Gujarat PWD complaints માર્ગ અને પુલની વર્ષે 30 હજાર ફરિયાદો
દિલીપ પટેલ
અમદાવાદ, 9 જૂલાઈ 2025
Gujarat PWD complaints 2021થી 2025માં સતત માર્ગ અને મકાનને લગતી ફરિયાદોનો વધી રહી છે. જે વિજય રૂપાણીની સરકારથી શરૂ થયેલાં વ્યાપક માર્ગ અને પુલ ભ્રષ્ટાચારની ચાડી ખાય છે. ફરિયાદો વધી જતાં સરકારે સેવા શરૂ કરી અને 2021માં 30 હજાર ફરિયાદો વોટ્સએપ પર સરકારને આવી હતી.
પૂર્ણેશ મોદીએ પ્રજાની સમસ્યા દૂર કરવા માટે શરૂ કરેલી સંદેશા વ્યવહારની સેવા પાટીલ અને પટેલને પસંદ આવી ન હતી. તેથી તેને સરકારમાંથી જ હાંકી કાઢવામાં આવ્યા હતા. જુલાઈ 2021 અને 22માં ચોમાસા દરમિયાન રસ્તાઓ તૂટી જવાની ફરિયાદો કરવા માર્ગ મકાન પ્રધાનએ ઓનલાઈન કામ શરૂ કર્યું હતું.
2021માં 30 હજાર ફરિયાદો માર્ગ મકાન પ્રધાન સુધી કરવામાં આવી હતી. 22 હજાર ફરિયાદનો નિકાલ કરી રસ્તાઓ પર પેચ વર્ક કરી દેવામાં આવ્યું. શરૂઆતમાં 7 હજાર જેટલી ફરિયાદ આવતી હતી. સામાન્ય દિવસોમાં પણ રોજની 1500 ફરિયાદ આવી રહે છે.
સૌથી વધુ ફરિયાદો જામનગર, અમરેલી, રાજકોટ અને જૂનાગઢ જિલ્લાની છે. ઓલ ગુજરાત ન્યુઝના અહેવાલ પ્રમાણે નુકસાન પહોંચનાર મોટાભાગના રસ્તા લાયેબિલિટીવાળા છે. જેથી સરકાર એ કોઈપણ પ્રકારનું આર્થિક નુકસાન થયું નથી.
1 ઓક્ટોબર 2021માં ચૂંટણી હોવાથી માર્ગ મરામત મહાઅભિયાન ચલાવવું પડ્યું હતું.
ગુજરાતમાં સમખીયાળી-પાલનપુર, ભાવનગર-સોમાનથ-દ્વારકા અને અમદાવાદ-હિંમતનગરમાંથી પસાર થતા નેશનલ હાઈ-વેની સ્થિતી અત્યંત બિસ્માર છે. માત્ર રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર આઠની બિસ્માર સ્થિતીના કારણે દર સપ્તાહે ત્રણ થી ચાર ગમખ્વાર અકસ્માત સર્જાય છે. જેમાં રોજ સરેરાશ પાંચ લોકોના મોત થાય છે. રાજ્યની ભાજપ સરકારને પડી રહેલી હાલાકી અને અકસ્માતમાં મોતની કંઈ જ પડી નથી?
ગુજરાતની સરકાર કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકારથી ગભરાતી હોવાથી ગુજરાતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગના સમારકામ માટે એક શબ્દ બોલી કે લખી શકતી નથી.
2022માં પ્રધાને પોતાના નામની “Purnesh Modi” એપ્લિકેશન શરૂ કરી હતી. મહાનગર પાલિકાઓ, પાલિકાઓ અને પંચાયતોમાં ચૂંટાયેલી પાંખ અને અધિકારીઓની જવાબદારી તૂટી ગયેલા પુલ, રસ્તાની હોય છે. પૂર્ણેશ મોદીએ ભરૂચ જિલ્લામાં ઉદ્ઘાટન કરેલો પુલ તૂટી ગયો. તેથી વ્યક્તિગત માર્કેટીંગ માટે એપ્લિકેશન બનાવી, સરકારની હોવી જોઈએ. સરકાર કામ નથી કરતી. પ્રધાનોને પોતાની જ વ્યવસ્થા પર ભરોસો નથી. પુલ કે માર્ગ કેમ તૂટે છે, તેની જવાબદારી કોઈ લેતું નથી. બીજા દેશમાં આ રીતે પુલ તુટતા નથી.
સરકાર દ્વારા ટ્રાફિકની સમસ્યા દુર કરવા તથા લોકોને સુવિધા પુરી પાડવા ઠેર ઠેર પુલ તથા માર્ગ રસ્તાની કામગીરી કરાઈ રહી છે. પરંતુ રાજ્યના કેટલાક સ્થળો પરથી નવનિર્મિત પુલ કામગીરી નબળી થઈ રહી છે.
શું પુલની કામગીરી નબળી રહી હતી?
પુલની કામગીરીમાં ભ્રષ્ટાચાર થઇ રહ્યો હતો?
નબળી કામગીરી કરતી કંપનીને શા માટે ઠેકો અપાયો?
ઠેકેદાર સાથે મોટા નેતાઓની સાંઠગાંઠ છે?
નેતાની ભલામણથી રણજિત બિલ્ડકોન કંપનીને ઠેકો અપાય છે?
કાચું કામ પણ શું ઠેકો લાગતી વળગતી કંપનીને અપાય છે?
