અમદાવાદ
Gujarat: પપૈયાની ખેતી ઓછા ખર્ચે અને ઓછા સમયમાં વધુ ઉત્પાદન અને નફો આપે છે. પણ હવે તે યુક્તિમાં મોટો ફેરફાર આવી રહ્યો છે.
Gujaratમાં દરેક જિલ્લામાં ઉત્પાદનમાં ભારે અસમાનતા જોવા મળે છે. દરિયાકાંઠે ઉત્પાદનની વિપરીત અસર વધારે થઈ રહી છે. ઓક્ટોબર મહિનો પપૈયાની ખેતી માટે સૌથી અનુકૂળ સમય છે.
પપૈયાના પાક પર વાતાવણની સૌથી વધારે વિપરીત અસર થવા લાગી છે. એકાએક ઠંડી, કમોસમી વરસાદ, ગરમી, ભેજ એકાએક વધી જાય તો કે એકાએક ઘટી જાય તો અનેક પ્રકારના વાયરસનો હુમલો આવે છે. એક વખત વાયરસ આવે એટલે તેના પર કાબુ મેળવવો ઘણો મુશ્કેલ છે. ઉત્પાદન ઘટી જાય છે.
ગુજરાતમાં ક્યાંય એકસરખું ઉત્પાદન થતું નથી. 30 ટનથી 75 ટન ઉત્પાદનનો ફેર જોવા મળે છે. સરેરાશ 58 ટન પપૈયા એક હેક્ટરમાં ગુજરાતમાં પાકે છે. 18 હજાર હેક્ટરમાં 11 લાખ ટન પપૈયા પાકે છે.
સૌથી વધું ઉત્પાદન લેનારા ખેડૂત
ગુજરાતના ભરૂચના ઝઘડીયાના સરકારી ફિચવાડા ગામના 42 વર્ષની ઉંમરના ખેડૂત ધર્મેન્દ્રસિંહ છાસટીયા 9925327735 કહે છે કે એક સમય હયો કે હું આખા ગુજરાતમાં હેક્ટરે સૌથી વધારે ઉત્પાદન મેળવતો હતો. ત્યારે એક હેક્ટરે 82 ટનનું ઉત્પાદન લીધુ હતું. હવે જ્યારથી વાયુ પરિવર્નની અસર ઉભી થઈ છે, ત્યારથી હેક્ટરે ઉત્પાદન 40 ટન સુધી ક્યારેય આવી જાય છે. એક હેક્ટરમાં રૂ. 1 લાખ 48 હજારના ખર્ચ સામે રૂ. 3 લાખ 50 હજારથી રૂ. 5 લાખ 40 હજારનું ઉત્પાદન લેતો હતો. ત્યારે ભાવ 21 કિલોના રૂ. 70 માંડ હતા. આજે 21 કિલો પપૈયાના ભાવ રૂ. 200થી 300 સુધી હોય છે છતાં એટલી કમાણી થતી નથી.
ઉત્પાદન અને કમાણી ઘટવાનું કારણ વાયરસ છે. એવો વાયરસ આવે છે કે તેનો ઉપાય મળતો નથી.
રોગ જીવાત વધી ગયા છે. પપૈયાની ખેતી સારી છે. પણ રોગ ન આવે તો.
સમતોલ વાતાવણ રહ્યું નથી તેથી ઉત્પાદન ઘટી રહ્યું છે. જો એકધારુ કે એકસરખુ વાતાવરણ હોય તો સારું ઉત્પાદન મળે છે. એકદમ વરસાદ, ઠંડી, ગરમીનું વાતાવણ પપૈયાને ભારે નુકસાન કરી રહ્યું છે.
હવે તો વરસાદ ગમે ત્યારે આવી જાય છે. કમોસમી વરસાદ પપૈયાને સૌથી મોટું નુકસાન કરી રહ્યાં છે.
વજન અને ઉત્પાદનમાં 50 ટકા ઘટાડો થઈ ગયો છે.
મારું ખેતર વડોદરાથી 40 કિલોમીટર નર્મદા નદી કિનારાથી 4 કિલો મીટર દૂર ખેતર છે. સારી જમીન અને સારું પાણી છે. 30 એકર જમીન છે. 2થી 3 એકર પપૈયાનું વાવેતર. 15 વર્ષથી કરું છું.
