Gujarat: ગાયત્રી મંત્રથી ખેતીમાં ફાયદો લેતાં હોય એવા એક ખેડૂત છે. શિવનગરી પ્રભાસ પાટણથી થોડે દૂર તેમનું ગીરના જંગલની નજીક ખેતર છે. તેઓ એક એક આંબા પાસે જઈને ગાયત્રી મંત્ર બોલે છે. દરેક વૃક્ષ પાસે એક મંત્ર બોલે છે. તે પણ વર્ષમાં બે વખત તેઓ આવું કરે છે.
વર્ષમાં બે વખત આદ્રા નક્ષત્રમાં અને મકર સંક્રાતિના દિવસે દરેક વૃક્ષ પાસે જઈને મંત્રનો વૈદિક ઉચ્ચાર કરે છે. તેના ખેતર અંદર 1400 આંબા છે. દરેક પાસે જઈને તેઓ આ મંત્રોચ્ચાર કરે છે. આખા ખેતરમાં મંત્ર ઉચ્ચરમાં આખો દિવસ પસાર થઈ જાય છે. મંત્ર તેઓ પોતે બોલે છે. જેમાં બીજા કોઈની મદદ લેતા નથી.
1400 આંબા પાસે જવાનું અને મોટા અવાજે ગાયત્રી મંત્ર સંભળાવવાનો એક દિવસ પુરો થઈ જાય છે.
ભારતના વિજ્ઞાનીએ સાબિત કરેલું છે કે દરેક વૃક્ષમાં જીવ છે. તે લાગણી સમજી શકે છે. તો મંત્રનો પ્રભાવ પણ તેમના પર પડે છે. એવું આ ખેડૂત માને છે.
સાત્વિક અસર થાય અને ખાનારાઓને સાત્વિક અસર થઈ શકે છે. વૃક્ષ સાંભળે છે.
ગાયત્રી મંત્ર દ્વારા ખેતર શુદ્ધીથી ખેતી કરે છે. તેનાથી ખેડૂતો સમૃદ્ધિ મેળવશે એવું ખેડૂતો માને છે. યજ્ઞ અને હવન દ્વારા ખેતી થાય છે. ઝેરીલી ખેતીના બદલે અમૃત ખેતી બને છે. એવો દાવો ખેડૂત કરી રહ્યાં છે. સોમનાથ જિલ્લાના ગીરગઢડાના થોરડી ગામમાં 64 વર્ષના ખેડૂત લાલજીભાઈ રવજીભાઈ બુહા પટેલ 13 વર્ષથી ખેતી કરે છે. જેમાં ગાયત્રી મંત્રનો ઉપયોગ 8 વર્ષથી કેરી પકવવામાં કરે છે. જોકે તેઓ આ વાતનો ઉપયોગ તેમના વેચાણમાં બહુ કરતાં નથી.
લાલજીભાઈના મતે ગાયત્રી મંત્રનો પ્રભાવ તેની ખેતી પર પડે છે. વૃક્ષોને જેમ સંગીત પ્રિય છે તેમ તેને મંત્ર પણ પ્રિય છે.
ગાય, ગંગા, ગીતા, ગામ અને ગાયત્રી મંત્રનો હવે ખેતીમાં ઉપયોગ થઈ રહ્યો છે. જેને ‘દૈવી કૃષિ’ કોસ્મિક ફાર્મિંગ તરીકે ઓળખવામાં આવે છે. જે સંગીત થેરેપીની સાથે પણ ઉપયોગ થાય છે.
છોડમાં જીવ છે એવું 1902માં વૈજ્ઞાનિક જે.સી. બાસુએ તેમના સંશોધનમાં આ શોધી કાઢ્યું હતું, જેનું પેપર 1902 અને 1904માં પ્રકાશિત થયું હતું. હવે ઓર્ગેનિક ખેતીમાં મ્યુઝિક થેરાપીનો ટ્રેન્ડ વધી રહ્યો છે.