અનેક ફરિયાદો
રાજ્યમાં વરસાદ આવતાની સાથે જ પુલ-રસ્તાની કામગીરી અને તંત્રની પોલ છતી થઈ જાય છે. માર્ગો ધોવાઈ જાય છે અને પુલની હાલત બે હાલત થઈ જાય છે. અનેક ફરિયાદો આવે છે. પ્રધાનને એક વર્ષમાં 30 હજાર ફરિયાદો વોટ્સએપ પર મળી હતી. કાંકરે કાંકરે પાળ બંધાય તેમ એક એક ઘટના કે ફરિયાદ ભ્રષ્ટાચાર રૂપી કાંકરા હતા. જેનાથી ભ્રષ્ટાચારના કાંકરાનો પહાડ થઈ ગયો હતો. કુંડુ કથરોટને ન નડે.
ગુજરાતના પુલની ગુણવત્તા પર પણ સવાલો ઊઠી રહ્યા છે. થર્ડપાર્ટી એક્સપર્ટ પાસે ચકાસણી થતી નથી. મોરબીમાં કેબલ પુલમાં 140 લોકો મરી ગયા હતા. 400 લોકો મચ્છુ નદીમાં પડી ગયા હતા. પુલ તૂટવા પાછળ ભ્રષ્ટાચારના આરોપ હતા. ગુજરાતમાં ચિંતાનો માહોલ છે.
મલ્ટી એકસલ વ્હીકલ દ્વારા ભારે વજનના માલસામાન લઈ જવો તે વધારે જવાબદાર છે.
મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડતા અનેક લોકોના કરૂણ મોત નિપજતા હાહાકાર મચી ગયો છે. આ ગંભીર દુર્ઘટનામાં નાના બાળકો પણ મોતના મુખમાં દકેલાય છે. વર્ષો જુનો લાંબો પુલ ઉંડી નદીમાં ખાબતા અસંખ્ય માનવ જીંદગી હોમાય ગઇ છે. તંત્રની ઘોર બેદરકારી સામે લોકોમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો છે.
સમય મર્યાદા નક્કી કરી હોય તે પહેલાં જ પુલ નબળા થઈ જતાં હોવાથી પ્રજાના જીવના જોખમે તેના પર વાહનો ચલાવવામાં આવે છે. ઓલ ગુજરાત ન્યુઝના અહેવાલ પ્રમાણે વિકાસના નામે પ્રજાના કરોડો રૂપિયા સરકાર બરબાદ કરી રહી છે. ઘણાં સ્થળે તો પ્રજા કેસરિયા કરવા લાગી હતી.
વધારે વજનની ટ્રકો તેના પરથી પસાર કરવામાં આવે છે ત્યારે પુલ તૂટી પડે છે. હેવી લોડેડ ટોરસ ખટારો આ પુલ ઉપરથી પસાર થાય છે. ભારે વાણિજ્ય વાહનો, મલ્ટી એક્ષેલ વાહનો, લક્ઝરી બસ, વોલ્વો બસ તથા 2.5 મીટરથી વધુ ઉંચાઈવાળા વાહનો હોય છે.
મોટા પુલની આર.સી.સી. આવરદા 35થી 40 વર્ષ હોય છે.
ચોમાસામાં ભારે વરસાદે આ પુલના તકલાદી બાંધકામની પોલ ખોલી નાખે છે. વારંવાર આ પુલના તકલાદી બાંધકામની તપાસની અને ઠેકેદારો, એજન્સી સામે પગલાં લેવાની માંગ થઈ હોવા છતાં આ પ્રકરણમાં ભીનું સંકેલાયું હોય તેમ કોઈ જ પગલા લેવાયા નથી. ઠેકેદાર પર મીઠી નજરના કારણેનબળા પુલ છતાં તેના ઠેકેદાર સામે પગલાં લેવામાં આવતાં નથી.
તાજેતરમાં ગુજરાતમાં મોરબી પુલ અને બે આકાશી પુલ અનેક નાળા પુલ તૂટયાની ઘટનાઓ ગંભીર છે. આગામી દિવસોમાં પણ ગુજરાતમાં કાંઈ અમંગળ બની શકે છે. ભાગલપુર પુલ બનાવનાર કંપની પાસે ગુજરાતમાં હજારો કરોડના બે પુલ અને સુરત મેટ્રો સ્ટેશન્સના કોન્ટ્રેક્ટસ કામ આપેલું છે.
વિકાસ મોડેલ
માર્ગોની કટોકટી’ આદર પૂર્વક પૂછે છે, શું તમે તમારા “વિકાસ મોડેલ”ની દિશાની ગંભીરતાપૂર્વક સમીક્ષા કરવા તૈયાર છો કે નહીં? કીડીને પાંખ ફૂટે એ એના મરવાની એંધાણી હોય છે. ઓલ ગુજરાત ન્યુઝના અહેવાલ પ્રમાણે મોજુદ “વિકાસ મોડેલ + પુલ + માર્ગો + ટાઉન પ્લાનિંગ” – એક વાક્યમાં: વરસાદમાં ખેતરો, પુલ, રસ્તા, ઘરોએ ડૂબી જવાનું પછી તેમાં રહેતા લોકોએ આખું વર્ષ પીવાના અને ખેતીના પાણી માટે હવાતિયાં મારવાના !!! છતાં, સત્તાના કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી જ રહે છે.