રાજ્યના નાણામંત્રી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આજરોજ ગુજરાત વિધાનસભામાં ગુજરાત રાજ્યની પ્રજા માટે પૂર્ણ બજેટ નહીં પરંતુ લેખાનુદાન રજૂ કર્યું હતું.ગુજરાતના વરસાદ અંગે વાત કરતા નીતિન પટેલે કહ્યું હતું કે, ગુજરાત પાણીનું અછત ધરાવતું રાજ્ય છે અને વરસાદની અનિયમતા છે ત્યારે ગુજરાતની જનતાને તથા ખેડૂતોને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તેવું સુચારું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.
ખેડૂતોને રાજ્ય સરકારની ભેટ
ખેડૂતોને સિંચાઇ માટે પાણી, વીજળી અને પોષણક્ષમ ભાવ મળે તેવી વ્યવસ્થા કરાઇઃ નીતિન પટેલ
ટેકાના ભાવે સરકાર ખેત ઉત્પાદનનોની ખરીદી કરી છેઃ નીતિન પટેલ
કેન્દ્ર સરકારે ખેડૂતોને રૂ. 6000 વાર્ષિક ઇનપુટ સહાય તરીકે આપે છેઃ નીતિન પટેલ
ગુજરાતના ખેડૂતોને યોજનાનો લાભ મળે તે માટે સરાકરે કામગીરી કરી છેઃ નીતિન પટેલ
ખેડૂતો ને વ્યાજ સહાય માટે રાજય સરકાર 500 કરોડ નું રિવોલવિંગ ફંડ ઉભું કરશે
ગુજરાત પાણીનું અછત ધરાવતું રાજ્ય છેઃ નીતિન પટેલ
વરસાદની અનિયમતા છેઃ નીતિન પટેલ
ખારા પાણીમાંથી સ્વચ્છ પાણી બનવવા માટે કામગીરી શરૂ કરાઇઃ
પંચમહલ હાલોલ ખાતે ઓર્ગોનિક યુનિવસિટી સ્થાપશે
96 અછતગ્રસ્ત તાલુકાના ખેડૂતો, પશુપાલકો માટે 2285 કરોડની સહાય યોજના
2017-18માં કૃષિ ઉત્પાદન 12.11 ટકા ના દરે વૃદ્ધિ પામ્યું
કૃષિ ક્ષેત્રનો સંતુલિત વિકાસ સરકારની પ્રાથમિકતા
2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો નિર્ધાર
ખેડૂતોને મળતી વ્યાજ સહાય માટે અલગથી ફંડ ઉભું કરાશે
સરકાર 500 કરોડનું રિવોલવિંગ ફંડ ઉભું કરશે
પંચમહાલના હાલોલમાં ઓર્ગેનિક યુનિવર્સિટીની સ્થાપના
બાગાયતી પાકનું વાવેતર 300 લાખ મેટ્રીક ટન કરવાનો લક્ષ્યાંક
સ્કીમ્ડ મિલ્ક પાઉડરના નિકાસ માટે 300 કરોડની સહાય
ખેડૂતોને 0 ટકા વ્યાજે ધિરાણ આપવામાં આવશે
ગીર અને કાંકરેજ જાતિની વાછરડીઓનો જન્મ કરાવાશે
વીજ જોડાણ ફરી કરવા માટે 691 કરોડની ફાળવણી
રાજ્ય સરકાર સ્કાય યોજનાનો વ્યાપ વધારશે
વર્ષ 2019-20માં 3600 કરોડના ખર્ચે વધુ 1000 ફીડરો શરૂ કરાશે