ગુજરાત એસટીના કર્મચારીઓ આજે મધરાતથી એક દિવસની માસ સીએલ પર જવાના છે. જેના કારણે આજે મધરાત્રે 12 વાગ્યાથી ગુજરાત એસટી નિગમની બસોના પૈડા થંભી જશે.
પડતર પ્રશ્નોની માંગ સાથે 45 હજાર જેટલા કર્મચારીઓ માસ સીએલ પર જવાના છે. જેના કારણે એસટી બસોની કામગીરી ઠપ્પ થઇ જશે. જેના કારણે અંદાજે 25 લાખ જેટલા મુસાફરોને અસર પહોંચશે. જેમાં અંદાજે 12 લાખ જેટલા વિદ્યાર્થીઓને અસર પહોંચશે.