- રિલાયન્સ છટણી
દિલીપ પટેલ
અમદાવાદ, 11 ઓગસ્ટ 2024
Gujarat: મુકેશ અંબાણીએ 2023માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિની 46મી વાર્ષિક સામાન્ય સભા – એજીએમમાં જણાવ્યું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે નાણાકીય વર્ષ 23માં 2.6 લાખ નવી નોકરી આપી છે.
Gujarat તેની સાથે જ 3.9 લાખ કર્મચારી થઈ ગયા હતા. 2023ના અંત સુધીમાં રિલાયન્સમાં 4 લાખ કર્મચારીઓ થઈ ગયા હતા. તેમ છતાં રિલાયંસના એફેર્સ
ચીન, અમેરિકા અને યુરોપમાં આર્થિક મંદીના કારણે વૈશ્વિક નોકરી બજારમાં અનિશ્ચિતતા હતી. જેના કારણે ઘણા દેશોમાં લોકોએ નોકરી ગુમાવી હતી. હવે ભારતનો વારો આવ્યો છે.
સૌથી મોટી કંપનીઓ કર્મચારીઓનો ઘટાડો કરી રહી છે, તો નોકરીની સ્થિતિ વધુ ખરાબ થશે. દર વર્ષે 80 લાખથી 1 કરોડ નવી નોકરીઓની જગ્યાએ ઘટાડો થઈ રહ્યો છે.
42 હજાર કર્મચારીઓને છૂટા કરી દીધા છે. જે લગભગ કર્મચારીના 11 ટકા થાય છે. છતાં કેન્દ્ર કે ગુજરાત સરકારે તે માટે કંઈ કર્યું નથી. છૂટક અને તેલના ધંધામાં મોટી અસર થઈ છે. તેનો મોટો કારોબાર ગુજરાતમાં છે. તેથી આ છટણીમાં ગુજરાતને સૌથી મોટી અસર થઈ છે. ગુજરાતમાંથી 5 હજાર કર્મચારીઓ છૂટા કરી દીધા હોવાનું તેના સંગઠન વિગતો મેળવી ચૂક્યા છે. રિલાયન્સ દેશની સૌથી મોટી કંપની છે.
2022-23માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં કર્મચારીઓની સંખ્યા 3,89,000 હતી. નાણાકીય વર્ષ 2023-24માં તે ઘટીને 3,47,000 થઈ ગયો.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા તાજેતરમાં રજૂ કરાયેલા વાર્ષિક અહેવાલમાં વિગતો આપવામાં આવી છે. કંપનીએ નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન નવી ભરતીમાં એક તૃતીયાંશથી વધુ ઘટાડો કર્યો છે. હવે માત્ર 1,70,000 કર્મચારીઓ રહ્યા છે.
સાદી ડોટ કોમના સ્થાપક અનુપમ મિત્તલે રિલાયન્સની છટણીના સમાચાર સૌથી પહેલા જાહેર હતા. તેમણે સમાચાર માધ્યમોને સવાલ કર્યો હતો કે તેઓ આ અંગે મૌન કેમ છે.
રીટેલમાં છટણી
નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન રિટેલ સેક્ટરમાં કર્મચારીઓની સંખ્યા 2,45,000 હતી. નાણાકીય વર્ષ 2023-24માં તે ઘટીને 2,07,000 કર્મચારીઓ થઈ ગયા હતી. આ સિવાય નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન રિલાયન્સ જિયો માં કર્મચારીઓની સંખ્યા 95,000 હતી, જે ઘટીને 90,000 થઈ ગઈ હતી. ત્યારે જ 10 હજાર કર્મચારીઓ પર લટકતી તલવાર હતી.
મેટ્રો કેસ એન્ડ કેરી કંપનીનો ધંધો રિલાયંન્સે રૂ.2850 કરોડમાં ખરીદી દીધો હતો. જેની પાસે 3 લાખ ગ્રાહકો છે. ત્યારથી ગળાકાપ હરીફાઈ કરીને મોનોપોલી તરફ દેશ ધકેલાઈ રહ્યો હતો. જતેથી હોલ સેલ ડીજીઝન અને રિટેલ ધંધો આફતમાં આવી ગયો હતો.
