પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલના લગ્ન આજે યોજાશે. હાર્દિક પટેલના લગ્ન સુરેન્દ્રનગરની કિંજલ પટેલ નામની યુવતી સાથે થઈ રહ્યા છે. કિંજલ અને હાર્દિક શાળામાં સાથે જ અભ્યાસ કરતા હતા. પરંતુ કિંજલ પટેલના પિતાની સુરતમા બદલી થઇ જતાં બન્નેનો સંપર્ક તૂટી ગયો હતો.
જો કે આંદોલન શરુ થયાં પછી ફરીથી બન્ને સંપર્કમાં આવ્યા હતાં. આજે સુરેન્દ્રનગરમા હાર્દિકના લગ્ન થશે. હાર્દિકના લગ્નને લઈને સુરેન્દ્રનગરમાં તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે. આ લગ્નમાં નજીકના સંબંધીઓને જ આમંત્રણ આપવામાં આવ્યું છે.
આપને જણાવી દઇએ કે, પાટીદાર અગ્રણી અને પાસ કન્વીર હાર્દિક પટેલના લગ્ન થવાના હોવાથી પરિવારજનોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ સાથે જ હાર્દિક પટેલે લગ્નની આગલી રાતે પોતાના નિવાસસ્થાને યોજાયેલા ગરબા પણ ઝૂમતો નજરે પડ્યો હતો. હાર્દિકની સાથે સાથે તેમના માતા પિતા અને બહેને પણ પુત્રના લગ્નના આનંદ ગરબા રમીને વ્યક્ત કર્યો હતો.
પાટીદાર અગ્રણી હાર્દિક પટેલ આગામી દિવસોમાં પોતાની જ બાળપણની મિત્ર કિંજલ નામની યુવતી સાથે ફેરા ફરવા જઇ રહ્યો છે, ત્યારે તેના પરિવારજનોમાં ખુશીનું વાતાવરણ જોવા મળ્યું છે.
આગામી 27 તારીખે યોજાનાર લગ્ન સમારોહમાં હાર્દિકના પક્ષેથી લગભગ 50 જેટલા જ લોકો હાજર રહેશે. જ્યારે કન્યા પક્ષે પણ આટલાં જ લોકોની હાજરી આપશે તેવી માહિતી નજીકના સૂત્રો દ્વારા પ્રાપ્ત થઇ છે. હાર્દિકના લગ્નને જોતાં પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.