વનસ્પતિ પર સંશોધન
બાયોફિઝિક્સના ક્ષેત્રમાં તેમનું સૌથી મોટું યોગદાન એ હતું કે છોડમાં ઉત્તેજનાનું પ્રસારણ વિદ્યુત માધ્યમ દ્વારા થાય છે, રાસાયણિક માધ્યમ દ્વારા નહીં. આચાર્ય બોઝ વનસ્પતિની પેશીઓ પર માઇક્રોવેવ્સની અસરનો અભ્યાસ કરનાર પ્રથમ વ્યક્તિ હતા. તેમણે છોડ પર બદલાતા હવામાનની અસરનો અભ્યાસ કર્યો. આ સાથે, તેમણે છોડ પર રાસાયણિક અવરોધકોની અસર અને છોડ પર બદલાતા તાપમાનની અસરનો પણ અભ્યાસ કર્યો. વિવિધ પરિસ્થિતિઓમાં કોષ પટલના સંભવિત ફેરફારોનું વિશ્લેષણ કરીને, તે નિષ્કર્ષ પર આવ્યા કે છોડ સંવેદનશીલ છે, તેઓ “પીડા અનુભવી શકે છે, લાગણી અનુભવી શકે છે, વગેરે.” તેઓ એક મહાન વૈજ્ઞાનિક હતા.
વિજ્ઞાન અને ધર્મ સત્યને શોધી રહ્યાં છે.
ગાયત્રી મંત્રનો જાપ કરતી વખતે તુલસી અને ચંદનની માળાનો ઉપયોગ કરવામાં આવે છે.
સરકાર ગાયત્રી મંત્રના જાપના નામે પ્રચાર પણ કરે છે.
ગાયત્રી મંત્ર વેદોનો સર્વશ્રેષ્ઠ મંત્ર બતાવવામાં આવ્યો છે. જેને મહામંત્ર કહે છે. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હતું કે, હું પોતે ગાયત્રી મંત્ર છું.
અર્થ
“ઓમ ભૂર્ભુવહ સ્વહ તત્સવિતુર્વેણ્યમ્ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન: પ્રચોદયાત્.”
એનો અર્થ એ છે કે ‘આપણે જીવન સ્વરૂપ, દુઃખનો નાશ કરનાર, સુખના મૂર્ત સ્વરૂપ, સર્વોપરી, તેજસ્વી, પાપોનો નાશ કરનાર, ભગવાનના રૂપમાં ભગવાનનું ધ્યાન કરીએ. ભગવાન આપણી બુદ્ધિને સાચા માર્ગ પર પ્રેરિત કરે.
ખેતીમાં સંગીતનો ઉપયોગ થાય છે. જેમાં ખેતરમાં સ્પીકર ગોઠવીને સંગીત અને મંત્ર જેમાં રોજ સવાર અને સાંજે કરવામાં આવે છે. ઘણા ખેડૂતો પાક, વૃક્ષો, છોડ, ગાયો અને પ્રાણીઓને સંગીત આપવા માટે મ્યુઝિક સિસ્ટમ લગાવી છે.તેના જબરદસ્ત સકારાત્મક પરિણામો મળ્યા છે. પાક, વૃક્ષો, છોડ, ગાય અને પ્રાણીઓને મંત્ર અને સંગીત આપવાથી ફાયદો થાય છે. પાકને વધુ ઉત્પાદન મળી રહ્યું હોવાનો દાવો ખેડૂતો કરે છે.
ઓર્ગેનિક ખેતી સાથે વૃક્ષો, છોડ અને પ્રાણીઓને ગાયત્રી થેરેપી આપે છે.
રીતે મનુષ્ય તણાવમાં હોય છે, તેવી જ રીતે વૃક્ષો, છોડ અને પ્રાણીઓ તણાવમાં હોય છે અને તણાવને દૂર કરવા માટે તેમને ગાયત્રી મંત્ર જેવા વિવિધ પ્રકારના અવાજો આપવામાં આવે છે.
ભમરાના ગુંજારવાનો અવાજ અલગ-અલગ સમયે આપવામાં આવે છે. જ્યારે બીજની માવજત કરવામાં આવે છે, ગાયત્રી મંત્રનો પાઠ કરવામાં આવે છે.
જ્યારે પાક વાવે છે અને તે યુવાવસ્થામાં પહોંચે છે ત્યારે પણ ગાયત્રી મંત્રનો જપ આખા ખેતરમાં કરે છે.
જ્યારે તે ફળ આપવાનું શરૂ કરે છે ત્યારે ભમરનો ગુંજારવાનો અવાજ સંભળાય છે. તેથી, જો આપણે ગાયત્રી મંત્ર ચિકિત્સા આપીએ, તો તેનાથી પાકની ઉપજમાં 20 થી 30 ટકાનો વધારો થાય છે.
અળસિયાંને જૈવિક ખાતર બનાવવામાં 90 દિવસનો સમય લાગે છે. તો તેમને રાત્રે સંગીત થેરાપી આપવામાં આવે તો તેઓ 60માં 90 દિવસ જેટલું ખાતર બનાવી નાંખે છે.