કર્મચારીઓને રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું હતું. JioMart એ છેલ્લા કેટલાક દિવસોમાં તેની કોર્પોરેટ ઓફિસના 500 એક્ઝિક્યુટિવ સહિત 1,000ને રાજીનામું આપવા કહ્યું હતું. પરફોર્મન્સ ઇમ્પ્રૂવમેન્ટ પ્લાન હેઠળ કર્મચારીઓની છટણી કરી હતી.
કંપનીએ ખર્ચ ઘટાડવા માટે આ પગલું ભર્યું છે.
તેના ખર્ચમાં ઘટાડો કરવા માટે, જિયોમાર્ટ ઘણા કર્મચારીve ફિક્સ પગારના પગારમાં પણ ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. આ કર્મચારીઓને હવે વેરિએબલ પે સ્ટ્રક્ચર પર મૂકવામાં આવ્યા છે. આ સાથે, કંપનીએ ખોટ ઘટાડવા માટે તેના અડધાથી વધુ પરિપૂર્ણતા કેન્દ્રો બંધ કરવાનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે કંપની પાસે દેશભરમાં 150 થી વધુ પરિપૂર્ણતા કેન્દ્રો છે જે કરિયાણાની દુકાનોને પુરવઠો જાળવવાનું કામ કરે છે.
જિયોમાર્ટ
મે 2023 સુધીમાં રિલાયંસ જિયોમાર્ટ એક હજાર કર્મચારીઓને છૂટા કર્યા ત્યારથી બધાને ચિંતા હતી.
જિયો
2022-23ના અંતે રિલાયન્સ જિયોના કર્મચારીઓની સંખ્યા 95,326 હતી, જે નાણાકીય વર્ષ 2023-24ના અંતે ઘટીને 90,067 થઈ ગઈ છે. એટલે કે Jioમાં લગભગ સાડા પાંચ ટકાનો ઘટાડો થયો છે. ત્યાર પછી રિલાયન્સ ઈન્ડ.નો શેર નરમ પડ્યો હતો. ટેકનોલોજી, રિટેલ અને ફાઇનાન્સ સ્પેસમાં વિસ્તરણની યોજના ઘોંચમાં પડી ગઈ હતી.
છટણીના કારણો અને અસર
મંદી – વૈશ્વિક આર્થિક મંદીના કારણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આર્થિક સંકટમાં છે. તેલના ભાવમાં તીવ્ર ઘટાડો અને પેટ્રોકેમિકલ્સની માંગમાં ઘટાડો થતાં ઘટાડો કરાયો છે. ધંધો ઘટી ગયો છે. નફો 18થી 20 ટકા ઘટી ગયો છે.
ઓછું ઉત્પાદન – રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન તરફ મોટા પગલાં લીધાં છે. પરંપરાગત વિસ્તારોમાં ઓછી માંગને કારણે કેટલાક કર્મચારીઓની છટણી થઈ છે.
પુનર્ગઠન – રિલાયન્સે કામગીરીનું પુનર્ગઠન કર્યું છે. નોન-ક્રિટીકલ વિભાગોને બંધ કરી દીધા છે.
અસર – નોકરીની અનિશ્ચિતતાના કારણે કર્મચારીઓમાં માનસિક તણાવ વધી રહ્યો છે. શેરબજારમાં અસર થઈ છે.
અંધરામય ભાવિ – રિલાયન્સે ઈનોવેશન અને નવી ટેકનોલોજી અપનાવી નથી. તેથી ભાવિ અંધકારમય બની રહ્યું છે. સ્પર્ધાત્મક નથી. ડિજિટલ અને ટેક્નોલોજી ક્ષેત્રે રોકાણ ઓછું છે. છટણી પછી કર્મચારીઓનું પુનર્વસન કર્યું નથી.
