પાટીદાર અનામત સમિતિની કમાન છોડ્યા બાદ હાર્દિક પટેલ ફરી એક વાર પોતાની નવી ઈનિંંગ્સ રમવા માટે મેદાને પડી રહ્યો છે. હાર્દિક પટેલે અગાઉ અતિ વ્યસ્તતાના કારણે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનેલી જસદણની પેટાચૂંટણીમાં કોંગ્રેસનો પ્રચાર કરવા માટે સમયના અભાવનું કારણ આગળ ધર્યું હતુ ત્યારે હવે હાર્દિક પટેલે વાયા ખેડુત સંમેલન થકી જસદણની ચૂંટણીમાં ઝંપલાવવાનું નક્કી કર્યું હોય એમ લાગે છે.
હાર્દિક પટેલ 13મી ડિસેમ્બરના રોજ રાજકોટના જસદણ તાલુકાના રૂપાવટી ગામે ખેડુત વેદના સંમેલનમાં હાજરી આપવાનો છે. આ સંમેલનમાં ખેડુતોની દેવા માફી, ટેકાના ભાવ આપવા, પાક વીમો આપવા અને સમયસ વીજળી આપવાની માંગ સાથે ખેડુત વેદના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ રાજ્યોના પરિણામોમાં કોંગ્રેસની જીત બાદ ભાજપે જસદણ જીતવા માટે નવેસરથી વ્યૂહરચા ઘડતા હાર્દિક દ્વારા અગાઉથી નિર્ધારિત કરાયેલા ખેડુત વેદના સંમેલનને લઈ ભાજપની છાવણીમાં છૂપો ફફડાટ જોવા મળી રહ્યો છે.
https://twitter.com/HardikPatel_/status/1072490594675634177
જ્યારે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ત્રણ રાજ્યો કબ્જે કરી ભાજપને સત્તાથી દુર કરી દેતા હાર્દિક પટેલે કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીને ટવિટ કરી અભિનંદન આપ્યા હતા તો સાથો સાથ એવું પણ લખ્યું કે પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો બાદ પણ હું ઈવીએમ પર ભરોસો કરતો નથી. કોંગ્રેસ પાર્ટીને જીત માટે હાર્દિકની હાર્દિક શૂભકામનાઓ છે. 2019માં નરેન્દ્ર મોદીનો સીધો મુકાબલો રાહુલ ગાંધી સાથે છે. રાહુલ ગાંધીએ પોતાની ઈમાનદારીથી લોકોના દિલ જીતી લીધા છે.
આ ઉપરાંત હાર્દિકે બપોરે મીડિયાને કહ્યું હતું કે રાહુલ ગાંધી હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે મોટો પડકાર બની ગયા છે. આ પરિણામો 2019ની સેમીફાઈનલ જેવાં છે અને આની અસર લોકસભાની ચૂંટણી પર પણ પડશે.