Gujarat: વિશ્વ વિખ્યાત ભાલિયા ઘઉંના ભાવ ન મળતાં સજીવ ખેતીને મોટો ફટકો
જુવારને સુપર ફૂડ તરીકે ઓળખવામાં આવે છે. ભલે તે આફ્રિકાનું મૂળ હોય પણ અમદાવાદના ભાલપ્રદેશમાં આવીને તે ફાલ્યો ફુલેલો પાક બની ગયો હતો. જે ગુજરાતના પ્રકૃત્તિક ખેતીનો ખજાનો ભાલ પ્રદેશ હતો. કારણ કે તે પ્રદેશ દરિયાની સપાટીથી થોડો નીચો હોવાથી તેમાં પાણી ભરાઈ રહે છે. જેના કારણે અહીં ચોમાસા પછી ભાલિયા ઘઉં શ્રેષ્ઠ ગુણવત્તાના પાકે છે. જેમાં ભરપૂર પ્રોટીન હોય છે. હવે અહીં ઘઉનું સ્થાન જુવાર લઈ રહી છે.
ધોલેરાના આંબળી ગામનું પરું સરેસલામાં ખેતી કરતાં 43 વર્ષ રમેશભાઈ વેલાભાઈ જાદવ દેશી જુવાર વાવીને 10 વર્ષથી ખેતી કરી રહ્યાં છે. તે પણ એક ટીપું પાણી આપ્યા વગર. તેમની જવારની માંગ એટલી બધી છે કે તેમના ખેતરેથી લીલી જુવાર પશુ પાલકો સારા ભાવ આપીને કાપીને લઈ જાય છે. રમેશભાઈ પોતાની 30 વીઘા જમીન અને ભાડે પટ્ટે રાખેલી 40 વીઘા જમીન સાથે 70 વીઘામાં જુવાર જ વાવે છે.
10 વર્ષથી શિયાળુ જુવાર લે છે. તેમના ખેતરેથી ખેડૂતો જાતે વાઢીને લઈ જાય છે. ભાવ ખેડૂત ઈચ્છે એવા મળે છે. તે કહે છે કે, મારી જુવાર પશુપાલકો કે પશુ તબેલા રાખતા ખેડૂતો લઈ જાય છે. તેઓ ખેતરમાંથી જ લઈ જાય છે. એક એકરે રૂ. 35 હજાર ચોખ્ખા નફા સાથે મળે છે. વીઘે રૂ. 13 – 14 હજાર મળે છે. તેની સામે કોઈ ખર્ચ નહીં. દવા નહીં, ખાતર નહીં. વાવી દીધા પછી કોઈ ખર્ચ થતું નથી. પક્ષી તેઓ માત્ર પાલ લેવા જ જાય છે, અને ખેતરનું રખોપું કરવા જાય છે.
જુવારમાં સારી આવક થતાં તેમણે હવે વિશ્વ વિખ્યાત પણ નફો ન આપતાં ભાલિયા ઘઉં વાવવાનું બંધ કરી દીધું છે.
પ્રાંતિજના પશુપાલક રસિક પટેલ કહે છે કે, લીલી જુવાર ઘાસ ખવડાવવાથી પશુનું શરીર હ્રષ્ટપુસ્ટ થઈ જાય છે. ઉનાળામાં પશુને પાણી ઓછું પીવું પડે છે. જુવાર આપવાથી પશુનું રોજનું 500થી 700 ગ્રામ દૂધ વધે છે. જુવારના કારણે છાણ વધારે થાય છે.
એક વીઘે 300-350 મણ થાય જુવાર પેદા થાય છે. જ્યારે સુકી જુવારનો ચારો 150-200 મણ થાય છે. પાણી વગરની હોવાથી મીઠાશ વધારે આવે છે. ઓર્ગેનિક જારની ભારે માંગ છે. તેમના ખેતરમાં ચોમાસાનું પાણી ભરાય રહે છે. તેના ભેજના આધારે શિયાળામાં તેઓ જુવારનો પાક લે છે.