સ્થાનિક વેપારીઓ ખરીદી કરીને ઠંડી હોય ત્યારે સ્તાનિક અને ગરમી હોય ત્યારે હિમાલયના પ્રદેશો અને ઉત્તરભારતમાં મોકલવા દિલ્હીના વેપારીઓ માલ લઈ જાય છે.
આઈસ બેરી અને ગ્રીન બેરી જાતની છાલ પાતળી હોય છે. તેથી તેની વિકાસ થઈ શકતી નથી. જે સ્થાનિક લોકોમાં ચાલે છે. પણ 786 જાતની છાલ ઝાડી હોય છે. તે પપૈયુ દબાતું નથી, તેથી નિકાસ વધારે થાય છે.
ફર્ટીલાયઝર વાપરવાથી ઉત્પાદન વઘે પણ પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન સારું આવતું નથી.
રોગ
પપૈયાંના ફળપાકમાં ફૂગજન્ય અને વિષાણું જન્ય રોગો મુખ્યત્વે જોવા મળતા હોય છે.
વાયરસનો ફેલાવો, માખી,જંતુઓ અને પક્ષીઓ એક છોડ પરથી બીજા છોડ પર ફેલાવો કરે છે. તેથી માખીને મારવી તે ઉપાય છે. વરસાદના કારણે ઝડપથી ફેલાય છે. હવે પપૈયામાં વાયસર વધારે આવે છે. જે પાન નાના કરી દે છે. પછી તે છોડમાંથી નિકળતો નથી. કોઈ દવા લાગુ પડતી નથી. વાતાવણ બદલાય તો પાન નાના કે મોટા થવા લાગે છે. તેથી, હેક્ટરે 82 ટનની જગ્યાએ હવે 40 ટન ઉત્પાદન આવે છે. રાસાયણિક ઉપચાર કોઈ નથી. આ રોગ પપૈયાના ફળો માટે ખૂબ જ નુકસાનકારક છે. આ રોગને કારણે ફળોની ગુણવત્તામાં ઘટાડો થાય છે.
વાયસરનું આક્રમણ
જીવાતો કરતાં રોગોના કારણે નુકસાન વધુ થાય છે. વરસાદ પડે એટલે ડાઉન માઇલ્ડ્યુ અને ફંગલ રોગ આવે છે.પપૈયાનો સુકારાનો રોગ Fusarium diversisporium નામની ફૂગથી થાય છે. મૂળ અને થડમાં આક્રમણ થવાથી નબળા છોડ દેખાય છે. નીચેનાં પાન પીળાં પડી સુકાયને બધા ખરી પડે છે. નાના મૂળ-થડમાં પાણીની અછત થઈ હોય તેમ પાન કરમાઈને લટકી પડે છે. છોડ મૃત્યુ પામે છે.
નાના છોડના મૂળમાં ફૂગનું આક્રમણ થતાં ફૂગ પાણી અને ખોરાક-વાહિનીઓમાં પાણી અને ખોરાકનું વહન જ અટકી જાય છે. છોડનું મૃત્યુ થાય છે.
પાનનાં ટપકાં અને ઝાળ રોગ અલ્ટર્નેરિયા અને સર્કોસ્પોરા નામની ફૂગ પાન ઉપર આક્રમણ કરી પાન ઉપર ટપકાં કે ઝાળ કરે છે. વાઇરસથી થતો મોઝેક રોગ ખૂબ જ નુકસાન કરે છે. વાઇરસનો ફેલાવો ચૂસિયા પ્રકારની જીવાત કરે છે.
કોકળવા રોગ 1939માં તમિળનાડુમાં જોવા મળેલો.
