- નકલી કુલપતિ
અમદાવાદ
Gujarat: રાજ્યપાલ દાવો કરે છે કે ગુજરાતમાં 10 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ડાંગ જિલ્લો આખો પ્રાકૃતિક ખેતીનો જિલ્લો જાહેર કરેલો છે. ત્યારે સરકારની ખોખલી પ્રાકૃતિક ખેતીની પોલ ખુલી છે.
Gujarat: ગુજરાત નેચરલ ફાર્મિગ સાયન્સીસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો.સી.કે.ટીંબડીયાની નિમણૂક ગેરેબંધારણીય કરી દેવામાં આવી છે.
રાજય સરકારશ્રીએ સેન્દ્રીય ખેતી નીતિ – 2015માં જાહેરાત કરાઈ હતી કે, ગુજરાત ઓર્ગેનિક એગ્રિકલ્ચરલ યુનિવર્સિટીની સ્થાપના કરાશે.
તે માટે વિધાનસભામાં અધિનિયમ પસાર કરાયો હતો.
આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી કેમ્પસમાં હંગામી ધોરણે યુનિવર્સિટી શરૂ કરી હતી. તેના નિયમો તૈયાર કરવાના થતા હતા.
યુનિવર્સિટીના પ્રથમ વાઇસ ચાન્સેલર તરીકે ડો.બી.આર.શાહ નિવૃત ખેતી નિયામકને જુન 2019માં નિમણુંક કરેલી હતી.
ત્યાર બાદ આણંદ કૃષિ યુનિવર્સિટીના હાલોલ ખાતેની ગુજરાત ઓર્ગેનિક અને નેચરલ ફાર્મિગ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકેનો આણંદ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો.કે.બી.કથીરીયાને બનાવાયા હતા.
ત્યાર બાદ નવસારી કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન કેન્દૃના વડા અને એસોશીયેટ પ્રોફેસર ડો.સી.કે. ટીંબડીયા ગુજરાત ઓર્ગેનિક એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ તરીકેનો ચાર્જ સોપવામા આવેલો હતો.
ડો ટીંબડીયા યુનિની કલમ 24માં દર્શાવેલ ઇન્ચાર્જ કુલપતિ માટેની લાયકાત ન ધરાવતા હોવા છતાં નવસારી કૃષિ યુનિવર્સિટીના એસોશીયેટ પ્રોફેસરને નિયમો વિરૂધ્ધ કુલપતિનો ચાર્જ સોપવામાં આવેલો છે.
ઉપરાંત કુલપતિની નિમણુક માટે યુનિવર્સિટી ગ્રાન્ટ કમીશન
નવી દિલ્હીના નિયમો અને રાજય કૃષિ યુનિવર્સિટીના સ્ટેચ્યુટની જોગવાઇ અનુસાર પ્રોફેસર કેડરનો 10 વર્ષનો અનુભવ જરૂરી છે.
જ્યારે ડો.સી.કે.ટીંબડીયા આ જોગવાઈની લાયકાત ધરાવતા ન હોવા છતા રાજ્ય સરકારે 9 ઓક્ટોબર 2023ના રોજ નિમણુક કરવામા આવી હતી.
આ પગલુ બિલકુલ ગેરબંધારણીય અને રાજ્ય સરકારના વહીવટ ઉપર અનેક સવાલ ઉભા કરે છે.
ડો સી કે ટીંબડીયાને દુર કરવા માંગણી કરવામાં આવી છે.
ડો સી કે ટીંબડીયાની કુલપતિની નિયુક્તિ માટે 10 વર્ષનો અનુભવ ફરજીયાત હોવા છતાં ધોરણોનુ ઉલ્લંઘન કરવામા આવેલું છે.
વાઇસ ચાન્સેલરની જગા માટેની અરજીઓ મેળવવા છાપામાં જાહેરાત પ્રસિધ્ધ કરવાની રહે છે. આવી પ્રક્રીયા કરવામા આવી નથી. સ્ટેચ્યુટ જોગવાઇઓનું ઉલ્લંઘન કરવામા આવેલ છે.
માત્ર પાંચ કર્મચારીઓ દ્વારા આખી યુનિવર્સિટી ચાલી રહી છે. રાજ્યપાલ મૌન છે. ગેરકાયદે કુલપતિની નિમણૂક પાછળ કોઈ નેતાનો હાથ છે.