લોકસભાની ચુંટણી એક તરફ નજીક આવી રહી છે. ત્યારે અલગ અલગ વિભાગના કર્મચારીઓ પોતાની પડતર માંગણીને લઇને વિરોધ કરી રહ્યા છે. જ્યારે ગુજરાતના એસટીમાં ફરજ બજાવતા 45 હજાર કર્મચારી સાતમા પગાર પંચના લાભ મળે તે માટે તેઓ લોકો હળતાલ પર ઉતાર્યા છે.
વર્ષ 2016માં રાજ્ય સરકાર દ્વારા એસટીના કર્મચારીઓને સાતમાં પગાર પંચની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ છેલ્લા બે વર્ષથી કર્મચારીઓને સાતમાં પગાર પંચનું લાભ નથી મળ્યું. કર્મચારીઓની સાતમાં પગાર પંચ સહિત ફિક્સ પગાર, નિગમમાં ભરતી ,કોન્ટ્રાક્ટ પર કામ કરતા તે લોકોને કાયમી કરે તેવી નવ જેટલી માંગોની સાથે રાજ્ય સરકાર સહિત નિગમનાં એમડી સોનલ મિશ્રાને રજુઆત કરી હતી.
પરંતુ નિરાકરણ ન આવતાં અંતે કર્મચારીઓને હળતાળ પર ઉતર્યા જેના કારણે મુસાફરોને હેરાન થવાનો વારો આવ્યો. એસટીના કર્મચારીઓ હળતાળ પર છે. ત્યારે નિગમને 7 કરોડની ખોટ થઇ શકે છે. અંતે તમામ મુદ્દાઓને લઇ રાજ્યના મુખ્યપ્રધાન કર્મચારીની માંગને અયોગ્ય ગણાવી હતી. જેથી કર્મચારીઓ પણ હવે લડી લેવાના મુડમાં છે. જેમાં યુનિયન દ્વારા સંકલન સમિતિની બેઠક યોજી હતી. જેમાં ઉત્તર સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત , દક્ષિણ ગુજરાત અને મધ્ય આમ તમામના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. જેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે હવે રાજ્ય સરકાર જ્યાં સુધી માંગ નહીં સ્વીકારે ત્યાં સુધી અચોક્કસ મુદ્દત પર હળતાલ પર રહેશે. તો બીજી તરફ નિગમ સચિવ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે હળતાલ સમેટાયે તેવા અમે પ્રયત્ન કરી રહ્યા છે.