જગદીશ ચંદ્ર બસુ માનવું હતું કે સજીવ અને નિર્જીવ અથવા જડ પદાર્થોના માર્ગો ચોક્કસપણે ક્યાંક એકબીજાને મળે છે, જેમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ વિચારના આધારે, બોસે છોડના કોષો પર વિદ્યુત સંકેતોની અસરનો અભ્યાસ કર્યો. તેમના પ્રયોગોએ એ હકીકત તરફ ધ્યાન દોર્યું કે સંભવતઃ તમામ છોડના કોષો ઉત્તેજિત થવાની ક્ષમતા ધરાવે છે. ઠંડી, ગરમી, કટીંગ, સ્પર્શ અને વિદ્યુત ઉત્તેજના સાથે, બાહ્ય ભેજ પણ છોડમાં સક્રિય વીજસ્થિતિમાનનું કારણ બની શકે છે.
તેમણે એવા સંવેદનશીલ સાધનો બનાવ્યા જે છોડમાં ભૌતિક, રાસાયણિક, યાંત્રિક અથવા વિદ્યુત સ્તરે માઇક્રોસ્કોપિક જૈવિક પ્રવૃત્તિઓ પણ રેકોર્ડ કરી શકે છે. વર્ષ 1901 થી, બોઝે છોડ પર વિદ્યુત સંકેતોની અસરનો અભ્યાસ કર્યો. જેમાં લાજવંતીનો ઉપયોગ કર્યો હતો.
જગદીશ ચંદ્ર બસુએ જણાવ્યું કે છોડમાં ઉત્તેજનાની અસર કોષોના પ્રસાર સાથે પણ સંબંધિત છે. છોડમાં સ્વયંસ્ફુરિત વૃદ્ધિ કરે છે.
બાસુને જોયું કે, છોડમાં ધીમી વૃદ્ધિ પણ નોંધી શકાય છે. છોડની ધીમી વૃદ્ધિને માપવા માટે બોઝે પોતે ખૂબ જ સંવેદનશીલ સાધન બનાવ્યું હતું. તેણે આ સાધનને ક્રેસ્કોગ્રાફ નામ આપ્યું છે. આ સાધનમાં છોડના વિકાસને દસ હજાર વખત મેગ્નિફાઈ કરીને આપોઆપ રેકોર્ડ કરવાની ક્ષમતા હતી.
બસુએ બતાવ્યું કે છોડ પણ આપણી જેમ જ પીડા અનુભવે છે. જો છોડને કાપી નાખવામાં આવે છે અથવા તેમાં ઝેર ઉમેરવામાં આવે છે, તો તેઓ પણ પીડાય છે અને મરી પણ શકે છે.
ક્રોનોબાયોલોજી
જગદીશ ચંદ્ર બસુના અભ્યાસનું બીજું ક્ષેત્ર કે જેણે બાસુને આકર્ષિત કર્યું તે હતું છોડમાં મૂળથી દાંડી, પાંદડા અને ફૂગમાં પાણીની હિલચાલ. છોડ જે પાણી ગ્રહણ કરે છે તેમાં ઘણા પ્રકારના કાર્બન અને અકાર્બનિક તત્વો પણ હોય છે. છોડમાં જલીય મિશ્રણના આ ઉદયને “સત્વની ચડતી” કહેવામાં આવે છે. છોડની વૃદ્ધિ અને અન્ય જૈવિક કાર્યો પર સમયની અસરના અભ્યાસનો પાયો જગદીશ ચંદ્ર બસુએ નાખ્યો હતો, જે આજે વિજ્ઞાનની એક શાખા ક્રોનોબાયોલોજી તરીકે ઓળખાય છે.
ગાય ગર્ભવતી હોય ત્યારે અને દૂધ આપવાનો સમય આવે ત્યારે તેને ગાયત્રી મંત્રની થેરાપી આપવામાં આવે છે. તેના કારણે સ્થાનિક ગાય વધુ દૂધ આપવા લાગે છે.
પાકમાં સંગીત ઉપચાર, પ્રાણીઓ અને ગાય પર થાય છે.
સાગર સેન્ટ્રલ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વનસ્પતિશાસ્ત્રી ડૉ. અજય શંકર મિશ્રા પણ માને છે કે, 120 વર્ષના સંશોધનમાં એ વાત સામે આવી છે કે છોડ ખૂબ જ સંવેદનશીલ હોય છે અને તેઓ સંગીતને અનુભવી શકે છે. તેનાથી પાકમાં સુધારો થાય છે.
