Gujarat Weather: ગુજરાતમાં તાપમાનમાં વધારો અને ઠંડીમાં ઘટાડો, જાણો IMDનું અપડેટ
Gujarat Weather: ગુજરાતમાં શિયાળો ધીમે ધીમે સમાપ્ત થઈ રહ્યો હોય તેવું લાગે છે. રાજ્યમાં તાપમાન વધવા લાગ્યું છે, જેના કારણે ઠંડીની અસર ઓછી થઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.
ગરમી ધીમે ધીમે વધશે
હવામાન વિભાગના આંકડા મુજબ, ગુજરાતમાં તાપમાન 15.1°C થી 22.7°C ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું છે. બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, ખાસ કરીને અમદાવાદમાં જ્યાં તાપમાન 20 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ સુધી તાપમાન સ્થિર રહેશે, પરંતુ ગરમી ધીમે ધીમે વધશે.
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) February 16, 2025
મુખ્ય શહેરોનું તાપમાન
- અમદાવાદ: 19.2°C
- ગાંધીનગર: 18.5°C
- વડોદરા: 18.2°C
- સુરત: 18.1°C
- દ્વારકા: 22.7°C
- ભુજ: 18.8°C
- રાજકોટ: 18.6°C
- નલિયા: 15.6°C
- ભાવનગર: 20.1°C
- દીવ: 15.1°C
હવામાન નિષ્ણાતોના મતે, ફેબ્રુઆરીના અંત સુધીમાં તાપમાનમાં વધુ વધારો થશે અને ગરમીની અસર સ્પષ્ટપણે અનુભવાશે.