Gujarat: ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં વરસાદ થયો છે. જેમાં ખેડૂતોને શિયાળું પાક ખેતરમાં ઉભો છે કે તૈયાર થયો છે તેમાં ભારે મોટું નુકસાન થયું છે. બાગાયતમાં ઘણાં ફળ પાકો સહિત આંબામાં મોટું નુકસાન છે.
1 કરોડ હેક્ટર ખેતરો ગુજરાતમાં છે જેમાં અડધા વિસ્તારમાં એટલે કે 46 લાખ હેક્ટરમાં શિયાળું એટલેકે રવી વાવેતર થયું છે. જે ગયા વર્ષે 44 લાખ 72 હજાર હેક્ટરમાં હતું. આ વખતે ખેડૂતોએ વાવેતર વધાર્યું પણ વરસાદથી મોટું નુકસાન ભોગવવું પડ્યું છે.
પવન સાથે વરસાદ હતો. તેથી ઘઉંને નુકસાન થયું છે. ચણાના પાથરા હતા તે પલળી ગયા છે. ઘંઉ ખેતરમાં ઊભા છે.
ઘઉં
12 લાખ 21 હજાર હેક્ટરમાં ઘઉંનો પાકી ગયેલો પાક ઊભો છે. જે આખા રાજ્યમાં છે. ગયા વર્ષ કરતાં 50 હજાર હેક્ટર ઓછું વાવેતર હતું.
ઉત્તર ગુજરાતમાં 3 લાખ 71 હજાર હેક્ટરમાં ઘઉં છે. અમદાવાદમાં 1 લાખ 25 હજાર હેક્ટરમાં વાવેતર છે.
38 લાખ ટન ઘઉં પાકવાની ધારણા કૃષિ વિભાગની હતી.
સૌરાષ્ટ્રમાં વરસાદ હતો. દક્ષિણ ગુજરાતમાં ઘઉંનું વાવેતર થતું નથી.
રાઈ
રાઈ 2 લાખ 77 હજાર હેક્ટરમાં છે. જે ગયા વર્ષ કરતાં ઓછું વાવેતર હતું. જે મોટાભાગે ઉત્તર ગુજરાતમાં પાકે છે.
બનાસકાંઠામાં 1 લાખ 65 હજાર હેક્ટરમાં રાઈ છે. જે રાજ્યના કુલ વાવેતરના 50 ટકા છે.
ઉત્તર ગુજરાતને મોટું નુકસાન રાઈમાં છે.
5 લાખ 35 હજાર ટન પાકવાની ધારણા હતી.

જીરૂ
ગયા વર્ષે 2 લાખ 75 હજાર હેક્ટર હતું. પાણ સારા ભાવ હોવાના કારણે વિક્રમી વાવેતપ થયું હતું. જે 5 લાખ 61 હજાર હેક્ટર વાવેતર છે.
ભેજ અશર કરે છે. તેથી વાદળછાયું વાતાવણ હોય તો પણ તેના ઉત્પાદનને અસર થાય છે.
સૌરાષ્ટ્રમાં 4 લાખ હેક્ટરમાં વાવેતર છે. ભારે મોટું નુકસાન થઈ શકે છે.
તેમાં દ્વારકામાં સૌથી વધારે વાવેતર છે. દ્વારકા આખા રાજ્યમાં જીરૂ પકવવામાં નંબર એક પર છે.
2 લાખ 22 હજાર ટન પાકવાની ધારમા કૃષિ વિભાગની છે.
ધાણા
ગયા વર્ષ કરતાં અડધું વાવેતર છે. 1 લાખ 27 હજાર હેક્ટર
ધાણાનું 100 ટકા વાવેતર સૌરાષ્ટ્રમાં થાય છે. બીજે ધાણા પાકતાં નથી.
જીરૂ ચણા ઘઉં
સવા બે ગણું વાવેતર ગયા વર્ષ કરતાં થયું હતું. 25 હજાર હેક્ટર છે.
વરિયાળી
વરિયાળીમાં દોઢ ગણું વધારે વાવેતર ગયા વર્ષ કરતાં થયું હતું. જે 1 લાખ 35 હજાર હેક્ટર છે.
તમાકુ 1 લાખ 34 હજાર હેક્ટરમાં વાવેતર
ચણા
6 લાખ 30 હજાર હેક્ટર વાવેતર છે. 20 ટકા નુકસાન હોઈ શકે છે.
જુવાર – 23 હજાર હેક્ટર – 162 ટકા વધારે વાવેતર કરાયું હતું.
લસાણ – ડુંગળી, શાકભાજી, ધાસચારો જેવા પાકોમાં કેટલેક અંશે નુકસાન છે.
એરંડા, વરીયાળી, ઈસબગુલ, રાયડાના પાકને પણ ઘણું નુકસાન છે.