ગુજરાત રાજ્યના બે જિલ્લાઓમાં પુરવઠા વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. મહેસાણા જિલ્લામાં પુરવઠા વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. સરકારી શાળામાં મધ્યાહન ભોજન માટે ફાળવવામાં આવેલો અનાજનો જથ્થો સડી ગયો. બહુચરાજીની સસ્તા અનાજની દુકાનમાં પણ મધ્યાહન ભોજનનું અનાજ સડેલું મળી આવ્યું હતું. મળતી માહિતી પ્રમાણે 1 હજાર 302 કિલો ચણાદાળ, 402 કિલો ચણા સડી ગયા હતા.અધિકારીઓના પાપે હજારો કિલો અનાજ સડી ગયું.
મહેસાણા જિલ્લા પુરવઠા વિભાગની ગંભીર બેદરકારી આવી સામે
- મહેસાણા જિલ્લા પુરવઠા વિભાગની ગંભીર બેદરકારી આવી સામે
- સરકારી શાળામાં મધ્યાન ભોજન માટે ફાળવવામાં આવતો થયો ફેલ
- બહુચરાજી સસ્તા અનાજની દુકાનમાં મધ્યાન ભોજન નું અનાજ સડ્યું
- 1302 કિલો ચણાદાળ, 402 કિલો ચણા સડી ગયા.
- સસ્તા અનાજની દુકાનોમાં વહીવટી તંત્રની બેદરકારીથી અનાજ સડયું
- લોકડાઉન માં શાળા બંધ રહેતા મધ્યાન ભોજન હતું બંધ
- માર્ચ 2020 થી પુરવઠા વિભાગના અણઘડ વહીવટને કારણે અનાજ સડયું
- સસ્તા અનાજની દુકાનો વાળાએ પુરવઠા વિભાગને જાણ કરવા છતાં કોઈ યોગ્ય નિરાકરણ નહિ
- મહેસાણા જિલ્લામાં આવી 55 સસ્તા અનાજની દુકાનો માં આ પરિસ્થિતિ સર્જાઈ
- મહેસાણા જિલ્લામાં 55 કરતા વધુ દુકાનદારોને ત્યાં અનાજ સડયું
- સરકારી સ્કૂલોને આપવાનું થતું અનાજ પડી રહેતા અનાજ બગડ્યું
- લોકડાઉનના કારણે સ્કૂલો બંધ રહેતા અનાજ સડયું
- આજદિન સુધી સસ્તા અનાજ દુકાનદારોના ત્યાં અનાજનો નિકાલ ન થતા સડયું
- અનેક રજૂઆતો છતા પણ અધિકારીઓ દ્વારા અનાજનો નિકાલ નહિ આવતા સડયું
લોકડાઉનમાં શાળા બંધ રહેતા મધ્યાહન ભોજન માટેનું અનાજ અહીં રાખવામાં આવ્યુ હતુ. પુરવઠા વિભાગના અણઘડ વહીવટના કારણે મધ્યાહન ભોજનનું અનાજ સડી ગયું. સસ્તા અનાજના દુકાનદારે પુરવઠા વિભાગને જાણ કરવા છતાં કોઈ પણ પ્રકારની યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. તો બીજી તરફ મહેસાણા જિલ્લામાં આવી 55 સસ્તા અનાજની દુકાનોમાં આ પરિસ્થિતિ સર્જાઈ હતી.