ગુજરાતના અનામત આંદોલનથી દેશભરમાં પ્રખ્યાત થયેલો અને સવર્ણોને 10 ટકા અનામત અપાવનાર હાર્દિક પટેલ આગામી લોકસભાની ચુંટણી લડશે કે નહીં તેની ચર્ચા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે.
સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે સવર્ણ સમાજને અનમાત અપાવનાર હાર્દિક પટેલ હવે રાજકારણમાં ઝંપલાવવા જઈ રહ્યો છે. આગામી લોકસભાની ચૂંટણી તે અમરેલીની સીટ પરથી કોંગ્રેસમાંથી લડશે.
નોંધનીય છે કે રાહુલ ગાંધી અને રાજીવ સાતવે હાર્દિકને પોતાની પાર્ટીમાંથી લોકસભાની ચુંટણી લડવા માટે જણાવ્યું હતું. પણ હાર્દિકે જણાવ્યું હતું કે પાર્ટીના તમામ ધારાસભ્યો તૈયાર હોય તોજ હું ચુંટણી લડીશ. હું કોઈની વિરોધમાં જઈને રાજનીતી કરવા માંગતો નથી. મારે લોકોની સેવા કરવી છે.