ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે, ત્યારે આ વચ્ચે સરકારે નિયમો સખ્ત કર્યા છે. જેમાં અન્ય રાજ્યો માઁથી અને ગુજરાત બહારથી આવતા તમામ લોકો માટે સખ્ત નિર્ણય લાદવામાં આવ્યો છે. રાજ્યમાં પ્રવેશ માટે તમામ લોકો માટે ફરજિયાત આરટીપીસીઆર ટેસ્ટ રિપોર્ટ ફરજિયાત કરાયો છે. અમદાવાદ વાસીઓ માટે RTPCR રિપોર્ટમાંથી તંત્રે જે રાહત 5 એપ્રિલે આપી હતી તે નિર્યણને એએમસી દ્વારા રદ કરાયો છે. હવે ગુજરાત બહારથી આવતા તમામ લોકોને છેલ્લા 72 કલાકની અંદર કરાવેલો RTPCR રિપોર્ટ ફરજિયાત બતાવવો પડશે.રાજ્યના મુખ્યમંત્રી વિજયરૂપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ રાજ્યમાં કોરોના સંક્રમણને અટકાવવા કડન નિયમો અમલમાં મૂક્યા છે. જેમાં રાજ્યમાં 8 મહાનગરો ઉપરતાં 29 શહેરોમાં નિયમો લાગુ કરાયા છે. રાજ્યમાં હવે 36 શહેરોને નિયંત્રણ હેઠળ લાવવામાં આવ્યા છે. 6 મેથી 12 મે સુધી નિયમો લાગુ કરાયા છે. રાત્રે 8 વાગ્યાથી 6 વાગ્યા સુધી કરફ્યૂ લાગુ કરાયા છે. રાધનપુર, કડી વિસનગરમાં ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસામાં પણ નિયમો લાગુ કરાયા છે.ધાર્મિક સંસ્થાનો બંધ રહેશે. ખાનગી, સરકારી કચેરીઓમા 50 ટકાસ્ટાફ સાથે દુકાનો ઓફિસો ખુલ્લી રહેશે.