કંપનીની સ્થિરતાની ખાતરી આપી નથી. નાણાકીય સ્થિતિ સુધારવામાં આવી નથી.
કંપનીનો કર્મચારી પાળછનો ખર્ચ વાર્ષિક ધોરણે 3 ટકા વધીને રૂ. 25,699 કરોડ થયો હતો. નાણાકીય વર્ષ 2022-23માં તેમાં 33 ટકાનો વધારો થયો છે.
42k? Why is this ‘quiet news’? Should be raising serious alarm bells across the economic & political circles 🤷🏻 https://t.co/L0XP0nnzHu
— Anupam Mittal (@AnupamMittal) August 10, 2024
2022-23માં, રિલાયન્સ રિટેલે 3,300 નવા સ્ટોર્સ ખોલ્યા, જેનાથી સ્ટોર્સની કુલ સંખ્યા 18 હજાર થઈ ગઈ હતી.
ખોટ
જૂન ક્વાર્ટરમાં ચોખ્ખા નફામાં 5%નું નુકસાન થયું છે. એપ્રિલ-જૂન 2024-25માં ક્વાર્ટરમાં કુલ ચોખ્ખો નફો રૂ. 15,138 કરોડ હતો. જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળા દરમિયાન રૂ. 16,011 કરોડ હતો. અગાઉ, જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં, RIL એ રેકોર્ડ 18,951 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
પહેલી કંપની
વેરા પહેલાંનો નફો રૂ. 1 લાખ કરોડને વટાવી ગયો છે. આમ કરનાર પ્રથમ ભારતીય કંપની બની. હવે આ ખુશામત પછી તેમની કંપની 21 લાખ કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતી દેશની પ્રથમ કંપની બની તેની સાથે જ 42 હજાર કર્મચારીઓને કંપનીમાંથી કાઢી મૂક્યા હતા.
ભાવી
મુકેશ અંબાણીના ત્રણેય સંતાનો હવે મહત્ત્વની ભૂમિકા સંભાળવા માટે તૈયાર થઈ રહ્યા છે. પરંતુ કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે મુકેશ અંબાણી હજુ પાંચ વર્ષ સુધી જળવાઈ રહેશે. રિલાયન્સ જિયો અને રિલાયન્સ રિટેલના આઈપીઓ વિશે કોઈ સ્પષ્ટ નથી.
લગ્ન
અનંત અંબાણીનાં પ્રી-વેડિંગ જ્યાં હતાં એ ટાઉનશીપ જામનગરનીમાં રાખવાની ફરજ પડી હતી. કારણ કે અહીં 20 હજાર કર્મચારીઓ રિફાઈનરીનું કામ કરવા માટે રહે છે. લગ્નમાં કર્મચારીઓને બોલાવેલાં હતા. અને તેઓ ખુશ છે એવા ઈન્ટર્યુ જાહેર કરવા પડ્યા હતા.
એક વર્ષ પહેલાં
આંધ્રનાં મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીની હાજરીમાં મુકેશ અંબાણીએ કહ્યું, ‘રિલાયન્સ રિટેલે આંધ્રપ્રદેશનાં 6 હજાર ગામમાં 1 લાખ 20 હજારથી વધુ કરિયાણાનાં વેપારીઓ સાથે ભાગીદારી કરી છે. આંધ્રપ્રદેશમાં 20 હજારથી વધુ સીધી રોજગારી આપી છે.
નથવાણીનું જુઠ્ઠ
રીફાઇનરી, દેશના રિટેલ અને મોબાઈલ ટેલિકોમ ક્ષેત્રે દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે.
14 જાન્યુઆરી 2022ના દિવસે રિલાસંયના કોર્પોરેટ અફેર્સના ડિરેક્ટર પરીમલ નથવાણીએ મુખ્ય પ્રધાન ભપેન્દ્ર પટેલની હાજરીમાં કહ્યું હતું કે, રિલાયન્સ ગુજરાતમાં 10 લાખ લોકોને રોજગારી આપશે. ત્યારે તેઓ છટણીની વાત જાણતાં હોવા છતાં ગુજરાતમાં તેઓ જુઠ્ઠું બોલી રહ્યા હતા.
