કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને ગુજરાત હાઈકોર્ટે વચગાળાની રાહત આપી છે. આવતા સોમવાર સુધી તેના સામે બીનજામીનપાત્ર વોરંટ હોવા છતાં પોલીસ તેની ધરપકડ કરી શકશે નહીં. વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન મામલે રાજદ્રોહ કેસમાં સેસન્સ કોર્ટે હાર્દિકની વારંવાર મુદતમાં ગેરહાજરીને લઈ બીનજામીનપાત્ર વોરંટ ઈશ્યુ કર્યું હતું.
સેસન્સ કોર્ટના નિર્ણયને હાર્દિકે હાઈકોર્ટમાં પડકાર્યો હતો. સરકરી વકીલે વધુ સમયની માગ કરતાં વધુ સુનાવણી સોમવાર સુધી મુલતવી રાખી છે.