મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જામનગરના કાલાવડ ખાતે APMCના ભૂમિ પૂજન સમારોહમાં વાયુસેનાના જવાનોને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, દેશના જાબાંઝ વાયુસેનાના જવાનોએ આજે મંગળવારે વહેલી સવારે પાકિસ્તાનની સરહદમાં ધુસીને પાકિસ્તાન પ્રેરિત આંતકવાદીઓના અડ્ડાઓ ઉપર હુમલો કરીને નેસ્તનાબુદ કરી દીધા છે. તેમના આ પરાક્રમ માટે સમગ્ર દેશને સેના પર ગૌરવ છે.
તેમણે વધુમા જણાવ્યું કે, આજે સમગ્ર દેશ સેના પાસે અડિખમ ઉભો છે. પાકિસ્તાનને દરેક ક્ષેત્રે પાડી દેવા માટે સમગ્ર દેશ આજે એકસંપ થયો છે. આ બનાવને ધ્યાનમાં રાખી ગુજરાત પણ પાકિસ્તાન સાથે સરહદી વિસ્તાર ધરાવે છે તેથી ગુજરાતના દરિયાકાંઠો હાઇએલર્ટ પર છે.
નોંધનિય છે કે, ગુજરાત દેશમાં સૌથી વધુ દરિયા કિનારો ધરાવે છે અને પાકિસ્તાન સાથે સરહદી વિસ્તાર હોવાથી ગુજરાતનો દરિયાકાંઠો હાઇએલર્ટ પર રાખવામાં આવ્યો છે.
- T