દેશી સોલાપુરી જુવારની જાત મહારાષ્ટ્રના નંદુરબારથી બિયારણ આવે છે. અહીંના ખેડૂતો આ બિયારણ વાવે છે. સોલાપુર જિલ્લામાં જુવાર એ પ્રથમ મુખ્ય પાક છે. બિન-અનાજની તુલનામાં ઓછા માર્જિન અથવા વળતરને કારણે બિન-અનાજોએ જુવારના પાકના વિસ્તારને બદલ્યો હતો. મંગલવેધા (14.49 ટકા) અને બાર્શી (3.76 ટકા) તાલુકાઓમાં આ પાકનો વિસ્તાર વધ્યો છે. મંગલવેધા તાલુકામાં પ્રતિ હેક્ટર 812.8 કિગ્રાની સરેરાશ ઉત્પાદકતા સાથે ખૂબ ઊંચી ઉત્પાદકતા જોવા મળી છે. જુવારના પાક હેઠળનો વિસ્તાર ઘટી રહ્યો છે કારણ કે જુવારના પાકની બજાર કિંમત રોકડીયા પાકો અને ફળ પાકોની સરખામણીમાં ઓછી છે અને જુવારની પ્રક્રિયા કે ઉત્પાદન કરી શકે તેવા કોઈ ઉદ્યોગ નથી. સોલાપુરમાં આવી હાલત છે, પણ ભાલિયા પ્રદેશમાં તે સફળ છે.
અહીંની જુવાર ખાનાર પશુ રોજનું 700થી 1000 ગ્રામ વધારે દૂધ આપતું હોવાનું માનવામાં આવે છે. તેથી તેની માંગ છે.
માત્ર રમેશભાઈ જ નહીં અહીં છેલ્લાં 5 કે 7 વર્ષથી અમદાવાદના ભાલ પ્રદેશના 50 ટકા ગામડાઓ હવે જુવાર વાવે છે. ધોલેરાના 50 ગામો અને ધંધુકાના કેટલાંક ગામના ખેડૂતો હવે માત્ર જુવાર જ વાવે છે. તેઓએ ભાલિયા ઘઉં વાવવાનું બંધ કરી દીધું છે. જોકે, ભાલ પ્રદેશમાં પીયતથી થતી જુવાર પણ થાય છે. પણ તેની મીઠાશ અને સુગંધ પાણી વગર પાકતી જુવાર જેવી નથી. અહીંના 50 ટકા ગામોની જુવાર રાજસ્થાન લઈ જાય છે. ત્યાંના પશુપાલકો અહીંથી ટ્રકો લઈ જાય છે. ત્યાં કુટીનાંખે છે.
ભાલ
ગુજરાતમાં ભાલ પ્રદેશ 2 લાખ હેક્ટરમાં છે. રસાયણ ઓછા વપરાય છે. સિંચાઇ વગર ભાલિયા ઘઉં પાકે છે. 2021-22માં સિંચાઇ આધારિત ઘઉંનું વાવેતર અમદાવાદ જિલ્લામાં 1.38 લાખ હેક્ટર અને ઉત્પાદન 3.87 લાખ ટન હતું. જે 2014-15માં 1.36 લાખ હેક્ટરમાં 3.23 લાખ ઘઉં પાક્યા હતા. પણ સિંચાઇ વગરના ઘઉંનું વાવેતર બહુ ઓછું છે.
પાણી કે સિંચાઇ આપ્યા વગરના ઘઉં આખા ગુજરાતમાં 34500 હેક્ટરમાં વાવેતર અને 31097 ટન ઉત્પાદન થયું હતું. જેમાં અમદાવાદમાં સૌથી વધારે હતું.
ભાલિયા ઘઉંની પડતી
2014-15માં અમદાવાદ જિલ્લામાં 51122 હેક્ટરમાં 42518 ટન ઘઉં પાક્યા હતા. 2016-17માં 34053 હેક્ટરમાં 26663 ટન ઘઉં પાક્યા હતા.
2019-20માં અમદાવાદ જિલ્લામાં 34955 હેક્ટર, 2020-21માં 30827 હેક્ટર અને 2021-22માં 25598 હેક્ટરમાં જ વાવેતર થયા હતા.
10 વર્ષમાં 50 ટકા ભાલિયા ઘઉંના ખેતરો ઘટી ગયા છે. કુદરતી રીતે પાકતાં ઘઉંનો ભાવ ન મળવાના કારણે આવી સ્થિતી આવીને ઊભી રહી છે.
ઘઉંની મણસોએ કદર ન કરી તેનાથી પશુઓના ચારા તરીકે કદર કરે છે.
2015માં ગુજરાતમાં 41,950 હેક્ટરમાં સજીવ ખેતી થતી હતી. જેમાં ભાલિયા ઘઉંનો સૌથી મોટો હિસ્સો સદીઓથી રહ્યો છે.