હિમેટોપોએટીક રોગ
હિમેટોપોએટીક રોગ મુખ્યત્વે નર્સરીમાં ફૂગના કારણે થાય છે. જે છોડને મોટું નુકસાન પહોંચાડે છે. છોડ સડે છે. જમીનની નજીકથી પડે છે. નર્સરીની જમીનને ફોર્માલ્ડીહાઇડના 2.5 ટકા સોલ્યુશન સાથે સારવાર કરવવામાં આવે તો રોગ આવતો નથી. રોગા આવે એટલે 48 કલાક સુધી પોલીથીનથી ઢાંકી દેવી જોઈએ. થિરમ અથવા કેપ્ટન (2 ગ્રામ/કિલો) દવાની સારવાર પછી જ બીજ વાવવું જોઈએ. નર્સરીમાં રોગ દેખાય કે તરત જ 2 ગ્રામ એક લિટર મેટાલેક્સીલ મેન્કોઝાબ મિશ્રણનો છંટકાવ કરવામાં આવે છે.
ફળ રોટ રોગ
ફળ રોટ રોગ કોલેટોટ્રોઇકમ ગ્લિઓસ્પોરાઇડ્સના કારણે અડધા પાકેલા ફળ બીમાર બની જાય છે. ફળો પર નાના ગોળાકાર ભીના ફોલ્લીઓ બને છે. ફોલ્લીઓ એક થઈ જતાં રંગ ભૂરા અથવા કાળો બને છે. ફળો પાકે તે પહેલા પડી જાય છે. 2.0 ગ્રામ એક લિટર પાણીમાં ઓગળેલા કોપર ઓક્સીક્લોરાઇડ અથવા 2.5 ગ્રામ એક લિટર પાણીમાં મેન્કોઝેબનો છંટકાવ કરવાથી રોગ ઓછો થાય છે. રોગગ્રસ્ત છોડને જડમૂળથી બાળી નાખવા. તેની જગ્યાએ નવા છોડ વાવવા જોઈએ નહીં.
પાનનો રોગ
જેમિની જૂથનો વાયરસ આવે છે. પાનનો રોગ ફૂલ અને ફળ આવતા રોગ આવે તો 100 ટકા નુકસાન થાય છે. પાંદડા નાના કરચલીવાળા, ખરબચડા અને બરડ બની જાય છે. પાંદડા કપ જેવા દેખાય છે. છોડનો નાશ કરવો જોઈએ.
પપૈયાના રોપને ગ્લાસ હાઉસ અથવા નેટ હાઉસમાં તૈયાર કરવાથી સફેદ માખીથી બચાવી શકાય. નર્સરીમાં પપૈયાના છોડ પર મોનોક્રોટોફોસ (0.05 ટકા) અથવા અન્ય સમાન જંતુનાશકોનો નિયમિત ઉપયોગ 10 થી 12 દિવસ પછી કરવો જોઈએ.
વાયરલ રોગોનું નિયંત્રણ
પપૈયાના રીંગ સ્પોટ વાયરસ રોગથી બચાવવા માટે 2% લીમડાનું તેલ 0.5 મિલી પ્રતિ લીટર સ્ટીકર સાથે ભેળવીને આઠમા મહિના સુધી એક મહિનાના અંતરે છંટકાવ કરવો જરૂરી છે.
યુરિયા 04 ગ્રામ, ઝીંક સલ્ફેટ 04 ગ્રામ અને દ્રાવ્ય બોરોન 4 ગ્રામ પ્રતિ લિટર પાણીમાં ઓગાળીને પહેલાથી જ દર એક મહિનાના અંતરે 8 મહિના સુધી તેનો છંટકાવ કરવો જરૂરી છે.
ઝીંક સલ્ફેટ અને બોરોનને એકસાથે ભેળવવાથી સોલ્યુશન મજબૂત બને છે.
થડમાં સડો
શરૂઆતમાં થડનો કુવારો રોગ લાગે. છોડના મૂળમાં સડોનો રોગ આવે છે. પપૈયામાં રીંગ સ્પોટ રોગ જોવા મળે તો તેના પર ફળ આવતા નથી. સેન્ટ્રલ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી પુસા દ્વારા પપૈયાના છોડને રોગથી બચાવવા માટેની તકનીક વિકસાવી છે. મૂળના સડો માટે હેક્સાકોનાઝોલ 2 મિલી પ્રતિ લિટર પાણીમાં ઓગાળીને એક મહિનાના અંતરાલથી 8 મહિના સુધી જમીનને સારી રીતે પલાળી દેવી જરૂરી છે. છોડ વધે છે તેમ દ્રાવણનું પ્રમાણ વધારવામાં આવે છે. મોટા છોડને પલાળવા માટે 5-6 લિટર ડ્રગ સોલ્યુશનની જરૂર પડે છે.