1 એકરમાં મ્યુઝિક સિસ્ટમ લગાવીને 6 મહિના સુધી પાકને સંગીત વગાડવામાં આવે તો તેમાં આદુની ઉપજ 50 ક્વિન્ટલના બદલે 65 ક્વિન્ટલ થયું હતું. 15 ક્વિન્ટલનો વધારો થયો હતો.
ગાયો પણ વધુ દૂધ આપવા લાગી છે. ગાયનું દૈનિક દૂધ ઉત્પાદન 4 લિટરથી વધીને 5 લિટર થઈ શકે છે.
પાકની વૃદ્ધિ
ઘણાં ખેડૂતો ખેતરોમાં હળદર, આદુ, કબૂતર અને ટામેટા જેવા અનેક પાકો ઉગાડી રહ્યા છે. સિસ્ટમ વાવણીથી લઈને લણણી સુધી પાકને સંગીત વગાડે છે. પાકની વૃદ્ધિ, ફળો અને ફૂલો સારા આવે છે.
વાવણી પહેલા ખેતરોમાં મ્યુઝિક સિસ્ટમ લગાવીને ગાયત્રી મંત્રના ધ્વનિનું પ્રસારણ કરવામાં આવે છે.
અળસિયાઓ આખી રાત શાસ્ત્રીય વાદ્યની ધૂન સાંભળે તો તે ઉત્પાદન વધારે છે.
‘દૈવી કૃષિ’ કોસ્મિક ફાર્મિંગ
નવેમ્બર 2018માં ગાયત્રી મંત્રની શક્તિને ગોવા સરકારે સ્વીકારી હતી.
પાક ઉત્પાદન વધારવા માટે ગોવા સરકારે ખેડૂતોને પ્રાચીન વૈદિક ‘મંત્રો’નો જાપ કરવા કહ્યું હતું.
કૃષિ નિયામકએ જણાવ્યું હતું કે, કૃષિ વિભાગ ઓર્ગેનિક અને પર્યાવરણ-મૈત્રીપૂર્ણ ખેતીના માર્ગને અનુસરવા માંગે છે. મંત્રોથી પાકની ગુણવત્તામાં વધારો થશે. પાકની સારી ઉપજ માટે 20 દિવસ સુધી રોજ 20 મીનીટ ખેતરોમાં ‘વેદિક મંત્રો’નો જાપ કરવામાં આવે છે. મંત્રો બ્રહ્માંડમાંથી ઊર્જા ખેંચે છે અને તેને ખેતરમાં મૂકે છે અને બીજને વધુ સારી રીતે અંકુરિત કરવામાં અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન ઉત્પન્ન કરવામાં મદદ કરે છે.
આણંદ – કેતન પટેલ
આણંદના ઉમરેઠ ભાલેજ ગામના ખેડૂત કેતનભાઈ પુનમભાઈ પટેલ 9998346632 ગ્રીન હાઉસની ખેતીમાં સંગીત, હવન, ધૂપ, અગરબત્તીનો ઉપયોગ કરીને ઉત્પાદનમાં સારો એવો ફાયદો મેળવી રહ્યાં છે. તમામ પાકને સંગીત અને હવનથી સારો ફાયદો થતો હોવાનો તેમનો અનુભવ છે. તેઓ રોજ સવારે અને સાંજે એક કલાક સંગીતની ધૂન વગાડે છે. જે મોટા ભાગે ભજનનું સંગીત હોય છે. વાદ્ય દ્વારા પણ સંગીત સંભળાવે છે. ખેતરના પાક માણસની જેમ સંગીતનો અનુભવ કરે છે. ગાયત્રી હવન ખેતરમાં કરે છે. જેનાથી હકારાત્મક વાતાવરણ ઊભું થાય છે. હવનની રાખ છાંટવાથી ખેતરમાં નકામા જીવ આવતાં નથી. જમીનની ફળદ્રુપતા વધે છે. પાક ઉપર પંપથી પણ તે છાંટી શકાય છે. ગુગળનો ધૂપ પણ કરે છે. જેની પાક ઉપર હકારાત્મક અસર થાય છે, ઉત્પાદન વધે છે. કથા પણ કરાવડાવે છે.
રસિક શીંગાળા
રાજકોટના યુનિવર્સિટી માર્ગ પર ખેડૂત રસિક શીંગાળાએ શહેરમાં વાડીમાં કેમીકલ વગરનો બગીચો ઉભો કર્યો છે. સંગીતના સૂરોથી શાકભાજી ઉગાડવાનું શરૂ કર્યું છે. મ્યુઝિક થેરાપી મદદથી શાકભાજી સ્વાદિષ્ટ અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત છે.