ભાલિયા ઘઉં વીઘામાં 10 મણ થાય છે. ઘઉંમાં ખર્ચ વધારે આવે છે. બજાર ભાવ મળતા નથી વેચવા જવું પડે છે. ભાલિયા ઘઉં ઓછા થઈ ગયા છે. 90 ટકા ખેડૂતોએ ઘઉં વાવવાનું બંધ કરી દીધું છે.
જુવાર બજાર બની ગયું
ધોલેરાથી 10 કિલોમીટર દૂર અહીં લીલી જુવાર વેચવા માટેનું મોટું બજાર બની ગયું છે. 500 દલાલ કે વેપારીઓ અહીં લીલી જુવાર લેવા માટે આવે છે. એહીં 1 જાન્યુઆરી બજાર શરૂ થાય છે. જે સતત 3થી 4 મહિના એપ્રિલ સુધી ચાલું રહે છે. અહીં આંબળી ગામ પાસે એક હોટેલ પર 500 વેપારી ભેગા થાય છે. જ્યાં લીલા ચારાના શોદા થાય છે. વજન કાંટો છે ત્યાં બજાર ભરાય છે. ખેડૂતના ખેતરમાંથી લીલી જુવાર કાપીને અહીં વચન કાંટા પર વજન કરવામાં આવે છે. જે વજન થાય તેનો ભાવ અહીં રોકડામાં વેપારીઓ આપે છે.
જમીનના ભાવ વધી ગયા છે. રૂ. 7થી 40 લાખ સુધી વિઘો જમીન 16 ગુંઠા વેચાય છે.
વિદેશી પાક
મૂળ આફ્રિકારનું વતની જુવાર એક એવો પાક છે કે જે, એકદળી વર્ગની ચારા અને ધાન્ય તરીકે ઉગાડવામાં આવતી વનસ્પતિ. જેને યાવનાલ, જવાર, જવારી કે ગ્રેટ મિલેટ તરીકે ઓળખવામાં આવે છે. 1 મીટરથી 4 મીટર સુધી થાય છે.
નર અને માદા બંને અથવા ફક્ત નર ફૂલ હોય છે. હવે, કૃષિ વિજ્ઞાનીઓએ નરવંધ્ય જાતો પણ વિકસાવાયેલી છે. તેનો ઉપયોગ સંકર–બી બનાવવામાં થાય છે.
ધાન્ય ઘાસચારા પાકોમાં જુવાર, મકાઇ, બાજરી, ગજરાજ ઘાસ, ઓટ, મારવેલ ઘાસ, ધરફ ઘાસ, જીંજવો છે, જેમાં સૌથી સારામાં સારો પાક જુવાર છે. તેનું ત્રણેય ઋતુમાં વાવેતર થઇ શકે છે. તે હલકી ક્ષારવાળી જમીનમાં તેમ જ ટૂંકા સમયમાં વધુ ચારો આપે છે. તેનુ ઉત્પાદન ખર્ચ ઓછું અને પાણીની ઓછી જરૂરિયાત રહે છે.
વાવેતર
ગુજરાતમાં જુવારનું ખરીફમાં 31670 હેક્ટર અને રવીમાં 25320 હેક્ટર મળીને કુલ 56980 હેક્ટરમાં સરેરાશ વાવેતર થાય છે. 77430 ટન જુવાર 2019-20માં પેદા થઈ હતી. હાલ ઉત્પાદકતા 1358 કિલો છે.
ઘાસચારાનું ઉત્પાદન
ગુજરાતમાં પશુધન માટે 400થી 500 લાખ મેટ્રિકટન લીલો, 200-250 લાખ મેટ્રિકટન સૂકોચારો અને 150 મેટ્રિક ટન દાણ જોઇએ. જેની સામે 26 ટકા લીલો, 29 ટકા સૂકો ચારો અને 79 ટકા ખાણદાણની ઘટ છે. આમ પશુધનને પૂરતું પોષણ ન મળવાથી ઉત્પાદકતા તથા શક્તિ ઓછી મળે છે. પીલા ફૂટવાથી બે કે ત્રણ વખથ કાપણી થઇ શકે છે.
વિસ્તાર
દક્ષિણ ગુજરાતમાં તે મુખ્યત્વે દાણા માટે અને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચારા તેમજ ધાન્ય તરીકે વવાય છે. ડેરી-વિકસિત વિસ્તારમાં લીલા ચારા તરીકે વાવેતર થાય છે. જુવાર ઉનાળો (માર્ચથી જૂન), ચોમાસું (જૂનથી સપ્ટેમ્બર) તથા શિયાળો (ઑક્ટોબરથી ફેબ્રુઆરી) એમ 3 ઋતુમાં વિવિધ કારણો માટે વવાય છે.