ગુજરાતમાં 100 ગીગવોટ ગ્રીન એનર્જી સહીતના કુલ રૂ. 6 લાખ કરોડના મૂડીરોકાણ માટે રાજ્ય સરકાર સાથે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) ઉપર હસ્તાક્ષર કર્યા હતા. આગામી સમયમાં ગુજરાતમાં કુલ 10 લાખ લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગારી મળશે. એમ કંપનીના કોર્પોરેટ અફેર્સના ડિરેક્ટર પરિમલ નથવાણીએ એક નિવેદનમાં જણાવ્યું હતું.
ગુજરાતમાં કચ્છ, બનાસકાંઠા અને ધોલેરામાં ગ્રીન એનર્જી પ્રોજેક્ટ માટે કુલ 4.5 લાખ એકરની જમીન લેશે.
આ અગાઉ મુકેશ અંબાણીએ જામનગરમાં રૂ. 75 હજાર કરોડના રોકાણ કરવાની જાહેરાત કરી હતી.
રિલાયન્સના ઓઈલ રીફાઇનરી, પેટ્રોકેમિકલ્સ અને અન્ય પ્રોજેક્ટ કે જે જામનગર, દહેજ અને હઝીરાના વર્તમાન પ્રોજેક્ટમાં પણ વિસ્તરણ, આધુનિકીકરણ અને અન્ય સવલત માટે આગામી પાંચ વર્ષમાં વધારાના રૂ. 25,000 કરોડના મૂડીરોકાણની જાહેરાત પરિમણલે કરી હતી. આમ 1 લાખ કરોડના રોકાણ આ હતા. જેમાં 90 હજાર લોકોને રોજગારી મળવાની હતી. આમ ગુજરાતમાં 10 વર્ષોમાં 11 લાખ લોકોને રોજગારી આપવાની વાત ગપગોળા સાબિત થયા છે.
ઉદ્યોગપતિઓના વચનો અને લાખોને નોકરી
19 જાન્યુઆરી 2014માં વચનો આપ્યા હતા.
ગુજરાતમાં લાખો નવી રોજગારીની તકો ઊભી થાય અને Aiના જાણકાર ડોક્ટરો, શિક્ષકો અને ખેતીની પ્રણાલી નિર્માણ કરીશું. – મુકેશ અંબાણી, ચેરમેન, રિલાયન્સ
* કચ્છમાં 725 ચોરસ કિલોમીટરમાં ગ્રીન એનર્જી પાર્ક બનાવવા રૂ. 55 હજાર કરોડનું રોકાણનું વચન પાળ્યું છે. – ગૌતમ અદાણી, ચેરમેન, અદાણી ગ્રૂપ
* સાણંદમાં 20 ગીગાવોટની લિથિયમ આયર્ન બેટરી તથા ધોલેરામાં સી-295 એરક્રાફ્ટ, સેમિકન્ડક્ટર પ્લાન્ટ બનાવીશું. – એન. ચંદ્રશેખર, ચેરમેન, ટાટા સન્સ
* સાણંદમાં 2.75 બિલિયન ડોલર સેમિકન્ડક્ટર અને ફેબ માટે 5 હજાર લોકોને રોજગારી આપશે. સેમિ કન્ડક્ટર ક્ષેત્રની કંપનીઓ અહીં આવશે તેના થકી વધુ 50 હજાર નોકરી ઊભી થશે. – સંજય મહેરોત્રા, સીઈઓ, માઇક્રોન
* હજીરા સાઈટ વિશ્વનો સ્ટીલ ઉત્પાદન કરતો સૌથી મોટો પ્લાન્ટ બનશે. – લક્ષ્મી મિત્તલ, સીઈઓ, આર્સેલર મિત્તલ
* ગુજરાત રાજ્યમાં 10 લાખ ઇવી કાર ઉત્પાદન કરી શકીશું.- તોશીહીરો સુઝુકી, પ્રમુખ, સુઝુકી મોટ