હાર્દિક પટેલ હજી થોડા સમય પહેલા જ જેલની દોડધામમાંથી બહાર આવ્યો છે કે ફરી એકવાર તેમની મુસીબતમાં વધારો થયો છે. ફરી એકવાર રાજદ્રોહ કેસ મામલે હાર્દિક પટેલ ગેર હાજર રહેતા તેમની સામે બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યુ છે.
રેશ્મા પટેલે હાર્દિક પટેલને પોલીસ ખોટી રીતે હેરાન કરી રહી હોવાનો આક્વષેપ કર્ધુયો છે. વધુમાં તેણીએ કહ્યું છે કે, હાર્દિક પટેલ છેલ્લા કેટલાય દિવસથી ગુમ છે. વધુમાં જણાવ્યું હતું કે, કે અમારી એકતા તોડવામાં સફળ થયા અને હવે તમે આંદોલનકારીઓ ને હેરાન કરશો અને અમે ચુપ બેસીશું એમ ? તો કાન ખોલીને સાંભળી લો તમારા આવા તાયફાઓ અને રાજકીય ષડયંત્રો સામે ગુજરાતના દરેક આંદોલનકારી લડવા સક્ષમ છે અને સમાજ, રાષ્ટ્ર ના પક્ષમાં એક થઈ સરકારને પડકાર ફેંકી ધ્રુજાવતા આજ પણ આવડે છે. એટલે હાર્દિક પટેલ અને બીજા આંદોલનકારીઓ ને હેરાન કરવાનું બંધ કરો બાકી માઠા પરીણામ ભોગવવા પડશે.