Gujaratમાં ખેતી
ગુજરાતમાં સૌથી વધારે પપૈયાની ખેતી વડોદરા, અરાવલી અને કચ્છમાં થાય છે. હેક્ટરે સૌથી વધારે ઉત્પાદન સાબરકાંઠામાં 75 ટન, આણંદ 74 ટન, કચ્છમાં 70 ટન, સુરેન્દ્રનગરમાં 69 ટન હેક્ટરે પાકે છે.
કચ્છમાં 1 લાખ 50 હજાર ટન પપૈયા પાકે છે. તાપીમાં 1 લાખ 30 હજાર ટન પાકે છે. વડોદરામાં 1 લાખ 23 હજાર ટન પાકે છે.
નવા હાઈબ્રિડ બિયારણો અને ટેકનિક વિકસિત થતાં ઉત્પાદકતા વધીને 70 ટનની હેક્ટર દીઠ હોવી જોઈએ. પણ તેના બદલે 58 ટન છે. જે દશ વર્ષ પહેલાં 61 ટન હતી.
વાવેતર હેક્ટર અને ઉત્પાદન-ઉત્પાદકતા ટનમાં છે.
2022-23
વાવેતર 18288
ઉત્પાદન 1067655
ઉત્પાદકતા 58.38
2012-13માં
વાવેતર 19537
ઉત્પાદન 89309
ઉત્પાદકતા 61
2002-03
વાવેતર 4862
ઉત્પાદન 191289
ઉત્પાદકતા 39
1994-95
વાવેતર 5000
ઉત્પાદન 250000
ઉત્પાદકતા 50
પપૈયા ખાવાથી માણસને ફાયદો
બારેમાસ મળતા પપૈયાં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પપૈયું પેટના સ્વાસ્થ્ય માટે સારું છે. વિટામિન્સ અને મિનરલ્સ છે. વિટામિન A, ફોલેટ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામિન B1, B3 અને આયર્ન છે. 00 ગ્રામ પપૈયામાં 19 ટકા વિટામિન એ, બે ટકા કેલ્શિયમ અને પાંચ ટકા મેગ્નેશિયમ હોય છે. લોહીનું દબાણ અને લોહીની સાકરને અંકૂશિક કરે છે. કાચાનું શાક થાય છે.
હૃદયના રોગો, ડાયાબિટીસ, કેન્સર અને પાચન માટે ફાયદો કરે છે. ઘાવને મટાડવામાં કામ કરે છે.
શરીરમાં બળતરા ઘટાડે, ઇરિટેબલ બાઉલ સિંડ્રોમના દર્દીઓ પર પ્રયોગ કર્યો ત્યારે 20 ગ્રામ પપૈયાથી કબજિયાત અને સોજાની સમસ્યાથી છુટકારો મળ્યો હતો. જૂની કબજિયાત અને મસામાં તેનું ફળ સારી અસર કરતું જાણવા મળ્યું છે
શિયાળાની ઋતુમાં વાયરસ અને ચેપ સામે રક્ષણ મેળવવા માટે પપૈયાનું સેવન પણ ફાયદાકારક રહેશે. આ બેક્ટેરિયા અને ચેપ સામે લડવામાં મદદ કરશે. કાચા ફળનો ઉપયોગ કીડા અને દાદર જેવા રોગ પર તેમજ મુખવ્યાધિમાં થાય છે. તે પ્લીહા, કૃમિ અને તજાગરમી જેવા રોગોમાં ઉપયોગી છે.
વજન ઘટાડવામાં મદદ કરે છે. કમળામાં કાચું પપૈયું ખાવાથી ફાયદો છે.
ચહેરાના મૃત કોષોને ખતમ કરે છે, ખીલ, ઝેરી તત્વો, કરચલીઓ, ફ્રીકલ્સ, પિગમેન્ટેશન વગેરેની સમસ્યા થતી નથી. પપૈયાનો રસ લીંબુ રસ અને મધ નાંખીને ખાવાથી કમળામાં ફાયદો છે.
કફ અને વાયુમાં ઉપોયગ છે, પાનનો શેક કરવામાં આવે છે.પાકું ફળ પૈત્તિક વિકારો દૂર કરે છે.
