રાજ્યની સૌથી મોટી ગણાતી ગુજરાત યુનિવર્સિટી કોઈના કોઈ કારણસર ચર્ચામાં રહે છે. નવા વર્ષના આરંભની સાથે યુનિવર્સિટીના આ નિર્ણયે ખળભળાટ મચાવી દીધો છે. યુનિવર્સિટીએ હવે ‘વેઈટ લોસ’ અને ‘વેઈટ ગેન’ અભિયાન શરૂ કરવાનું નક્કી કર્યુું છે. જે અંતર્ગત જો વિદ્યાર્થીઓ તેમાં ભાગ લેશે નહીં તો તેમને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં. તેમજ તમામ કોલેજને પણ આ નોટીફિકેશન ફટકારવામાં આવી છે.
સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે યુનિવર્સિટીની 300 જેટલી કોલેજના 3 લાખથી વધારે વિદ્યાર્થીઓને આ અભિયાનમાં આવરી લેવામાં આવ્યા છે. પ્રથમ તબક્કામાં અમદાવાદની 100 કોલેજના 1 લાખથી વધારે વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવશે. ડોક્ટર, ફિઝિયોથેરાપિસ્ટ અને ડાયેટિશ્યનની એક ટીમ બનાવવામાં આવશે. આ સભ્યો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની ઉંમર, હાઈટ અને વેઈટના આધારે તેનું વજન ઓછુ છે કે વધારે તે માપશે. તેના આધારે એક્સરસાઈઝ અને ફઉડ ચાર્ટ આપવામાં આવશે.
આ અંગે કલપતિ હિમાંશું પંડ્યાએ જણાવ્યું હતું કે ગિજરાત યુનિવર્સિટીની સંલ્ગન સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ તેમજ લો અને એજ્યુકેશન સહિતની તમામ બ્રાન્ચમાં આ નિયમ ફરજીયાત લાગુ પાડવામાં આવશે. જો ોકઈ આ નિયમનું પાલન નહીં કરે તો તેમને સમર એક્ઝામનું ફોર્મ ભરવા દેવામાં આવશે નહીં.