગઈ છે.
જે નદીમાં બે લાખ ક્યુસેક પાણીની આવકથી કોઈ ફરક સુરત શહેરમાં પડતો ન હતો ત્યાં હવે ગટરીયા પુર અને નદીના પાણી જોવા મળે છે. 900 કરોડના ખર્ચે તાપી શુદ્વિકરણ યોજના લઈ આવ્યા પણ નદીં કેટલી શુદ્વ થઈ છે તેનો કોઈ તાળો મળી રહ્યો નથી. તાપીમાં એટલો બધો કાંપ, કાળી માટી અને કાદવનો ભરવો થઈ ગયો છે કે મૂળ નદીના પ્રવાહને ભારે નુકશાન થયું છે. તાપી નદી પોતાની ડાઉન સ્ટ્રીમમાં સાવ મૃત:પ્રાય ભાસે છે. આમાં રાજ્ય સરકાર અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની મોટામાં મોટી નિષ્ફળતા છે. નદીમાં પુરાણના કારણે સુરત શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં પુરનો ખતરો સતત જોવા મળે છે.
હવે વાત કરવી છે કે ઉકાઈ ડેમમાં થઈ રહેલા પુરાણની..
.તાપી નદી પર બનેલ ઉકાઈ બંધ ગુજરાતીમાં બીજું સૌથી મોટું બંધ છે. 1972 તેની શરૂઆત પછીથી તે 50 વર્ષ પૂરા કરવા અને છેલ્લા કેટલાક વર્ષોમાં તેની કુલ સંગ્રહ ક્ષમતા 8511 કાઉન્ટ ક્યુબિક મીટરથી ઘટીને 7414.2 કાઉન્ટ ક્યુબિક મીટર રહી છે. આ એક માટીથી ભરેલું છે, જે અન્ય પ્રકાર બંધોની સરખામણીમાં ઓવરટૉપિંગ નિષ્ફળતાનો ઉત્તમ દાખલો છે. ઉકાઈ ડેમની વાસ્તવિક સપાટી અને 50 વર્ષ પહેલાં અંકિત કરાયેલી સપાટીમાં આજે જમીન આસમાનનો તફાવત થઈ ગયો હોવાનં એક્સપર્ટ કહી રહ્યા છે. અભ્યાસ કરનારાઓનું કહેવું છે કે 50 વર્ષમાં ડેમના પાયામાં મોટા પ્રમાણાં પુરાણની સમસ્યા છે. સરકાર પાસે ઉકાઈ ડેમમાં રિઅલ લેવલ પર લાવવા માટે ડ્રેજીંગની કોઈ યોજના હાલ જોવા મળી રહી નથી.
સિઝનનાં કુલ 40 ઈંચ વરસાદમાં નદીઓ અને ડેમોની આ સ્થિતિ ઉભી થઈ રહી છે તો ભવિષ્યમાં પુર કે ભયાનક પુરના ખતરાને ટાળવા માટે સરકાર કે ઓથોરિટી માટે નક્કર આયોજનનો અભાવ જોવા મળે છે. વાદળ ફાટવાની ઘટનાઓ કેટલાક જિલ્લાઓમાં બને છે અને ખાસ કરીને નદીઓના ઉપરવાસમાં પણ બને છે ત્યારે ભારે વરસાદ અને નદીઓમાં પુરાણના કારણે થયેલા પુરાણને દુર કરવા માટે સરકાર ક્યારે જાગશે એ જોવાનું રહે છે.