ક્ષીર ગલરોગ, કંઠરોહિણી, જિહ્વાવ્રણ ઉપર લગાવવામાં આવે છે. ખસ, દરાજ, કુષ્ઠ જેવા ત્વચાના રોગોમાં, કૅન્સરની ગાંઠ ઉપર તેનો લેપ લગાવાય છે. વીંછીના વિષ ઉપર તે લગાવવાથી અત્યાધિક લાભ થાય છે. બીજથી સિદ્ધ કરેલ તેલ પક્ષાઘાત, અર્દિત, ત્વચાના રોગમાં ચોળવામાં આવે છે.
અગ્નિમાંદ્ય, અર્જીણ, ગ્રહણી, ઉદરશૂળ, યકૃત્પ્લીહવૃદ્ધિ, અર્શ અને કૃમિમાં ફળનું સફેદ દૂધ આપવામાં આવે છે. કાચા ફળનું શાક ખવડાવાય છે. ઉદરરોગમાં અને હૃદયરોગમાં પાનનો ફાંટ આપવામાં આવે છે. કાસ અને શ્વાસમાં લાભદાયી છે. તાવમાં પાનનો ફાંટ આપવામાં આવે છે.
પપૈન એન્ઝાઇમ
પપૈન એન્ઝાઇમ જે કુદરતી પાચન એન્ઝાઇમ છે. પાચન શકિતી માટે દવાની જેમ કામ કરે છે. ખોરાકમાંથી પોષક તત્વોને શોષવામાં મદદ કરી શકે છે. ઉત્સેચકો પ્રોટીનને તોડી નાખે છે. કબજિયાતમાં રાહત આપે છે. ગેસ અને અપચોથી રાહત આપે છે. આંતરડામાં થતી બળતરા અને આંતરડાને સાફ કરવામાં મદદ મળે છે. કોલોનની ગંદકીને સાફ કરે છે. પપૈયા અને મધમાં પોટેશિયમ અને લિપિડ હોય છે આ બંને વસ્તુઓનું એકસાથે સેવન કરવાથી પાચનક્રિયામાં સુધારો આવે છે અને મેટાબોલિઝમ પણ વધે છે.
આરોગ્ય પર આડઅસર
કોઈ પણ એલોપથી દવાની સાથે પપૈયું ખાવું નહીં. કાચા પપૈયામાં લેટેસ્ટ હોવાથી ગર્ભાશયની દીવાલમાં સંકોચન વધારે છે. પેપન તત્વ કોષિકા નુકસાન કરે છે. તેથી પ્રેગ્નેન્ટ મહિલાઓએ પપૈયું ખાવું જોઈએ નહીં. વધારે પ્રમાણમાં પપૈયું ખાવાથી પાચનતંત્ર બગડે છે. લેટેસ્ટ પેટમાં દુખાવો કરી શકે છે. ડાયરિયા થઈ શકે છે. લો સુગર રહેતું હોય ત્યારે ન ખાવું. ત્વચા સંબંધિત એલર્જી હોય તો પપૈયું ખાવાથી એલર્જીની સમસ્યા વધી શકે છે. કોઈપણ પ્રકારની એલર્જી હોય તેવામાં પપૈયું ખાવાથી સોજો, ચક્કર, માથાનો દુખાવો, સ્કીન પર રહેશે જેવી તકલીફો વધી શકે છે.
તેનું મૂળ નિવાસસ્થાન મેક્સિકો અને કોસ્ટારિકા છે. દક્ષિણ અમેરિકાના બ્રાઝિલથી પોર્ટુગીઝો સાથે સોળમી સદીમાં ભારતમાં તેનો પ્રવેશ થયો હોવાનું મનાય છે. પોર્ટુગીઝ ભાષામાં તેને પપીતા કહે છે. તેથી તેનું નામ ‘પપીતા’ તરીકે પ્રસિદ્ધ થયું. તેનું વાવેતર ઑસ્ટ્રેલિયા, હવાઈ, ફિલિપાઇન્સ, શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા, ઉષ્ણકટિબંધીય અમેરિકા અને દક્ષિણ-પૂર્વ એશિયામાં થાય છે.