ગુજરાતમાં કોરોના સંક્રમણ ખૂબ જ ઘટી ગયું છે. બીજી લહેરમાં ઉભી થયેલી મુશ્કેલીઓ અને સમસ્યાઓને ધ્યાને લઈ રાજ્ય સરકારે હવે કોરોનાની ત્રીજી લહેર માટે આગવી તૈયારી કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે કોરોનાની બીજી લહેરમાં ખૂબ સંઘર્ષ કરવો પડ્યો. અને ઝડપથી લેવાયેલા નિર્ણયોને કારણે બીજી લહેર સામે જંગ જીત્યા છીએ. નિષ્ણાતો માને છે કે કોરોનાની ત્રીજી લહેર આવશે. ત્યારે રાજ્ય સરકારે ત્રીજી લહેર સામે પહોંચી વળવા ઓક્સિજન સહિતનો એક્શન પ્લાન તૈયાર કર્યો છે.ત્રીજી લહેરમાં લોકોને તકલીફ ન પડે તે માટે સરકાર કટીબદ્ધ છે. રોજના 25 હજાર જેટલા કેસ આવે તે પણ વ્યવસ્થા થઈ શકે તે પ્રકારે આયોજન કરાયું છે. તે માટે હોસ્પિટલોની સંખ્યા વધાશે 15,000 આઈસીયુ બેડ છે તેમાં વધારો કરાશે. તમામ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કાશે. 1,800 મેટ્રિક ટન ઓક્સિજન ઉત્પાદન થાય તેવી તૈયારી છે. લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે તે રીતે વ્યવસ્થા ઉભી કરાશે.
બીજી તરફ ટેસ્ટિંગ સહિત ઓક્સિજન, દવા, ઈન્જેક્શન સહિતની તમામ વ્યવસ્થા કરી છે. બાળકો સંક્રમિત થાય તો કેવા પગલાં લેવા તે મુદ્દે આયોજન કરાયું છે. બાળકો માટે અલગ વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં બાળકોને ગમે તેવા ચિત્રો, રમકડાં હશે.. અને આ માટે નર્સને વિશેષ તાલીમ અપાશે. શહેરોથી લઈ ગામડા સુધી વેક્સિનેશન વ્યવસ્થા વધુ અસરકારક બનાવાશે. ડોક્ટર, નર્સ સહિત તમામ આરોગ્ય સેવા સુસજ્જ કરવામાં આવશે. રાજ્યની તમામ હોસ્પિટલનું મોનિટરિંગ સીએમ ડેસ્ક બોર્ડ પર કરવામાં આવે છે. અન્ય જિલ્લામાં નવી 400 બેડની બે હોસ્પિટલ બનાવાશે. દરેક જિલ્લામાં નાના સેન્ટરમાં પણ RTPCR ના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. તો દરેક જિલ્લાની હોસ્પિટલમાં સિટી સ્કેનની વ્યવસ્થા કરાશે.