બીજ
સંશોધનના પરિણામે વિકસાવેલ જાતો પૈકી બીપી 53, જીજે 35થી 40, જીએફએસ 4 અને જીએસએચ 1 મુખ્ય છે. ઘાસચારા માટે 50 કિલો બીજ હેક્ટરે વવાય છે. ચોમાસુ વાવેતર માટે હેક્ટરદીઠ 1.8થી 2.0 લાખ અને શિયાળુ વાવેતર માટે 1.4 લાખ છોડ વાપરવાથી વધુ ઉત્પાદન મેળવી શકાય છે. સુધારેલી જાત માટે 50થી 60 કિલો અને સંકર જાત 30 કિલો બિયારણની એક હેકટર માટે જરૂર પડે છે.
વિશ્વનું ચોથું અનાજ
વિશ્વનો એક પ્રમુખ પાક છે. વિશ્વનું પાંચમુ સૌથી મહત્ત્વપૂર્ણ અનાજ છે. જુવાર દાણા તરીકે માનવ-આહારમાં તેમજ ચારા તરીકે પશુ-આહારમાં ઉપયોગી છે. આફ્રિકા, દક્ષિણ એશિયા અને મધ્ય અમેરિકામાં વિપુલ પ્રમાણમાં ઊગડવામાં આવે છે. શુષ્ક ગરમ આબોજવા ધરાવતા પ્રદેશમાં જુવાર એ રોજિંદો આહાર હોય છે.જુવારનું મૂળ ઉત્પત્તિસ્થાન આફ્રિકાના ઈશાન પ્રદેશને માનવામાં આવે છે. તેમ છતાં ભારતમાં પણ ઘણી જંગલી જાતો જોવા મળે છે. દાણા અને ચારા બંને માટે જુવાર ચોમાસું વરસાદથી થતો દેશનો અગત્યનો પાક છે.
ગુજરાતમાં વાવેતર
જુવારનુ વાવેતર 16 લાખ હેક્ટરથી ઘટીને 38 હજાર હેક્ટર થઈ ગઈ છે.
ગુજરાત રાજ્યમાં હાલમાં 13 લાખ હેક્ટર જમીનમાં જુવારનું વાવેતર કરવામાં આવે છે. ભારતમાં જુવારના સરેરાશ ઉત્પાદન કરતાં ગુજરાતનું ઉત્પાદન આશરે પ્રતિ હેક્ટરે 100 કિગ્રા. જેટલું ઓછું છે. ઓછા ઉત્પાદન માટે સુધારેલી જાત કે વૈજ્ઞાનિક જ્ઞાનનો અભાવ જવાબદાર નથી; પણ જુવારનું ચારા માટેનું જ વાવેતર, ખાતરોનો ઓછો ઉપયોગ, નહિવત્ પાક-સંરક્ષણ અને હેક્ટરદીઠ છોડની ઓછી સંખ્યા જેવી બાબતો કારણભૂત મનાય છે.
ટેકાના ભાવ
હાઈબ્રીડ જુવાર માટે રૂ. 3180 એક ક્વિન્ટલના છે. જ્યારે માલદંડી જુવાર માટે રૂ. 3225 પ્રતિ ક્વિન્ટલના ટેકાના ભાવો કેન્દ્ર સરકારે જાહેર કરેલા છે.
દેશમાં સૌથી વધારે ઉત્પાદન
દાણા જુવારની જાત જી. જે. 44 – મધુ સમગ્ર દેશમાં સૌથી વધારે ઉત્પાદન આપતી જાત નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયે વિકસાવી છે. હેક્ટરે 2762 કિલો અનાજ દાણાનું ઉત્પાદન આપે છે. હેક્ટરે સરેરાશ 1358 કિલોનું ઉત્પાદન હોય છે. જેની સામે બે ગણું ઉત્પાદન આપતી નવી જાત છે. જે સમગ્ર ભારતમાં સૌથી વધારે ઉત્પાદકતા ધરાવે છે.
22 ટકા સુધી વધારે ઉત્પાદન આપતી આ જાત છે. સુકા ઘાસચારાનું હેક્ટરે 11836 કિલો ઉત્પાદન આપે છે. સારી એવી રોગપ્રતિકાર શક્તિ ધરાવે છે.
જુવાર ડીએસ -127 (જીજે 43) બીજી જાત જીજે 39 કરતાં 46.85 ટકા વધું ઉત્પાદન આપે છે.
ઘાસચારા માટે તે બીજી જાતો કરતાં વધું સારી છે. તેના લાંબા-પહોળા પાંદડા પશુચારા માટે ઉત્તમ છે. છોડની ઊંચાઈ સારી છે. લીલી અને સુકી એમ બન્ને રીતે પશુના ખોરાક માટે સારી છે.
ગુજરાતમાં દુધાળા પ્રાણીઓના ચારા અને ઘાસચારાની સુરક્ષા માટે એક નવી જુવારની જાતિ “ગુજરાત જુવાર 43 (જીજે 43)” શોધી છે જે પશુચારાનો પ્રશ્ન ઉકેલી શકે તેવી ક્ષમતા ધરાવે છે. આ વેરાયટી એસ.કે.જૈન અને અને પી.આર.પટેલે ડીસાના જુવાર સંશોધન કેન્દ્રમાં શોધી છે.
10 વર્ષથી દક્ષિણ ગુજરાતમાં પિયતની સગવડ વધવા સાથે મુખ્ય પાક ગણાતા જુવારના વાવેતર ઉપર માઠી અસર પડી છે. કરાડી-મટવાડ જેવાં વિસ્તારમાં બી.પી. 53 નામની જુની જાતનું વાવેતર થતાં ઉત્પાદન ઓછું આવે છે. ગ્લોબલ વોર્મિંગ અને વાતાવરણના ફેરફાર સાથે જુવાર પર વિપરીત અસરો થઈ રહી છે.
ગામડાઓમાં સાંજના ભોજનમાંથી જુવારના રોટલા ઓછા થઈ રહ્યાં છે.
દેશની મુખ્ય જાતો
વીઘે 40 મણ ઉત્પાદકતા ધરાવતી કૃષિ યુનિવર્સિટીની જી.જે. 38 જાત હતી.
પુસા ચારી 23: ઉત્તર ભારતમાં પ્રતિ એકર 200 થી 220 ક્વિન્ટલ લીલો ચારો અને 64 ક્વિન્ટલ સૂકો ચારો મેળવી શકાય છે.
એમ.પી. ચારી, 160 થી 200 ક્વિન્ટલ લીલો ચારો અને 38 થી 44 ક્વિન્ટલ સૂકો ચારો આપે છે.
સી.એસ.એચ. 20 MF : 340 થી 380 ક્વિન્ટલ લીલો ચારો અને 80 ક્વિન્ટલ સૂકો ચારો મળે છે. મીઠાશ સાથે રસદાર છે.
પંજાબ સુડેક્સ: 4 લલણી કરી શકાય છે. એકર જમીનમાં 240 ક્વિન્ટલ લીલો ચારો અને 68 ક્વિન્ટલ સૂકો ચારો મળે છે.
રોગ
પાનના, ગેરુ, કાળાં ટપકાં, ધાબાં, મેશપટ્ટા, પીંછ છારો, કાળો સડો, લાલ સડો, અંગારિયો, ડૂંડાનો મધિયો, દાણાની ફૂગો અને પાનના જીવાણુના રોગો મુખ્ય છે.
પાક
100થી 120 દિવસમાં પાકે છે. લીલા ચારા માટે જુવાર ફૂલ આવે તે સમયે કાપવી જોઈએ. જીએફએસ 4 જાતમાં વાવેતરથી લગભગ 40 દિવસે ફૂલ આવે છે. દાણા માટે જુવાર કાપ્યા પછી તુરત યોગ્ય માવજતથી બડછા (સાંઠા) દ્વારા દાણાનો બીજો પાક મળી શકે છે. ચોમાસમાં હેક્ટરે 3000-4000 કિગ્રા. દાણા તેમજ 10,000થી 11,000 કિલો સૂકો ચારો આપે છે. લીલો ચારો એક વાઢમાં હેક્ટરે 300થી 400 ક્વિંટલ આપી શકે અને પાકના ત્રણથી ચાર સુધી વાઢ લઈ શકાય. સામાન્ય રીતે પાકતા દાણામાં 20 %થી 24 % ભેજ હોય ત્યારે કણસલાની લણણી કરી, સૂકવી ઝૂડીને દાણા કાઢી લેવાય છે.
દાણા 15-20 ક્વિ હેકટરે થાય છે. સૂકી કડબ 110-115 ક્વિન્ટલ હેકટરે થાય છે.